SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૬૨,૬૩ ૬૮ પ્રકારમંતરથી પણ કહે છે - અથવા દીર્ધકાળ, અકાળ આદિ સુગમ છે. જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાનાદિ મોક્ષ ફળદાયી છે, તેથી કહે છે [3] ને સ્થાન થતુ ગુણ વડે યુક્ત અનગાર-“જેને ઘર નથી તે” . સાધ, જેને આદિ નથી તે અનાદિ, સામાન્ય જીવની અપેક્ષાએ જેનો અંત નથી તે અનવદગ્ર, લાંબો છે કાળ જેનો તે દીર્ધદ્ધ - x • અથવા દીધું છે માર્ગ જેને વિશે તે દીધd, નકાદિ ચાર ગતિ વડે ચતુરંત - x • ભવ અરયને ઉલ્લંઘે છે. તે આ પ્રમાણે - (૧) જ્ઞાન વડે, (૨) ચારિત્ર વડે. અહીં ભવ અરણ્યનો પાર પામવામાં જ્ઞાન અને ચારિત્રનું એકી સાથે જ કારણપણું જાણવું. એકલો જ્ઞાન કે ક્રિયાથી આ લોકસંબંધી કાર્યોમાં પણ અકારણવ છે. શંકા - જ્ઞાન-ચરણમાં કારણપણાએ સામાન્ય કથન કરવા છતાં જ્ઞાન જ પ્રધાન છે, ચા»િ નહીં અથવા જ્ઞાન જ એક કારણ છે ક્રિયા નહીં-X - X - X સમાધાન - આ શંકા અયોગ્ય છે. કેમકે જે જ્ઞાનથી જ ક્રિયા થાય છે, તે ક્રિયા વડે ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, આ કારણથી જ જ્ઞાન અને ક્રિયા બંને ઈષ્ટ છે. જો એમ નહીં માનો તો જ્ઞાનનું ફળ ક્રિયા છે, તે ક્રિયાની કલપના નિષ્ફળ થશે ક્રિયા હિત જ્ઞાન જ કાર્યને સિદ્ધ કરે. ફક્ત જ્ઞાન કાર્યનું સાધક ન થાય કેમકે તમે કિયાનો સ્વીકાર કરેલ છે. જ્ઞાન અને ક્રિયાના સ્વીકારમાં જ્ઞાન એ પરંપરામાં ઉપકારક છે અને ક્રિયા અનંતર ઉપકારક છે, તેથી ક્રિયા પણ પ્રધાનતર કારણ યોગ્ય છે, પણ અપ્રધાનવ કે અકારણવ કહેવું યોગ્ય નથી. બંને એકી સાથે ઉપકારક છે. તેથી બંને પ્રધાન કારણ છે તેમ કહેવું યોગ્ય છે. વળી જે વાદી ક્રિયાનું અકારણપણું સ્વીકારે છે, તે વાદી પ્રત્યે આ વિશેષપણે કહેવાય છે - ક્રિયા જ સાક્ષાત્ કાર્યની કરનારી હોવાથી અંત્ય કારણ છે, જ્ઞાન તો પરંપર ઉપકારી હોવાથી અનંત્ય કારણ છે. આથી અહીં કયો હેતુ છે કે તમે અત્યા કારણ છોડીને અનંત્ય કારણને ઇચ્છો છો? વળી જો જ્ઞાન-ક્રિયાનું સહચારીપણું સ્વીકારો છો તો આ કારણથી પણ જ્ઞાન જ કારણ છે, ક્રિયા આ કથનમાં હેતુ નથી. વળી જે તમે વધવાને ત્યારે કહ્યું - તેમાં ડ્રોયનું જાણવું તે જ્ઞાન જ અને જે રાગાદિનો ઉપશમ તે સંયમ કિયા જ છે અને તે જ્ઞાનરૂપ કારણથી થાય તેમ અમો પણ સ્વીકારીએ છીએ. પણ ભવના વિયોગના કથનરૂપ જ્ઞાન ક્રિયાના ફળમાં આ વિચાર [વિવાદ] પ્રાપ્ત થાય છે કે ભવવિયોગરૂપ ફળ તે શું જ્ઞાનનું? ક્રિયાનું કે બંનેનું છે ? તે જ્ઞાનનું જ નથી, કેમકે તેનું ફળ ક્રિયા છે. કેવલ ક્રિયાનું પણ ફળ નથી. કેમકે ઉન્મત્તની ક્રિયા માફક તે માત્ર ક્રિયા છે. આ કારણથી છેવટના પરિણામથી જ્ઞાનસહિત ક્રિયાનું જ મોક્ષ ફળ છે, તેમ કહેવું યોગ્ય છે, જે તમે કહો છો કે . મંત્રાદિના સ્મરણાત્મક જ્ઞાન માથી જ સાક્ષાત ફળ મળે છે, તેમાં અમે કહીએ છીએ - મંત્રોમાં પણ જાપ વગેરે ક્રિયાનો સાધનભાવ છે, મંત્રજ્ઞાનનો નહીં. અહીં કોઈ કહે કે આ પ્રત્યક્ષ વિરુદ્ધ છે, કેમકે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ક્યાંક મંત્રના ચિંતન મગના જ્ઞાનથી ઇષ્ટ ફલ જોવાય છે તો અમે કહીશું કે - તે ફળ મંત્રના જ્ઞાનમાત્રથી થતું નથી કેમકે ચિંતન માત્ર જ્ઞાનને ક્રિયાહિતપણું છે. જે અક્રિય છે, તેનાથી કાર્ય ઉત્પન્ન ન થાય. જે કાર્યને ઉત્પન્ન કરે છે તે કુંભારની જેમ અક્રિય ન હોય. તેથી આ કથન પ્રત્યક્ષ વિરુદ્ધ નથી કેમકે જ્ઞાન સાક્ષાત્ ફળને નજીક લાવનારું દેખાતું નથી. [શંકા જો મંત્રજ્ઞાન વડે થયેલ ઇષ્ટ ફળ નથી, તો કોનાથી તે ફળ થાય છે? [સમાધાન તે સમયે મંત્રાધીન દેવતા વિશેષથી ઇષ્ટ ફળ મળે છે. દેવામાં સક્રિયપણું હોવાથી ક્રિયા વડે થયેલ ઇષ્ટ ફળ છે, કેવળ મંત્ર જ્ઞાન વડે નહીં. [શંકા શાસ્ત્રમાં સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષ માર્ગ કહ્યો છે, અહીં જ્ઞાન-ક્રિયા વડે કહ્યું, તો તેમાં વિરોધ કેમ ન થાય? વળી બે સ્થાનકના અનુરોધથી આ કથન છે, માટે વિરોધ નથી એમ કહેવું પણ યોગ્ય નથી. | (સમાધાન જ્ઞાનના પ્રહણ વડે દર્શન પણ અવિરુદ્ધ જાણવું, જ્ઞાનનો ભેદ હોવાથી સમ્યગુદર્શનનું ગ્રહણ જાણવું. જેવી રીતે અવબોધાત્મક જ્ઞાન છતાં મતિના અનાકારપણાથી અવગ્રહ અને ઇહા બંને દર્શન છે, સાકારપણાથી અપાય અને ધારણા બંને જ્ઞાન છે. એ રીતે વ્યાપારવાળું જ્ઞાન હોવાથી અપાયનો જે રૂચિરૂપ અંશ તે સમ્યગદર્શન છે. • x • માટે વિરોધ નથી. સૂત્રમાં અવધારણ તો જ્ઞાનાદિ સિવાય કોઈ ઉપાય ભવભવચ્છેદ માટે નથી તેમ દશવિ છે. જ્ઞાન અને સાત્રિને આત્મા કેમ નથી પામતો ? તે હવેના સૂત્રમાં કહે છે• સૂત્ર-૬૪ - બે સ્થાનને જાણ્યા સિવાય આત્મા કેવલિપત ધર્મને સાંભળવા પામતો નથી . આરંભ અને પરિગ્રહ.. બે સ્થાનોને જાણીને છોડ઼ા વિના આત્મા શુદ્ધ બોધિ પામે નહીં તે આરંભ અને પરિગ્રહ, બે સ્થાનોને જાણીને છોડ્યા સિવાય આત્મા મુંડ થઈને, ઘરથી નીકળીને અણગાર પ્રવજયા ન પામે - તે આ આરંભ અને પરિગ્રહ.. એ પ્રમાણે - શુદ્ધ બ્રહ્મચર્યવાસમાં ન વસે.. શુદ્ધ સંયમથી સંયમિત ન થાય. શુદ્ધ સંવરથી સંવરે નહીં. પરિપૂર્ણ મતિજ્ઞાનને ન પામે.. શ્રુતજ્ઞાનને.. અવધિજ્ઞાનને. મન:પર્યવજ્ઞાનને.. કેવલજ્ઞાનને ન પામે. [આ રીતે અહીં-૧૧-સુકો કહેલા છે.) • વિવેચન-૬૪ : બે વસ્તુને જ્ઞપરિજ્ઞા વડે ન જાણીને કે - આ આરંભ-પરિગ્રહ અનર્થને માટે છે તથા હવે મારે આનું પ્રયોજન નથી. એ રીતે પરિહાર અભિમુખ દ્વાર વડે પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પચ્ચખાણ ન કરીને જેમ બ્રહ્મદd માફક વિરક્ત ન થાય કયાંક સારવાર એવો પાઠ છે, ત્યાં સ્વરૂપથી તે બેને ગ્રહણ ન કરીને આત્મા જિનોક્ત શ્રતધર્મ શ્રવણભાવથી ન સાંભળે. તે આ પ્રમાણે બાજ • ખેતી આદિ દ્વારા પૃથ્વી આદિના ઉપમર્દનરૂપ. પરિપ્રદ • ધર્મના
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy