SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩/૮૭ સ્થિતિક દેવો વસે છે. તે કૃતમાલક, નૃત્યમાલક, ઐરાવત ક્ષેત્રના દીર્ઘ વૈતાઢ્યમાં બે ગુફાઓ કહી છે યાવત્ ભરત માફક જાણવું. જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે લઘુ હિમવંત નામે વર્ષધર પર્વતમાં ભે ફૂટ કહ્યા છે . તે બહુમતુલ્ય વત્ પહોળાઈ, ઉંચાઈ, સંસ્થાન, પરિધિ વડે [સમાન છે તે] લઘુહિમવંતકૂટ અને વૈશ્રમણકૂટ. જંબુદ્વીપના મેરુની દક્ષિણે મહાહિમવંત નામે વધર પર્વતમાં બે ફૂટ કહેલ છે. તે બહુસમતુલ્ય યાવત્ મહાહિમવંતકૂટ અને ધૈર્યકૂટ નામે છે. એ રીતે નિષધ વર્ષધર પર્વતમાં બે ફૂટ છે - યાવત્ - નિષધકૂટ અને રુચકભકૂટ. - EE જંબુદ્વીપના મંદરપર્વતની ઉત્તરે નીલવંત વર્ષધર પર્વતમાં બે ફૂટ કહ્યા છે, તે બહુસમ યાવત્ નીલવંતકૂટ, ઉપદર્શનકૂટ નામે છે. એ રીતે શિખરી નામે વર્ષધર પર્વતમાં બે ફૂટ કહ્યા છે - યાવત્ - શિખરીફૂટ તિગિÐિકૂટ. • વિવેચન-૮૭ : - ખંધૂ ઇત્યાદિ - વર્ષ - ક્ષેત્ર વિશેષની વ્યવસ્થા કરનારા હોવાથી વર્ષધર. ‘ચુલ્લ' મોટાની અપેક્ષાએ લઘુ તે લઘુહિમવંત, ભરતક્ષેત્રથી અનંતર છે. શિખરી પર્વત ઐવતની પાસે છે. તે બંને પૂર્વ-પશ્ચિમ લંબાઈથી લવણસમુદ્ર સુધી જોડાયેલા છે. લઘુ હિમવંત પર્વતની જીવા લંબાઈ વડે ૨૪,૯૩૨ યોજન અને અર્લ્ડ કલા છે. એ રીતે શિખરી પર્વતની જીવા જાણવી. બંને પર્વત ભરતક્ષેત્રથી બમણા વિસ્તારવાળા, ૧૦૦ યોજન ઊંચા, ૨૫ યોજન ભૂમિમાં, લંબચોરસ સંસ્થાન વડે રહેલા છે, તેની પરિધિ ૪૫,૧૦૯ યોજન અને ૧૨ા કલા છે. જેમ હિમવંત અને શિખરી પર્વત જંબુદ્વીપ ઇત્યાદિ અભિલાપ વડે કહ્યા તેમ મહાહિમવંત આદિ પણ કહેવા. તેમાં લઘુની અપેક્ષાએ મહાહિમવંત છે. તે મેરુની દક્ષિણે છે અને ઉત્તરમાં કમી પર્વત છે. એ રીતે નિષધ-નીલવંત પણ છે. વિશેષ એ કે - તેની લંબાઈ વગેરે વિશેષથી ‘ક્ષેત્રસમાસ' ગ્રંથથી જાણવા. અહીં તેની ગાથા વડે કિંચિત્ કહે છે - ૫૨૬ યોજન ૬ કલાનો પહોળો ભરતક્ષેત્ર છે, ૧૦૫૨ યોજન, ૧૨ કળાનો પહોળો લઘુ હિમવંત પર્વત છે. હૈમવત ક્ષેત્ર ૨૧૦૫ યોજન અને ૫-કળા પહોળો છે. તથા મહાહિમવંત પર્વત ૪૨૧૦ યોજન, ૧૦-કળા પહોળો છે. હરિવર્ષ ક્ષેત્ર ૮૪૨૧ યોજન, ૧-કળા પહોળું છે, નિષધ પર્વત ૧૬,૮૪૨ યોજન, ૨-કળા પહોળો છે. મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ ૩૩,૬૮૪ યોજન, ૪-કળા છે. શિખરી અને લઘુહિમવંત પર્વત ૧૦૦ યોજન ઉંચા અને સુવર્ણમય છે, રુકિમ તથા મહાહિમવંત ૨૦૦ યોજન ઉંચા છે, તેમાં રુકિમ પર્વત રુ કનકમય છે. નિષધ અને નીલવંત પર્વત ૪૦૦ યોજન ઉંચા છે, નિષધ તપાવેલ સુવર્ણમય અને નીલવંત ધૈર્ય મણિમય છે. પર્વતોનો જમીનમાં અવગાઢ પ્રાયઃ ઊંચાઈથી ચોથો ભાગ હોય છે. વૃત્ત પરિધિ પોતપોતાની પહોળાઈથી ત્રણગણી અને કંઈક ન્યૂન છ ભાગમુક્ત હોય છે, ચોરસ પરિધિ લંબાઈ અને પહોળાઈથી દ્વિગુણ હોય છે. ખંલૂ, ઇત્યાદિ - સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્યાલાના આકાર હોવાથી વૃત્ત પૈતાઢ્ય એવા નામથી બે પર્વતો છે. સર્વતઃ ૧૦૦૦ યોજન પરિમાણ અને રૂપામય છે. તેમાં મેરુની દક્ષિણે હૈમવત ક્ષેત્રમાં શબ્દાપાતી, ઉત્તરમાં ઐરણ્યવત ક્ષેત્રમાં વિકટાપાતી પર્વત છે. તે બે વૃત્ત વૈતાઢ્યમાં અનુક્રમે સ્વાતિ અને પ્રભાસ નામે બે દેવ વસે છે. કેમકે ત્યાં તેમના ભવન છે. એ રીતે હરિવર્ષ ક્ષેત્રમાં ગંધાપાતી, રમ્યવર્ધક્ષેત્રમાં માલ્યવન્પર્યાય પર્વત છે, ત્યાં ક્રમ વડે અરુણ અને પદ્મ નામે બે દેવ વસે છે. બંધૂ ઇત્યાદિ, પાર્શ્વશબ્દનો પ્રત્યેકમાં સંબંધ હોવાથી પૂર્વના પડખે અને પશ્ચિમના પડખે બે પર્વત છે. પ્રજ્ઞાપક વડે ઉપદેશ કરાતા ક્રમશઃ સૌમનસ અને વિધુત્ત્પભ કહેલ છે. તે અશ્વના સ્કંધ સમાન આદિમાં નમેલા અને અંતે ઊંચા છે. આ કારણથી નિષધપર્વત ૧૦૦ સમીપે ૪૦૦ યોજન ઊંચા અને મેરુની સમીપે ૫૦૦ યોજન ઊંચા છે. કહ્યું છે કે - વર્ષધર પર્વતની સમીપે ૫૦૦ યોજન વિસ્તારવાળા, ૪૦૦ યોજન ઊંચા અને ૧૦૦ યોજન જમીનમાં છે. મેરુની પાસે ચાર વક્ષસ્કાર ૫ર્વતો ૫૦૦ યોજન ઊંચા, ૫૦૦ કોશ ઉંડા અને અંગુલના અસંખ્યાત ભાગ માત્ર પહોળા છે. ચારે વક્ષસ્કાર ૫ર્વતોની લંબાઈ ૩૦,૦૦૦ યોજન, ૬-કળા છે. કંઈક ન્યૂન ચંદ્રાકાર અર્થાત્ ગજદંતાકૃતિના જેવા સંસ્થાન વડે રહેલા તે પાદ્ધચંદ્ર-સંસ્થાન સંસ્થિત છે. ક્યાંક “અદ્ધચંદ્ર સંસ્થાન સંસ્થિત પાઠ છે. ત્યાં અદ્ધ શબ્દ વડે વિભાગ માત્ર વિવક્ષા કરાય છે. પણ સમવિભાગ નહીં. તે બે પર્વત વડે દેવકુરુ અર્હા ચંદ્રાકાર કરાયેલ છે. આ કારણથી વક્ષારાકાર ક્ષેત્રને કરનારા બે પર્વતો વક્ષાર [વક્ષસ્કાર] પર્વતો કહેવાય છે. ખંધૂ ઇત્યાદિ વર્ણન તેમજ જાણવું. વિશેષ એ કે - ઉત્તકુત્તુ ક્ષેત્રમાં પશ્ચિમની પાસે ગંધમાદન અને પૂર્વની પાસે માલ્યવંત વક્ષસ્કાર પર્વત છે. એ રીફ્લેવ, વૈતાઢ્યનો નિષેધ કરવા ‘દીર્ધ' શબ્દનું ગ્રહણ કરેલ છે. વેવઈ શબ્દનો વૈતાઢ્ય કે વિજયાઢ્ય સંસ્કાર થાય છે. તે બે પર્વત ભરત અને ઔરવતના મધ્ય ભાગમાં પૂર્વ અને પશ્ચિમથી લવણરામુદ્રને સ્પર્શ કરીને રહેલ છે. તે બંને ૨૫-યોજન ઊંચા છે, ૨૫-ગાઉ ઉંડા છે, ૫૦-યોજન પહોળા છે. આયત સંઠાણવાળા છે, સર્વ રૂપામય અને બંને પડખાથી બહાર કાંચનમંડનથી અંકિત છે. - ૪ - મારy i. આદિ વૈતાઢ્ય પર્વતમાં પશ્ચિમ ભાગમાં તમિસા ગુફા ૫૦ યોજન લાંબી, ૧૨ યોજન પહોળી, ૮ યોજન ઊંચી છે. આયતચતુસ સંસ્થાનવાળી, વિજયદ્વાર પ્રમાણ દ્વારવાળી, વજ્રના કમાડથી ઢાંકેલી, બહુ મધ્ય ભાગે બે યોજન અંતરવાળી અને ત્રણ યોજન વિસ્તારવાળી ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામે બે નદી વડે યુક્ત છે. તમિસા માફક પૂર્વમાં ખંડપ્રપાતા ગુફા જાણવી. તમિસામાં કૃતમાલ્ય, ખંડપ્રપાતામાં નૃત્યમાલ દેવ વસે છે. ઐરાવત ક્ષેત્રમાં પણ ભરતક્ષેત્રની માફક જાણવું. તંબૂ, ઇત્યાદિ - હિમવંત વર્ષધર પર્વતમાં ૧૧-કૂટો છે. - સિદ્ધાયતન, લઘુ હિમવંત, ભરત, ઇલા, ગંગા, શ્રી, રોહિતાંશા, સિંધુ, સુરા, હૈમવત અને વૈશ્રમણ છે. પૂર્વ દિશામાં સિદ્ધાયતન ફૂટ છે, તે પછી ક્રમશઃ પશ્ચિમથી બીજા કૂટો સર્વ રત્નમય
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy