SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩/૮૭ અને સ્વનામ દેવતાના સ્થાનો છે. તે ૫૦૦ યોજન ઊંચા, મૂલમાં તેટલા જ પહોળા અને ઉપર તેના અર્ધા વિસ્તારવાળા છે. પહેલા કૂટમાં સિદ્ધાયતન છે, તે ૫૦ યોજન લાંબુ, ૨૫ યોજન પહોળું અને ૩૫ યોજન ઊંચુ છે, વળી આઠ યોજનના લાંબા અને પ્રવેશમાં ચાર યોજનના પહોળા ત્રણ દ્વારો વડે યુક્ત. તેમજ ૧૦૮ જિનપ્રતિમા સહિત છે. બાકી દશ કૂટોમાં ૬૨॥ યોજન ઊંચા, ૩૧। યોજન પહોળા તેમજ તેમાં વસતા દેવતાઓના સિંહાસનવાળા પ્રાસાદો છે. અહીં પ્રસ્તુત પર્વતના અધિપતિનો નિવાસ હોવાથી અને દેવોના નિવાસભૂત કૂટોમાં પહેલો હિમવત્ હોવાથી હિમવત્ કૂટનું ગ્રહણ કર્યુ અને સર્વ કૂટોમાં છેલ્લુ હોવાથી વૈશ્રમણ ફૂટનું ગ્રહણ કર્યુ. બે સ્થાનાધિકારથી ૧૦૧ કહ્યું છે કે - ક્યાંક વસ્તુના એક દેશનું ગ્રહણ, ક્યાંક સમસ્ત વસ્તુનું ગ્રહણ કરાય છે, કારણવશાત્ ઉત્ક્રમ અને ક્રમપૂર્વક હોય છે, માટે સૂત્રની વિચિત્ર ગતિ છે. કૂટની સંગ્રહગાથા આ પ્રમાણે - વૈતાઢ્ય, માલ્બવંત, વિધુદ્ઘભ, નિષધ, નીલવંત એ પ્રત્યેક પર્વતમાં નવ-નવ કૂટો, શિખરી અને લઘુ હિમવંત પર્વતમાં ૧૧-૧૧ ફૂટ છે. રૂકમી અને મહાહિમવંત. પર્વતે ૮-૮ કૂટો અને સૌમનસ અને ગંધમાદન પર્વતે ૭-૭- કૂટો, વક્ષસ્કારે ૪-૪ કૂટો છે. સંપૂ. ઇત્યાદિ મહા હિમવંત પર્વતે આઠ ફૂટ છે - સિદ્ધ, મહાહિમવત્, હૈમવત્, રોહિતા, ડ્રી, હરિકાંતા, હરિ અને વૈડૂર્ય. બે ફૂટના ગ્રહણનું કારણ કહેવાઈ ગયું છે. વૅ - ઇત્યાદિ - ‘એવં' શબ્દથી ‘જંબૂ’ ઇત્યાદિ અભિલાષ જાણવો નિષધ વર્ષધર પર્વતમાં - સિદ્ધ, નિષધ, હરિવર્ષ પ્રાવિદેહ, હરિ, ધૃતિ, શીતોદા, અપરવિદેહ, રુચક એવા પોતપોતાના દેવોના નામવાળા નવ કૂટો છે. અહીં પણ બીજા અને છેલ્લા કૂટના ગ્રહણપૂર્વક વ્યાખ્યાન કરવું. ઝંબૂ, ઇત્યાદિ - નીલવંત વર્ષધરપર્વત સિદ્ધ, નીલ, પૂર્વવિદેહ, શીતા, કીર્તિ, નારીકાંતા, અપરવિદેહ, રમ્યક્ અને ઉપદર્શન એ નવ ફૂટ છે. અહીં પણ બીજા અને છેલ્લા ફૂટનું ગ્રહણ પૂર્વવત્. i ઇત્યાદિ - રુકિમ વર્ષધરમાં - સિદ્ધ, રુકમી, રમ્ય, નરકાંતા, બુદ્ધિ, રૌપ્ચકુલા, હૈરણ્યવંત, મણિકાંચન એ આઠ ફૂટ છે. બેનું વિધાન પ્રાવત્ ઇત્યાદિ - શિખરી વર્ષધર પર્વત-સિદ્ધ, શિખરી, હૈરણ્યવત્, સુરાદેવી, ક્તા, લક્ષ્મી, સુવર્ણકૂલા, સ્ક્વોદા, ગંધાપાતી, ઐરાવતી, તિગિચ્છિ એ ૧૧-કૂટો છે. શેષ પ્રાવત્. -સૂત્ર-૮૮ ઃ જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં લઘુ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતમાં બે મહાદ્રહો કહ્યા છે - બહુસમતુલ્ય, અવિશેષ, નાનાવરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા એવા, લંબાઈ-પહોળાઈ-ઉંડાઈ - સંસ્થાન અને પરિધિ વડે સમાન છે. તે - પદ્મદ્રહ, પુંડરીક દ્રહ. ત્યાં બે દેવીઓ મહર્ષિક યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે. તે - શ્રી, લક્ષ્મી. એવી રીતે મહાહિમવંત અને કમી ૧૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પર્વતે બે મોટા દ્રહો છે - બહુસમ યાવત્ પૂર્વવત્ તે મહાપદ્ધહ, મહાપુંડરીકદ્રહ. ત્યાં બે દેવી છે - હી, બુદ્ધિ. એ રીતે નિષધ અને નીલવંત પર્વત તિઝિંછીદ્રહ, કેશરીદ્રહ છે. ત્યાં ધૃતિ અને કીર્તિ નામે દેવી છે. જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે મહાહિમવંત વર્ષધર પર્વતના મહાપદ્રહથી બે મહાનદી નીકળે છે - રોહિતા, હરિકાંતા. એ રીતે નિષધ વધિર પર્વતના તિîિછી દ્રહથી બે મહાનદી નીકળે છે - હરિત, શીતોદા. જંબુદ્વીપના મેરુ પર્વતથી ઉત્તરે નીલવંત વર્ષધર પર્વતના કેસરીદ્રહથી બે મહાનદી વહે છે શીતા, નાકિાંતા. એ રીતે રુકમી વર્ષધર પર્વતના મહાપુંડરીક દ્રહથી બે મહાનદી નીકળે છે - નરકાંતા, રક્ષકૂલા, જંબુદ્વીપના મેરુની દક્ષિણે બે પ્રપાતદ્રહો કહ્યા છે, તે આ રીતે - બહુસમ. તે - ગંગાપપાદ્રહ, સિંધુપાદ્રહ. એ રીતે હિમવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહો કહ્યા છે - રોહિપાતદ્રહ, રોહિતāશાપપાતદ્રહ. જંબુદ્વીપના મેરુની દક્ષિણે હવિર્ષ ક્ષેત્રમાં બે પ્રપાતદ્વંહ કહ્યા છે બહુસમ યાવત્ - હરિપ્રપાતદ્રહ, હરિકાંત પ્રપાતદ્રહ, જંબુદ્વીપના મેરુની ઉત્તરે અને દક્ષિણે મહાવિદેહ ક્ષેત્રમાં બે પ્રપાતકહો ચાવત્ - સીતાપ૫ાદ્રહ, સીતૌદપાત દ્રહ. કહ્યા છે - જંબુદ્વીપના મેરુની ઉત્તરે રમ્યષક્ષેત્રમાં બે પાદ્રહો કહ્યા છે - યાવત્ - નરકાંતા પ્રાતદ્રહ, નારીકાંતાપાતદ્રહ. એ રીતે હૈરણ્યવત ક્ષેત્રમાં બે પ્રાદ્ધહો કહ્યા છે - યાવત્ - સુવર્ણકલાપપાતદ્રહ, રૂકૂલાપપાતદ્રહ. જંબુદ્વીપના મેરુની ઉત્તરે ઐરવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહો કહ્યા છે - યાવત્ - તાપાતહ, તવતી પ્રપાતદ્રહ. જંબુદ્વીપના મેરુની દક્ષિણે બે મહાનદી કહી છે . ચાવત્ - ગંગા, સિંધુ. એ રીતે જેમ પ્રપાતદ્રહો છે, તેમ નદીઓ કહેવી યાવત્ - ઐરવત ક્ષેત્રમાં બે મહાનદી કહી છે - યાવત - કા, રક્તવી. • વિવેચન-૮૮ - બંધૂ, ઇત્યાદિ - અહીં હિમવત્ આદિ છ વર્ષધર પર્વતોને વિશે છ જ દ્રહો છે. તે આ પ્રમાણે - પદ્મ, મહાપદ્મ, તિઝિંછી, કેશરી, મહાપુંડરીક, પુંડરીક, હિમવત પર્વતની ઉપર બહુ મધ્ય ભાગે જેમાં પદ્મ છે તેવો પાનામક દ્રહ છે. એ રીતે શિખરી પર્વત પુંડરીક નામે દ્રહ છે. તે દ્રહો પૂર્વ-પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબા, ૫૦૦ યોજન પહોળા, ચાર ખૂણાને વિશે ૧૦ યોજન ઊંડા, રજતમય કાઠાવાળા, વજ્રમય પાષાણવાળા, તપનીય તળીયાવાળા, સુવર્ણ મધ્ય રજત મણિની વેણુવાળા છે. ચારે દિશામાં મણિના પગથીયાવાળા છે. સુખે ઉતરી શકાય એવા, તોરણ-ધ્વજ-છત્રાદિ સુશોભિત, નીલોત્પલ અને પુંડસ્કિાદિથી રચિત, જેમાં વિવિધપક્ષી અને મત્સ્યો વિચરે છે એવા તે ભ્રમરના સમૂહ વડે ઉપભોગ્ય છે. ત્યાં મહાદ્રહમાં બે દેવીઓ વસે છે. પદ્મદ્રહમાં શ્રીદેવી, પુંડરીકદ્રહમાં લક્ષ્મી દેવી છે. તે ભુવનપતિકાયમાં છે. કેમકે તેઓ પલ્યોપમ સ્થિતિક છે. વ્યંતરની દેવીઓનું આયું તો ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમનું હોય છે. ભવનપતિ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy