SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮૮ ૧૦૩ દેવીનું ઉત્કૃષ્ટ કાર્ય પલ્યોપમ છે. કહ્યું છે કે - દક્ષિણ દિશાની અસુરદેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ all પલ્યોપમની અને ઉત્તર દિશાની અસર દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪ પલ્યોપમની છે. શેષ ઉત્તરદિશાના નાગકમારાદિની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશઉન પલ્યોપમ અને દક્ષિણ દિશાના નવા ભવનપતિની દેવીની તથા વ્યંતર દેવીની સ્થિતિ અદ્ધ પલ્યોપમની હોય છે. તે બે મોટાદ્ધહ મધ્યે યોજન પ્રમાણ પા છે, જે અર્ધયોજન જાડા છે, જળમાં દશ યોજના ડૂબેલા અને બે કોશ ઉંચા છે. તેના મૂલ વજમય, કંદ રિઠ રનમય, નાલવૈડૂર્યમય છે, પબો જાંબૂનદમય, કર્ણિકા કનકમય, કેસરા તપનીય છે. તે કમળોની કર્ણિકા અઈયોજન લાંબી, પહોળી, એક કોશ ઉંચી છે. તેના ઉપર બે દેવીઓના ભવન છે. ઇત્યાદિ - મહાહિમવત પર્વતમાં મહાપાદ્રહ અને કમી પર્વતમાં મહાપુંડરીક દ્રહ છે. તે બંને પ્રહ ૨૦૦૦ યોજન લાંબા, ૧૦૦૦ યોજન પહોળા છે. બે યોજનના લાંબા-પહોળા કમળવાળા છે. તેમાં બે દેવી વસે છે. મહાપાદ્રહમાં હીદેવી અને મહાપંડરીકમાં બુદ્ધિદેવી છે. • x • નિષધ પર્વતમાં તિબિંછિદ્ધહમાં ધૃતિદેવી, નીલવંત પર્વત પર કેશરીધ્રહમાં કીર્તિદેવી વસે છે. તે બે દ્રહો ૪૦૦૦ યોજન લાંબા, ૨૦૦૦ યોજન પહોળા છે. • x - પૂ. ઇત્યાદિ - તેમાં રોહિત નદી, મહાપડાદ્રહથી દક્ષિણ તોરણથી નીકળીને ૧૬o૫ યોજનથી કંઈક અધિક દક્ષિણના પર્વતે જઈને હારના આકારધારી, સાતિરેક ૨00 યોજન પ્રમાણ, મગર મુખ પ્રવાહ વડે મહાહિમવતુ પર્વતના રોહિત નામક કુંડમાં પડે છે. મગરમુખ જીભ એક યોજન લાંબી, ૧દા યોજન પહોળી, ૧ કોશ જાડી છે. રોહિતપ્રપાતકુંડરી રોહિતનદી દક્ષિણ તોરણથી નીકળી હૈમવત ક્ષેત્રના મધ્યભાગવત શબ્દાપાતી વૃત વૈતાદ્યથી અર્ધયોજન દૂરથી ૨૮,૦૦૦ નદી સહિત ગતીને નીચે ભેદીને પૂર્વેથી લવણ-સમુદ્રમાં મળે છે. રોહિત નદી પ્રવાહે ૧ી યોજન પહોળી, એક કોશ ઊંડી છે, પછી ક્રમશઃ વૃદ્ધિ પામતી મુખમાં ૧૫ યોજન પહોળી, શા યોજના ઊંડી તેમજ બંને પાસે બે વેદિકા અને બે વનખંડ વડે યુક્ત છે. એવી રીતે સર્વ મહાનદીઓ, પર્વતો, કૂટો અને વેદિકાદિથી યુક્ત છે. હકિાંતા નદી મહાપદાદ્ધહસ્થી જ ઉત્તર દિશાના તોરણદ્વારા નીકળીને કંઈક અધિક ૧૬૦૫ યોજના ઉત્તરાભિમુખ થઈને પર્વત ઉપરથી જઈને સાધિક ૨૦૦ યોજન પ્રમાણ પ્રપાત વડે હરિકાંતા કુંડમાં તેમજ પડે છે. મગરમુખ જીભનું પ્રમાણ પૂર્વોક્તથી બમણું જાણવું. તે પ્રપાતકુંડથી ઉત્તરદિશાના તોરણ દ્વારા નીકળીને હરિવર્ષોગના મધ્યભાગવર્તી ગંધાપાતી વૃતવૈતાઢ્ય પર્વતથી યોજન દૂર રહીને, પશ્ચિમાભિમુખ થઈને ૫૬,૦૦૦ નદીઓ સહિત સમુદ્રમાં જાય છે. આ હરિકાંતાબદી રોહિત નદીથી બમણી છે. - ઇ. ઇત્યાદિ - “જંબૂદ્દીવે ત્યાદિ.” અભિલાપના સૂચન માટે છે. હરિત મહાનદી તિથિંછિદ્રહની દક્ષિણ દિશાના તોરણ દ્વારા નીકળીને સાધિક ૩૪૧ યોજના દક્ષિણાભિમુખ થઈને પર્વત ઉપર જઈ સાધિક ૪૦૦ યોજન પ્રમાણવાળા પ્રપાત વડે ૧૦૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હરિકુંડમાં પડીને પૂર્વના સમુદ્રમાં પડે છે. શેષ હરિકાંતા નદી માફક જાણવું. શીતોદા મહાનદી તિબિંછિદ્રહની ઉત્તરદિશાના તોરણ દ્વારા નીકળીને તેટલા જ યોજન પ્રમાણ પર્વત ઉપર ઉત્તરાભિમુખ થઈને સાધિક 800 યોજન પ્રમાણ પ્રપાત વડે શીતોદાકુંડમાં પડે છે. મગરમુખજીબિકા ચાર યોજન લાંબી, ૫૦ યોજન પહોળી એકયોજન જાડી છે. શીતોદાકુંડથી ઉત્તરના તોરણદ્વારા નીકળીને દેવકુનો વિભાગ કરતી ચિત્ર-વિચિત્ર કૂટવાળા બે પર્વતોને અને નિષધદ્રહાદિ પાંચ દ્રહોના બે ભાગ કરતી ૮૪,૦૦૦ નદીઓ સાથે મળતી ભદ્રશાલવન મધ્યે મેરથી બે યોજન દૂર રહીને ત્યાંથી પશ્ચિમાભિમુખ ફરીને વિધુપ્રભ વક્ષસ્કાર પર્વતના નીચેના ભાગને વિદારીને મેરની પશ્ચિમ દિશાથી પશ્ચિમ મહાવિદેહના મધ્ય ભાગ દ્વારા એક એક વિજયમાંથી ૨૮-૨૮ હજાર નદીઓ સાથે મળીને જયંતદ્વાની નીચેથી પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે. શીતોદા નદી પ્રવાહમાં ૫૦ યોજન પહોળી અને એક યોજન ઉંડી છે, ત્યારપછી અનુક્રમે વધતી વધતી મુખમાં ૫૦૦ યોજન પહોળી અને દશ યોજન ઊંડી થાય છે. સંધૂ ઇત્યાદિ - શીતા મહાનદી કેશરીદ્રહના દક્ષિણ તોરણેથી નીકળી, કુંડમાં પડીને, મેરુ પર્વતના પૂર્વથી પૂર્વવિદેહના મધ્યથી વિજયદ્વારની નીચેથી પૂર્વ સમુદ્રમાં પ્રવેશે છે. શેષ વકતવ્યતા શીતોદા સમાન જાણવી. નારીકાંતા નદી ઉત્તરના તોરણથી નીકળીને મ્યકકોઝનો વિભાગ કરતી હરિત મહાનદીની વકતવ્યતા સમાન રમવર્ષના મધ્યથી પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે. પર્વ. ઇત્યાદિ - નમ્યાંતા મહાનદી મહાપુંડરીક દ્રહમાંથી દક્ષિણના તોરણ દ્વારેથી નીકળીને રમ્ય વર્ષના વિભાગ કરતી, હરિકાંતાની વક્તવ્યતા મુજબ પૂર્વ સમુદ્રમાં પ્રવેશે છે. રૂકૂલા નદી મહાપુંડરીક દ્રહના ઉત્તસ્તા તોરણેથી નીકળી રણ્યવત ક્ષેત્રના બે વિભાગ કરતી રોહિત્ નદીની વક્તવ્યતા મુજબ પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે. યૂ ઇત્યાદિ - પડવું તે પ્રપાત, તેના વડે ઓળખાતો પ્રહ તે પ્રપાતદ્રહ. અહીં જ્યાં હિમવત્ આદિ પર્વતથી ગંગાદિ મહાનદી ધોધથી નીચે પડે છે, તે પ્રપાતદ્રહ એટલે પ્રપાતકુંડ. હિમવત વર્ષધર પર્વતની ઉપર રહેલ પડાદ્રહના પૂર્વ તોરણથી, નીકળીને પૂર્વાભિમુખ ૫૦૦ યોજન થઈને ગંગાવર્તન કૂટે પાછી વળતા સાધિક પ૨૩ યોજન સુધી દક્ષિણદિશાભિમુખ પર્વત જઈને ગંગા મહાનદી લંબાઈ વડે અર્ધયોજના પ્રમાણ, પહોળાઈ વડે ૬ યોજનવાળી, જાડાઈ વડે અર્ધકોશ જીભિકાથી યુક્ત હોવા કાડેલા મગરના મુખ્ય સમાન ધોધ વડે સાધિક ૧oo યોજન પ્રમાણવાળા અને મુક્તાવલી જેવા પ્રપાતથી ગંગાપપાતકુંડમાં પડે છે. તે કુંડ ૬૦ યોજન લાંબો અને પહોળો, કંઈક ન્યૂન ૧0 યોજન પરિધિવાળો દશ યોજન ઊંચો અને વિવિધ મણિ તિબદ્ધ તે કુંડની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશામાં ત્રણ ત્રણ પગથિયા પ્રતિરૂપક છે. તે વિચિત્ર તોરણયુક્ત છે, મધ્યભાગે ગંગાદેવીનો દ્વીપ છે, તે દ્વીપ આઠ યોજન લાંબો-પહોળો, સાધિક ૨૫ યોજનાનો પરિક્ષેપ છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy