SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/૯ 1. આદિ. - સુગમ છે. જીવરાશિ બે ભેદે છે - બદ્ધ, મુક્ત તેમાં બદ્ધના બંધને કહે છે– • સૂઝ-૧૦o :- oiધ બે ભેદે કહેલ છે . પ્રેમબંધ અને હેલબંધ. - જીવોને બે સ્થાને પાપકર્મોનો બાંધ થાય છે - રાગથી અને દ્વેષથી. - જીવોને બે સ્થાને પાપકર્મ ઉદીરણા થાય છે . અભ્યપગમિકી, પક્રમિકી. - એ રીતે વેદના અને નિર્જરા બે ભેદે - અભ્યપગમિકી, ઔપકમિકી. • વિવેચન-૧૦o : પ્રેમ એટલે રાગ-માયા, લોભરૂપ કષાય લક્ષણ. હેપ-ક્રોધ, માન કષાય લક્ષણ જે માટે કહે છે - માયા, લોભ કષાય એ રાગસંાિત કંવદ્ધ છે, ક્રોધ, માન એ તેનો હૃદ્ધ છે એમ સંક્ષેપમાં જાણવું. પ્રેગ્ન-પ્રેમ લક્ષણ ચિતવિકાર સંપાદક મોહનીય કર્મના પુદ્ગલરાશિનું બંધન છે - જીવ પ્રદેશોમાં યોગ નિમિત્તથી પ્રકૃતિ રૂપે અને પ્રદેશરૂપે સંબંધ થાય છે તથા કષાયના પ્રત્યયથી સ્થિતિ અને સરૂપ વિશેષનું પ્રાપ્ત થવું તે પ્રેમબંધ. એ રીતે દ્વેષ મોહનીય કર્મનો બંધ તે દ્વેષ બંધ. કહ્યું છે કે - પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી અને સ્થિતિ તથા અનુભાગ બંધ કષાયથી થાય છે. પ્રેમ અને દ્વેષ લક્ષણરૂપ ઉદયમાં આવેલ કર્મો વડે જીવોને અશુભકમનો બંધ થાય છે. * * - અથવા પૂર્વ સૂત્રની બીજી રીતે વ્યાખ્યા કરીને આનો સંબંઘાંતર કરાય છે. સામાન્યથી બંધ બે પ્રકારે - પ્રેમથી, દ્વેષથી. તે તે બંધ અનિવૃત્તિ અને સૂમસં૫રાય પર્યત ગુણઠાણાવાળા જીવોને આશ્રીને જાણવો. જે ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને સયોગી ગુણઠાણાવાળાને બંધ છે, તે ફક્ત યોગપ્રત્યયવાળો જ હોવાથી તેની વિવક્ષા કરી નથી. કેમકે બંધ પણ શેષ કર્મબંધના વિલક્ષણપણાથી અબંધ સમાન છે. જે કર્મનો આ બંધ છે, તે અપસ્થિતિકાદિ વિશેષણથી યુક્ત છે. કહ્યું છે તે સયોનિ કર્મ અ૫, બાદર, કોમળ, ઘણું, ઋક્ષ, શુભ, મંદ, મહાવ્યયવાળું અને બહું સાતાવાળું હોય છે. સ્થિતિ વડે તે અપસ્થિતિક, પરિણામથી બાદર, વિપાક વડે કોમળ, પ્રદેશો વડે ઘણું, રેતી માફક લેપથી મંદ, સર્વથા નાશ થવાથી મહાલયવાળું છે. એ જ બતાવવા કહે છે - જીવો - x • બે કારણથી પાપ-અશુભ ભવના નિબંધનપણાથી અશુભ છે, પણ નિરનુબંધ નથી, કેમકે બે સમયસ્થિતિક કમ અતિ શુભ છે. કેમકે તે માત્ર યોગનિમિતક છે. બાંધે છે એટલે રાગદ્વેષરૂપ કષાય વડે જ સ્કૂટાદિ અવસ્થા કરે છે. [શંકા- મિથ્યાવ, અવિરતિ, કષાય, યોગ એ ચાર બંધ હેતુઓ છે તો અહીં ફક્ત કષાયો જ કેમ કર્મબંધના કારણ કહ્યા ? સમાધાન-કષાયોનું પાપકર્મના બંધમાં પ્રાધાન્ય જણાવવા માટે. સ્થિતિ અને અનુભાગના ઉત્કૃષ્ટ કારણપણાથી અથવા અત્યંત અનર્થકારી હોવાથી તેઓનું પ્રધાનપણું ૧૨૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે. કહ્યું છે કે - જો રાગ, દ્વેષ ન હોત તો કોણ દુઃખ પામત? અથવા કોને સુખમાં વિસ્મય થાત? મોક્ષને કોણ ન પામત? અથવા બંધના હેતુઓનો દેશગ્રાહક આ સૂત્ર છે. કેમકે દ્વિસ્થાનકનો અનુરોધ હોવાથી દોષ નથી. કહેલ બે સ્થાન વડે બાંધેલ પાપકર્મની જેમ ઉદીરણા, વેદના, નિર્જા પ્રાણીઓ કરે છે, તેમ ત્રણ સૂત્ર વડે કહે છે નીવે ત્યાર - અર્થ કહ્યો. વિશેષ એ કે - અવસરને પ્રાપ્ત ન થયા છતાં જે ઉદયમાં લાવે તે ઉદીરણા. “અભ્યપગમ” - અંગીકાર કરવા વડે થયેલ તે અભ્યપગમિકી, તે મરતકનો લોચ અને તપશ્ચરણાદિ વડે વેદના જાણવી અને બીજી ઉપકમ વડે - કર્મના ઉદીરણા કારણ વડે થયેલી કે કર્મના ઉદીરણમાં થયેલી તે ઔપકમિડી, તે જ્વર, અતિસારાદિ જન્ય છે. તે ઉક્ત બે પ્રકારથી જ વેદે છે - ઉદીરિત થતા તેના વિપાકને ભોગવે છે અને પ્રદેશોથી ખપાવે છે. કર્મની નિર્જર દેશથી કે સર્વથી, ભવાંતરે કે સિદ્ધિમાં જતાં શરીરથી નીકળવું થાય છે, એ હેતુથી સૂપંચક વડે દશવિ છે. • સૂત્ર-૧૦૧ - બે સ્થાનથી આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે - દેશથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે, સર્વથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે. એ રીત શરીરને ઋાવીને, ફોડીને, સંકોયીને, જીવપદેશથી જુદું કરીને નીકળે છે. • વિવેચન-૧૦૧ - સૂણ સુગમ છે. વિશેષ એ કે - બે પ્રકારથી, દેશથી પણ • કેટલાંક પ્રદેશ લક્ષણ વડે, કેટલાંક પ્રદેશોનો ઇલિકા [ઇયળ] ગતિ વડે ઉત્પત્તિ સ્થાનમાં જતાં જીવે શરીરથી બહાર કાઢેલ હોવાથી જીવ શરીરને સ્પર્શીને નીકળે છે - શરીરથી મરણ કાળે નીકળે છે. સર્વે જીવ પ્રદેશ વડે દડા જેવી ગતિ વડે ઉત્પત્તિ સ્થાને જતાં શરીરથી બહાર પ્રદેશોને નહીં કાઢેલ હોવાથી અથવા દેશથી અને સર્વથી પણ અપેક્ષે છે. આત્મા, શરીરને. આનો શો અર્થ છે ? શરીરના દેશને-પગ વગેરે સ્પર્શીને, અવયવના અંતરથી પ્રદેશને સંકોચીને નીકળે છે. તે સંસારી અને સર્વથી શરીરને સ્પર્શીને નીકળે તે સિદ્ધ. આગળ કહેવાશે - પગમાંથી નીકળનારા જીવો નકમાં ઉપજે છે ઇત્યાદિ ચાવતું સવગથી નીકળનારા જીવો સિદ્ધમાં ઉપજે છે. આત્મા વડે શરીરનું સ્પર્શન કરતાં સ્કૂરણ થાય છે, તેથી કહે છે તેવું ઇત્યાદિ. • x • તેમાં દેશ વડે પણ કેટલાંક આત્મા ઇલિકાગતિકાળમાં હોય છે. સર્વ આત્મપદેશો વડે પણ દડાની જેમ ગતિકાળમાં શરીર ફકાવીને નીકળે છે. અથવા શરીરના દેશથી - પગ વગેરે ફોડીને નીકળે છે. અથવા સંપૂર્ણ શરીર ફોડીને સવગથી નીકળે છે. સ્કૂરણથી આત્મપણું પ્રગટ થાય છે. તેથી કહે છે : 'અ'વ્ય આત્માના દેશ વડે શરીરને સોતનપણે ફરણલિંગથી પ્રગટ કરીને ઇલિકાગતિમાં છે અને
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy