SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪/૯ ૧૨૧ થાય છે. આ પર્વનું માન આ પ્રમાણે - ૩૦ લાખ કોડ, ૫૬ હજાર ક્રોડ વર્ષ છે. પૂર્વનિ ૮૪ લાખ ગુણિત કરતા એક ત્રુટિતાંગ થાય છે. એવી રીતે પૂર્તિ પૂર્વની સંખ્યાને ૮૪ લાખ વડે ગુણતા આગળ-આગળની સંખ્યા થાય છે. એમ ચાવતું શીર્ષ પ્રહેલિકા પર્યન્ત જાણી લેવું. તે શીર્ષ પ્રહેલિકાનું ૧૯૪ અંકનું સ્થાન હોય છે. અહીં કરણકરવાની રીત-ની ગાથા કહે છે– પહેલા પાંચ શૂન્ય લખવા, પછી ઇચ્છિત સ્થાને અહીં એકડો લખવો, તેને એક વડે ગુણવાથી તે જ સંખ્યા થાય. અર્થાત્ એક લાખ થાય, તેને ૮૪ વડે ગુણવાથી ૮૪ લાખ થાય. એ પૂવગનું પ્રમાણ થયું. જ્યારે પૂર્વનું પ્રમાણ જાણવા ઇચ્છીએ ત્યારે પાંચ શૂન્ય અને બીજો અંક-૮૪-લખવો અથર્િ ૮૪-લાખને ૮૪-લાખ વડે ગુણવા ત્યારે પાંચ શૂન્યને તેનાથી ગુણતા દશ શુન્ય થાય અને ૮૪ને ૮૪ વડે ગુણત Bo૫૬ થાય એટલે સર્વ મળીને ૩૦૫૬ ઉપર દશ શૂન્યો એ સંખ્યા થાય. એ રીતે ગુણતાં ચાવતું શીર્ષપ્રહેલિકા થાય. શીર્ષ પ્રહેલિકા પર્યત સાંવ્યવહારિક સંખ્યાતકાળ છે. તેના વડે પ્રથમ પૃથ્વીના નાકોનું, ભવનપતિ અને વ્યંતરોનું, ભરત-રવતમાંના સુષમ-દુષમ આરાના ઉતરતા ભાગમાં મનુષ્ય અને તિર્યંચોના આયુષ્યનું માપ કરાય છે. પણ શીર્ષપહેલિકાની ઉપર પણ સંખ્યાનો કાળ છે. તે અતિશય જ્ઞાની સિવાયના મનુષ્યોને વ્યવહારનો વિષય થતો નથી. એમ જાણીને ઉપમા વડે તે કાળ બતાવે છે. એ જ કારણથી શીર્ષપ્રહેલિકાથી આગળ પલ્યોપમ વગેરે કાળનો ઉપન્યાસ કરેલ છે. તેમાં પલ્ય વડે જેઓમાં ઉપમા છે તે પલ્યોપમ અસંખ્યાત કોડાકોડી વર્ષ પ્રમાણ આગળ કહેવાશે એવા લક્ષણવાળો છે. સાગર વડે જેની ઉપમા છે તે સાગરોપમ-દશકોડાકોડી પલ્યોપમ પ્રમાણ છે. દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી ઉત્સર્પિણી છે, એટલાં જ પ્રમાણવાળી અવસર્પિણી છે. કાળના વિશેષ ભેદની માફક ગામ આદિ ક્ષેત્ર ભેદો પણ જીવ-અજીવ જ છે, એ હેતુથી બે પદ દ્વારા ૪૩ સૂત્રો કહ્યા છે. અને ઇત્યાદિ. અહીં આ પ્રત્યેકમાં “જીવજીવ” એ આલાપક કહેવો. ગામાદિનું જીવ અને અજીવપણું તો પ્રતીત જ છે. જ્યાં કર લેવાતો હોય તે ગામ અને કર ન લેવાતો હોય તે ‘ન-કર'-નગર છે. નિગમ-વણિક નિવાસ. રાજધાની-જ્યાં સજાનો અભિષેક થાય છે— ખેટ-ધૂળના ગઢયુ સ્થાન અને ર્બટ કે કુનગર, મડેબ-ચારે દિશાએ અધ યોજનથી આગળ ગામો હોય છે અને દ્રોણમુ-જ્યાં જળ અને સ્થળ બંનેનો માર્ગ હોય, પતન-જ્યાં જળ કે સ્થળ માર્ગમાંથી એક વડે આવવું થાય છે અને આકરતે લોહાદિ ઉત્પત્તિ ભૂમિ [એટલે કે ખાણ.]. આશ્રમ-તીર્થ સ્થાનો અને સંવાહ-સમભૂમિમાં ખેતી કરીને દુર્ગભૂમિમાં ખેડૂતો રક્ષાને માટે ઘાજ્યોને રાખે છે. સન્નિવેશ-સાઈકે સેના ઉતરે છે અને ઘોષ-ગાયોને ૧૨૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રહેવાનું સ્થાન. આરામ-વિવિઘ વૃક્ષ, લતાથી શોભિત કેળ વગેરેથી ઢાંકેલ સહિત પુરુષોને જે રમણનું સ્થાન અને ઉધાન-પત્ર, પુષ્પ, ફળ, છાયા વડે યુક્ત વૃક્ષોથી શોભિત, વિવિધ વેશવાળા, ઉત્કૃષ્ટ માનવાળા એવા ઘણા લોકોને ભોજન કરવા માટે જવાનું સ્થાન. વન-એક જાતના વૃક્ષો હોય છે અને વનખંડ-અનેક જાતિય ઉત્તમ વૃક્ષો. વાવ-ચોખણી અને પકરિણી-ગોળ હોય કે જેમાં ઘણાં કમળ હોય છે. સરોવર - જળનું સ્થાન અને સરપંક્તિ-સરોવરની પંક્તિ-શ્રેણિ. અગડ-કૂવો અને તળાવાદિ પ્રસિદ્ધ છે, પૃવી-રતનપભા વગેરે અને ઉદધિતે પૃથ્વીની નીચે રહેલ ધનોદધિ. વાતસ્કંધ-ધનવાત, તનવાત કે બીજો વાયુ અને અવકાશાંતસ્વાતન્કંધની નીચે રહેલ આકાશ. ઉકત વસ્તુઓનું જીવત્વ સૂમ પૃવીકાયિકાદિ જીવના વ્યાખવથી છે. વલય - પૃથ્વીના વેપ્ટન રૂ૫ ધનોદધિ-ધનવાત-તનુવાવરૂપ અને વિગ્રહ - લોકનાડીના વક સ્થાન. તેઓનું જીવપણું પૂર્વવત્ જાણવું. દ્વીપ અને સમુદ્ર પ્રતીત છે. વેળા-સમુદ્રના પાણિની વૃદ્ધિ અને વેદિકાપ્રતીત છે, હાર-વિજય આદિ અને તોરણો-દરવાજામાં જ રહેલા હોય છે. નૈરયિક-ક્લિષ્ટ જીવ વિશેષો, તેમનું અજીવપણું - કર્મપુદ્ગલાદિની અપેક્ષાએ જાણવું અને નૈરયિકાવાસ-નૈરયિકોની ઉત્પત્તિ ભૂમિઓ. તેનું જીવપણું પૃથ્વીકાયિકાદિની, અપેક્ષાએ જાણવું. એ રીતે ૨૪-દંડક કહેવા. આ જ કારણથી કહે છે વાવ- ઇત્યાદિ. કલા-દેવલોક અને કલા વિમાનવાસ તે દેવલોકના અંશ. વર્ષ-ભરતાદિ ક્ષેત્ર અને વર્ષધર-હિમવંત આદિ પર્વતો. કૂટહિમવતકૂટાદિ અને કૂટાગાર-ઓક્ટોમાં રહેલા દેવભવનો. વિજય-ચક્રવર્તીએ જીતવા યોગ્ય કચ્છાદિ ક્ષેત્ર ખંડો અને રાજધાની-ક્ષેમાદિ નગરીઓ. બી. ઇત્યાદિ અહીં સર્વત્ર જોડવું. જે પુદ્ગલ ધર્મો છે, તે પણ તેમજ છે. એ હેતુથી કહે છે - છાયા ઇત્યાદિ પાંચ સૂત્રોનો અર્થ કહેલ છે. હવે વિશેષ કહે છે - છાયા, વૃક્ષાદિની જાણવી અને આતપ-સૂર્યનો જાણવો. જ્યોના એટલે પ્રકાશ અને અંધકાર તે તમ. અવમાન તે ફોગાદિનું પ્રમાણ-હાય વગેરે અને ઉન્માન એટલે ત્રાજવાના તોલ, કર્યાદિ. અતિયાનગૃહો-નગાદિના પ્રવેશે રહેલા ગૃહો અને ઉધાનગૃહ પ્રતીત છે. અવલિંબ અને સણિuપાત-રૂઢિથી જાણી લેવા. આ બધાં શું છે ? - નવા - જીવો વડે વ્યાપ્ત હોવાથી કે તે જીવોના આશ્રિતપણાથી જીવ છે અને પુદ્ગલાદિ અજીવરૂપ હોવાથી કે અજીવના આશ્રિતપણાથી તે અજીવ છે. એમ જિનેશ્વરે પ્રરૂપેલ છે - ૪ - હવે સમયાદિ વસ્તુ જીવ અને અજીવરૂપ જ કયા હેતુથી કહેવાય છે ? તે કહે છે - જીવ અને અજીવથી જુદી સશિનો અભાવ છે. એ જ કારણથી કહે છે . હો
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy