SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૬૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાધન સિવાય ધન, ધાન્યાદિ પરિગ્રહોને. • x - x • તેિમાં ૧૧-સૂત્રો છે.]. [૧] ઉક્ત કેવલિ પ્રરૂપિત ધર્મને શ્રવણ બુદ્ધિએ ન સાંભળવા પામે. ]િ શુદ્ધ સમ્યકત્વ ન અનુભવે અથવા વિભક્તિ પરિણામથી શુદ્ધ બોધિ વડે જાણવા યોગ્ય જીવાદિ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા ન કરે. [] દ્રવ્યથી લોથ વડે અને ભાવથી કપાયાદિ દૂર કરવા વડે મૂંડ થઈને ગૃહથી ન નીકળે. વત્સ શબ્દના સંબંધથી કેવલ પરિપૂર્ણ પ્રતયા ન પામે. [૪] આ રીતે પૂર્વે જેમ જોડેલ છે તેમ પછીના વાક્યોમાં યો ટાઈIT ઇત્યાદિ વાક્યો જાણવા. * અબ્રહ્મના વિરામ વડે સત્રિમાં સૂવું કે બ્રહ્મચર્યવાસ ન સેવે. [૫] પૃથ્વીકાયિકાદિ રક્ષણ લક્ષણ વડે આત્માને સંયમિત ન કરે. [૬] આશ્રવ નિરોધ લક્ષણ વડે આશ્રવ દ્વારોને બંધ ન કરે. [] પરિપૂર્ણ-પોતાના સર્વ વિષયોને ગ્રહણ કરનાર અભિનિબૌધિક જ્ઞાનઅર્થને અભિમુખ, અવિપર્યય હોવાથી નિયત, અસંશય હોવાથી બોધ-વેદન તે અભિનિબોધ, તે જ આભિનિબોધિક, તેનું જ્ઞાન તે અભિનિબોધિક જ્ઞાન - તે ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિતવાળું છે, ઓઘણી બધાં દ્રવ્ય અને અસર્વપર્યાયિ વિષયવાળું મિતિજ્ઞાન] ઉત્પન્ન ન કરે. આ રીતે ઉત્તરપદોમાં પણ જાણવું. ૮િશ્રુતજ્ઞાન - જે સંભળાય છે શ્રુત-શબ્દ જ છે, તે ભાવકૃતનું કારણ હોવાથી જ્ઞાન તે શ્રુતજ્ઞાન. તે શ્રતગ્રંથને અનુસનારું છે. ઓઘથી સર્વ દ્રવ્ય અને અસર્વપર્યાયિ વિષયક અક્ષરગ્રુત આદિ ભેદવાળું છે તે ન પામે.] | [] અવધિજ્ઞાન - જેવી અને જેને વિશે મર્યાદા કરાય છે તે અવધિ અથવા નીચે નીચે વિસ્તરતું અને મર્યાદા વડે જે જણાય તે અવધિ, તે અવધિજ્ઞાન આવરણના ક્ષયોપશમરૂપ જ છે. કેમકે તેના ઉપયોગનો હેતુ છે અથવા અવધાનવિષયનું જાણવું તે અવધિ. અવધિ એવું જ્ઞાન તે અવધિજ્ઞાન. તે ઇન્દ્રિય અને મનની અપેક્ષારહિત આત્માથી રૂપી દ્રવ્યનું સાક્ષાત્ કરવું. તેિ ન પામે. [૧૦] મન:પર્યવજ્ઞાન-મનમાં કે મનનું પચ્છેિદ, તે જ જ્ઞાન અથવા મનના પર્યવો-પર્યાયો કે પર્યયો-અવસ્થા વિશેષ, તે મન:પર્યવ આદિ, તેઓનું કે તેઓને વિશે જે જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. એવી રીતે બીજા વિષયમાં પણ જાણવું. અઢીદ્વીપ રૂપ મનુષ્ય ફોગમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિયો વડે ચિંતન કરાતા મનોદ્રવ્યને પ્રત્યક્ષ કરનારું છે. તે ન પામે.] || [૧૧ કેવલજ્ઞાન :- કેવલ-અસહાય, મતિ આદિની અપેક્ષારહિત હોવાથી એકલું અથવા આવક મલના અભાવથી કલંકરહિત થવા સમગ્ર જ્ઞાનાવરણાદિના અભાવથી પ્રથમપણાને સંપૂર્ણ ઉત્પત્તિ હોવાથી સંપૂર્ણ છે અથવા તેના જેવું બીજું કોઈ ન હોવાથી અસાધારણ છે. અથવા શેયના અનંતપણાથી અનંત છે એવું જે જ્ઞાન છે કેવલજ્ઞાન (તે ન પામે.] જીવ જ્ઞાન-ક્રિયારૂપ ધમદિને કઈ રીતે પામે, તે કહે છે– • સૂત્ર-૬૫,૬૬ - દિ૫] બે સ્થાનોને જાણીને અને ત્યાગીને આત્મા કેવલિ પ્રજ્ઞત ધર્મને શ્રવણપણા વડે પ્રાપ્ત કરે - આભ અને પરિગ્રહ. એવી રીતે યાવતુ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે... [૬૬] બે સ્થાને આત્મા કેવલિપજ્ઞપ્ત મને શ્રવણપણા વડે પામે - સાંભળીને અને જાણીને. ચાવતુ કેવલજ્ઞાન ઉપાર્જે • વિવેચન-૬૫,૬૬ :[૬૫] અTET - આ સૂત્ર સુગમ છે, વૃત્તિકારે તેની વ્યાખ્યા કરેલ નથી. [૬૬] ધમદિના લાભમાં બીજા બે કારણોને કહે છે - યોd - આદિ સુગમ છે. ફક્ત શ્રવણભાવ વડે, •x • સાંભળીને ધમદિનું જ સ્વીકારવું થાય છે. તે સારી રીતે જાણીને, ધમને જાણે. કહ્યું છે કે - મનુષ્ય સદ્ધર્મના શ્રવણથી જ પાપ રહિત, તત્વજ્ઞ, મહાસત્વ અને પરમ સંવેગને પામે. ધર્મની ઉપાદેયતા જાણીને, તેમાં ભાવથી ઇચ્છાવાળો થઈને, પોતાની શક્તિ વિચારીને ગ્રહણ કQામાં દેઢતાથી પ્રવર્તે. એ રીતે બોધિને પામે યાવતુ કેવળજ્ઞાનને ઉપાર્જે. કેવળજ્ઞાન કાળ વિશેષથી થાય, તેથી હવે ‘કાળ'ને કહે છે• સૂર-૬૭ થી ૬૯ :૬િ] બે સમયો કહ્યા છે અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ. ૬િ૮] ઉન્માદ બે ભેદ છે . યક્ષાવેશરૂપ અને મોહનીયકર્મના ઉદયથી. તેમાં જે યક્ષાવેશ છે તે સુખેથી વેદાય છે અને સુખેથી જી શકાય છે અને જે ઉન્માદ મોહનીસકર્મના ઉદયથી છે તે દુઃખવેધ અને દુત્યાજ્ય છે. [૬૯] દંડ બે કહ્યા છે . દંડ અને અનર્થદંડ. નૈરયિકોને બે દંડ કહ્યા છે . આદિંડ, અનર્થદંડ. આ રીતે ચોવીસે દંડકમાં ચાવત્ વૈમાનિકને જાણવું. • વિવેચન-૬૭ થી ૬૯ :[૬] HIT - કાલ વિશેષ છે. બાકી સૂત્ર સુગમ છે. [વૃત્તિ નથી.] [૬૮] કેવલજ્ઞાન, મોહનીયજન્ય ઉત્પાદન ક્ષયથી થાય છે. તેથી અહીં સામાન્યથી ઉન્માદનું નિરૂપણ કરે છે. ઉન્માદ-ગ્રહ, બુદ્ધિનું વિપરીતપણું. (૧) ચક્ષાવેશ - દેવનું અધિષ્ઠિતપણું. તેથી થયેલ ઉન્માદ તે યક્ષાવેશ. (૨) મોહનીય - દર્શનમોહનીયાદિ કર્મના ઉદયથી થયેલ ઉન્માદ. તે બેમાં જે યક્ષાવેશ વડે થાય તે સુખવધતર છે અર્થાત્ મોહજન્ય ઉન્માદ અપેક્ષાએ ઘણો જ ઓછો અનુભવાય છે, કેમકે ચક્ષાવેશને અનૈકાંતિક અને અનાત્યંતિક ભમપણું હોય છે. વળી તે બહુ સુખે દૂર કરી શકાય છે, તે જ સુખવિમોચ્યતર છે. કેમકે તે મંત્ર, ઔષધિ આદિ વડે સાધ્ય છે. અત્યંત સુખેથી તે પ્રાણીને છોડી દે છે, તેથી સુખવિમોચતક છે. મોહથી થયેલ ઉન્માદ તેનાથી વિપરીત છે, કેમકે એકાંતિક, આત્યંતિક ભ્રમસ્વભાવપણાથી, અત્યંત અનુચિત પ્રવૃત્તિના હેતુત્વથી અનંતભવનું કારણ છે,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy