SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧૬૩ થી ૬૯ વળી બીજા તસ્કારણ ઉત્પન્ન થવાથી મંગાદિ વડે અસાધ્ય છે. પણ કર્મના ક્ષયોપશમાદિ વડે જ સાધ્યપણું છે. આ કારણથી જ કહ્યું છે કે - મોહોન્માદ અતિશય દુ:ખવેધ અને દુ:ખ વિમોચ્ય જ છે. ઉન્માદથી પ્રાણી પ્રાણાતિપાતાદિરૂપ દંડમાં પ્રવર્તે છે અથવા દંડભાજન બને છે. તેથી દંડ કહે છે [૬૯] દંડ - પ્રાણાતિપાતાદિ, તે અર્થ માટે - ઇન્દ્રિયાદિ પ્રયોજન માટે જે કરાય છે, તે અર્થદંડ છે અને નિપ્રયોજન હિંસાદિ અનર્થદંડ છે. ઉક્ત હ સર્વ જીવોને વિશે ચોવીશ દંડક વડે નિરૂપણ કરે છે. નારકની. માફક અર્થદંડ અને અનર્થદંડના કથન વડે ચોવીશ દંડક જાણી લેવા. વિશેષ એ કે - નારકનું વશરીર રક્ષાર્થે બીજાને માસ્વારૂપ અર્થદંડ અને વિશેષ હેષ માત્રથી હણવારૂપ અનર્થદંડ હોય. પૃથ્વીકાયિકાદિને અનાભોગે પણ આહારના ગ્રહણ કરવામાં જીવવધના સદભાવથી અર્ચડ અને અન્યથા અનર્થદંડ હોય અથવા બંને દંડ પણ ભવાંતરમાં અદિડાદિની પરિણતિથી હોય છે... સમ્યગ્ગદર્શનાદિ યુકત જીવોને જ દંડ નથી. આ કારણથી રત્નત્રયને નિરૂપવા ઈચ્છતા સૂત્રકાર સામાન્યપણે પ્રથમ દર્શનનું નિરૂપણ કરે છે. • સૂત્ર-૩૦ : દર્શન બે પ્રકારે છે : સમ્યગ્દર્શન, મિચ્છાદન સમ્યગ્દર્શન બે ભેદ - નિસર્ગ સમ્યગ્રદર્શન અને અભિગમ સમ્યગ્રદર્શન. નિસર્ગ સમ્યગ્દર્શન બે ભેદ - પતિપતિ પતિપાતિ. અભિગમ સમ્યગદર્શન બે ભેદે - પતિપતિ, આપતિપતિ મિશ્રાદશન બે ભેદે • અભિગ્રહિક મિથ્યાદર્શન અનભિગ્રહિક મિશ્રાદશન. અભિગ્રહિક મિથ્યાદર્શન બે ભેદ : અંતસહિત, આંતરહિત. અનભિગ્રહિક મિચ્છાદન પણ આ જ બે ભેદે છે. • વિવેચન-૩૦ : સુવિધે. ઇત્યાદિ સાત સૂણો સુગમ છે. વિશેષ એ કે - દૃષ્ટિ - દર્શન એટલે તત્વોને વિશે રુચિ. સમ્યગ્ર અવિપરીત, જિનદર્શનને અનુસરનારું, તથા મિથ્યાવિપરીત [મિયાદર્શન. સમ્યગદર્શન - નિસર્ગ, સ્વભાવ કે અનુપદેશ એ શબ્દો એકાઈક છે અને અભિગમ, અધિગમ એટલે ગુરઉપદેશ આદિ રૂપ. જેમકે મરદેવીને થયું તે નિસર્ગસમ્યગદર્શન અને ભરતકીને થયું તે અધિગમ સમ્ય દર્શન જાણવું. [અહીં બે સુઝો પુરા થયા.] નિસf. - પડવાના સ્વભાવવાળું તે પ્રતીપાતિ સમ્યગુદર્શન, તે ઔપથમિક અને ક્ષાયોપથમિક છે. અપ્રતિપાતિ તે ક્ષાયિક [સમ્યકત્વ જાણવું. તેમાં પશમિકાદિ ત્રણના લક્ષણ ક્રમથી કહે છે - ઉપશમ શ્રેણિમાં પ્રવેશેલાને અનંતાનુબંધી ચતુર્કનો અને ત્રણ દર્શનમોહનીયના ઉપશમથી ઔપશમિક સમ્યકત્વ હોય છે. અથવા જે અનાદિ મિથ્યાષ્ટિ છે, જેણે સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્ર નામક શુદ્ધ, શુદ્ધ, ઉભયરૂપ મિથ્યાત્વ પુદ્ગલના ત્રણ પુંજ કરેલ નથી, વળી જેણે મિથ્યાદર્શન ખપાવેલ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી એવો જે જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરે તેને પથમિક સમ્યકત્વ હોય છે. તે કેવી રીતે ? અહીં આ જીવને જે મિથ્યાદર્શન મોહનીય ઉદયમાં આવેલું છે, તે અનુભવ વડે જ નાશ પામ્યું, અન્ય [મિથ્યાત્વ મોહનીય] મંદ પરિણામપણે ઉદયમાં નહીં આવેલું. તેથી અંતમુહૂર્ત કાળ માત્ર ઉપશાંત રહે છે. ઉદયનો અટકાવ રહે તેટલો કાળ જીવને પશમિક સમ્યકત્વનો લાભ થાય છે. અંતમુહર્ત માત્ર કાળ હોવાથી જ ઉપશમ સમકિતનું પ્રતિપાતિવ છે. અનંતાનુબંધીનો ઉદય થતાં ઉપશમ સમ્યકાવથી પડતા જીવને જે સાસ્વાદન સાકd કહેવાય છે, તે ઔપથમિક જ છે. તે પણ પ્રતિપાતિ જ છે. તેનું માન જઘન્યથી સમય માત્ર અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ છે. તથા અહીં જે મિથ્યાદર્શનના દલિકો ઉદયમાં આવેલા તે ક્ષય પામ્યા અને જે ઉદયમાં ન આવેલ તે ઉપશાંત થયેલ છે. ઉપશાંત નામક વિડંભિત ઉદય, મિથ્યાસ્વભાવ દૂર કરેલ હોય તે અહીં ક્ષયોપશમાં સ્વભાવ અનુભવમાનને ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. (શંકા ઉપશમ સમકિતમાં પણ ક્ષય અને ઉપશમ છે, ક્ષાયોપથમિકમાં પણ આ બંને છે, તો આ બેમાં શો ભેદ છે? [સમાધાન ક્ષાયોપથમિકમાં જે શિદ્ધપુંજ દલિકો વેદાય છે, તે ઔપથમિકમાં વેદાતા નથી. ક્ષાયોપથમિકમાં પૂર્વે જે દલિક ઉપશાંત કરેલ છે, તે સમય સમય પ્રત્યે ઉદયમાં આવે છે, વેદાય છે, ક્ષય પામે છે. પથમિક તો ઉદયનો અટકાવ માત્ર છે. • x- ક્ષાયોપથમિક સકવ જઘરાથી અંતર્મહd સ્થિતિક અને ઉકાટથી સાગરોપમથી કંઈક અધિક સ્થિતિવાળું હોવાથી પ્રતિપાતિ છે. જે કે ાપકને સમ્યગદર્શનદલિકના છેલ્લા પુદ્ગલના અનુભવરૂપ વેદક કહેવાય છે, તે વેદક પણ ક્ષાયોપથમિકનો ભેદ હોવાથી પ્રતિપાતી જ છે. તથા મિથ્યાત્વ, સમ્યગુમિથ્યાત્વ અને સમ્યકત્વ મોહનીયના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. કહે છે - અનંતાનુબંધી ચતુકના ક્ષય પછી] સંસારના મૂળ કારણભૂત ત્રણ પ્રકારે દર્શનમોહ ફાય થતાં અતિ વિશુદ્ધ, અતુલ્ય, ક્ષાયિક સમ્યકત્વ થાય છે. તે ક્ષાયિકપણે હોવાથી અપતિપાતી છે. તેથી સિદ્ધત્વમાં પણ સાથે રહે છે. fપછી સUT- જેમાં અભિગ્રહ કુમતનો સ્વીકાર છે, તે અભિગ્રહિક મિથ્યાદર્શન જાણવું... બrg. અભિગ્રહિક મિથ્યાદર્શન, સમ્યકત્વ પ્રાપ્ત થતાં જેનો અંત થાય તે સપર્યવસિત. અભવ્યને સમ્યકત્વની પ્રાપ્તિ ન હોવાથી અપર્યવસિત છે. તે મિથ્યાત્વ માત્ર પણ અતીતકાલીન નયની અનુવૃત્તિ વડે અભિગ્રહિક એવો વ્યપદેશ કરાય છે. અનભિગ્રહકિ મિથ્યાદર્શન ભવાજીવને સપર્યવસિત અને અભયને અપર્યવસિત હોય છે. તેથી કહ્યું કે - પર્વ મwifષ ઇત્યાદિ. દર્શનને કહ્યું હવે જ્ઞાનને કહે છે. તેમાં સૂગ-૭૧માં ૨૩-પેટા સૂત્રો છે. • સૂત્ર-૭૧ - ૧-જ્ઞાન બે ભેદે - પ્રત્યક્ષ, પરોક્ષ. -પ્રત્યક્ષ જ્ઞાન બે ભેદે - કેવલ જ્ઞાન,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy