SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧૮ થી ૬૦ કે અજીવ આવાયની જાણવી. તથા જીવ કે અજીવને વિદારે છે અથવા અસમાનભાષામાં વહેંચતો દ્વભાષિક જે વિચારે તે વિચારણી - x • અથવા જીવને જે ઠગે છે તે જીવ વૈતારિણી. તેવા ગુણ ન હોવા છતાં તેવો કહીને પુરુષને ઠગવાની બુદ્ધિ વડે કે અજીવ વસ્તુને એ રીતે વર્ણવવી તે જીવ પૈતરણી અને અજીવ વૈતારિણી. આ બધું અતિદેશ વડે કહે છે - “જેમ તૈમૃષ્ટિકી” બીજી રીતે ક્રિયા બે ભેદ - અનાભોગ/અજ્ઞાન નિમિત્ત જે ક્રિયાનું છે તે અનાભોગપ્રત્યયા તથા સ્વશરીરાદિનું અનપેક્ષવ જે ક્રિયાનું નિમિત છે, તે અનવકાંક્ષ પ્રત્યયા. અનાભોગ, બે ભેદ-ઉપયોગરહિત જીવનું જે વઆદિ વિષયમાં ગ્રહણપણે તે અનાયુક્ત આદાનતા તથા ઉપયોગરહિત પાસાદિની જે પ્રમાર્જનતા તે અનાયુક્ત પ્રમાર્જનતા. તા પ્રત્યય ભાવવિધક્ષાચી છે. તથા અનવકાંક્ષ પ્રત્યયા પણ બે ભેદે છે. - સ્વ શરીરને ક્ષતિકારી કર્મો કરનારની ક્રિયા તે આત્મશરીર અનવકાંક્ષ પ્રત્યયા અને બીજાના શરીરને ક્ષતિકારક ક્રિયા તે પરશરીર ચાનવકાંક્ષ પ્રત્યયા ક્રિયા છે. બે ક્રિયા ઇત્યાદિ ત્રણ સગો સુગમ છે વિશેષ એ કે - પ્રેમ (રણો તે માયા અને લોભસ્વરૂપ છે અને જે દ્વેષ છે તે ક્રોધ અને માન સ્વરૂપ છે. તે સુગમ હોવાથી તેની અહીં વ્યાખ્યા કરેલ નથી. આ ક્રિયાઓ પ્રાયઃ ગહણીય છે, તેથી ગહને કહે છે. • સૂત્ર-૬૧ : ગઈ બે ભેદે છે . કેટલાંક મન વડે ગહ રે છે, કેટલાંક વચન વડે નહીં કરે છે. અથવા ગઈ બે ભેદે - કોઈ લાંબો કાળ ગઈ કરે છે, કોઈ અાકાળ • વિવેચન-૬૧ - વિધાન કરવું તે - વિધા બે પ્રકારે છે, જેના તે દ્વિવિધા. ગહેવું તે ગહ અર્થાત્ દુશ્ચરિતની નિંદા. તે સ્વ-પર વિષય વડે બે ભેદે છે. મિથ્યાદૃષ્ટિ જીવને અને ઉપયોગરહિત સમ્યગ્દષ્ટિ જીવને દ્રવ્ય ગણ-પધાનગહ હોય છે, કારણ કે દ્રવ્ય એટલે અપ્રધાન. કહ્યું છે - અપ્રધાનપણાના અર્થમાં પણ દ્રવ્ય શબ્દ ક્યાંક દેખાય છે, જેમ ગારમદક સદા અભવ્ય છે, છતાં તે દ્રવ્યાચાર્ય કહેવાય છે. ઉપયોગયુકત સમ્યદૈષ્ટિ જીવને ભાવગહ છે. ગહ ચાર ભેદે છે અથવા ગર્હણીય ભેદથી અનેક પ્રકારે છે. તે ગહ અહીં કરણની અપેક્ષાએ બે ભેદે કહી છે. તેથી કહે છે - મન કે ચિત્ત વડે, અહીં 'વા' શબદ વિકલાર્થે કે અવધારણાર્થે છે, તેથી મન વડે જ નહીં કરે છે - વાણી વડે નહીં. કાયોત્સર્ગમાં રહેલ, દુર્મુખ અને સુમુખ નામક બે પુરુષ વડે નિંદાયેલ કે સ્તવાયેલ, જેણે તેમના વચનથી પોતાના પુત્ર અને રાજ્યનો પરાભવ જાણેલ છે તેમણે મન વડે પુત્રનો પરાભવ કરનાર સામંતો સાથે સંગ્રામ આરંભ્યો, કથિત શમોનો ક્ષય થતાં, પોતાના માથાનો ટોપો લેવા જતાં લોચ કરાયેલ મસ્તકને હાથ વડે સ્પર્શ થતાં [55] ૬૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પશ્ચાતાપરૂપ અગ્નિ વડે જેણે સર્વ કર્મરૂપ ધંધનોને બાળી નાંખ્યા છે, તેવા પ્રસન્નચંદ્ર રાજર્ષિ માફક કોઈ સાધુ નિંદિત કાર્યની નિંદા કરે છે, તેમ વચનથી કે વાચા વડે પણ મનથી નહીં. મનોરંજન કરવા માટે દુષ્ટ આચરણાદિના કહેવાથી ગહમાં પ્રવૃત્ત અંગારમÉકાદિ સાધવત્ પ્રાયઃ કોઈ અન્ય ગહ કરે છે. પણ ભાવથી મન વડે નહીં કરતા નથી. અથવા અહીં મfપ શબ્દ સંભાવના અર્થમાં છે તે આપ શબ્દ વડે આ અર્થ સંભવે છે કોઈ મન વડે પણ ગહ કરે છે, કોઈ અન્ય વચનથી ગહ કરે છે. અથવા કોઈ માત્ર વાણીથી નહીં, મન વડે પણ નહીં કરે તેમ કેવલ મન વડે નહીં, વચન વડે પણ નહીં કરે છે. કોઈ ઉભયચી ગહ કરે છે. બીજી રીતે ગહનું સૈવિધ્ય કહે છે - પૂર્વોક્ત બે પ્રકારની અપેક્ષા વડે પૂર્વની માકક બીજી બે પ્રકારે ગહ કહી છે. ઉપ શબ્દ સંભાવનાર્થે છે. તેથી લાંબાકાળ સુધી પણ કોઈ નહીં કરે છે - જીવનપર્યન્ત કરે છે અથવા દીધું અને હુસ્વનું આપેક્ષિકપણું હોવાથી બીજી રીતે વિવક્ષા વડે દીર્ધપણું ભાવવું. કોઈ અલકાળ પર્યન્ત પણ ગહ કરે છે. અથવા દીર્ધકાલ સુધી તથા હ્રસ્વકાળ સુધી વ્યાખ્યા કરવી કેમકે આપ શબ્દ નિશ્ચયાર્ચે છે. અથવા એક જ વ્યક્તિ બે પ્રકારે કાલભેદ અને ભાવભેદ વડે ગઈ કરે છે અથવા ઘણાં કે થોડાં કાલ પર્યન્ત જ ગહ કરે છે. અતીત ગહર્ય કમને વિશે ગહ થાય છે અને ભવિષ્યકાળમાં પ્રત્યાખ્યાન થાય છે. કહ્યું છે કે - અતીતકાળ સંબંધી પાપને નિંદુ છું, વર્તમાનકાલીન પાપને સંવરું છું, ભાવિકાલના પાપને પચ્ચકખું છું. તેથી હવે પચ્ચખાણ કહે છે • સૂત્ર-૬૨,૬૩ : બે પ્રકારે પચ્ચક્ખાણ કહે છે તે આ રીતે - કોઈ મમ મનથી પચ્ચક્ખાણ કરે છે, કોઈ માત્ર વચનથી પચ્ચક્ખાણ કરે છે અથવા પચ્ચક્ખાણ બે ભેદ-કોઈ દીર્ધકાલીન પચ્ચક્ખાણ કરે છે, કોઈ અત્યકાલીન પચ્ચકખાણ કરે છે. બે ગુણ વડે યુક્ત નિગાર અનાદિ, અનંત, દીર્ધકાલીન, ચાતુરંત સંસાર કાંતારને ઉલ્લંઘે છે. તે આ પ્રમાણે - વિધા વડે અને ચાસ્ત્રિ વડે. - વિવેચન-૬૨,૬૩ - [૬૨] પ્રમાદ છોડીને મર્યાદા વડે કથન કરવું તે પ્રત્યાખ્યાન થતુ વિધિનિષેધ વિષયક પ્રતિજ્ઞા, દ્રવ્યથી મિથ્યાદષ્ટિ અથવા અનુપયુક્ત સમ્યગ્દષ્ટિ એવા જેણે ચોમાસામાં માંસનું પ્રત્યાખ્યાન કરેલ છે, પારણાના દિવસે માંસના દાનમાં પ્રવર્તેલ રાજપુત્રીની જેમ હોય છે. ભાવપત્યાખ્યાન ઉપયોગસહિત સભ્ય દૈષ્ટિ જીવને હોય છે. તે પ્રત્યાખ્યાન દેશન્સર્વ-મૂલ-ઉત્તરગુણ ભેદથી અનેક પ્રકારે છે. તો પણ કરણભેદથી બે પ્રકારે છે. કોઈ માત્ર મનથી પચ્ચકખાણ કરે. જેમકે - વધ આદિનો ત્યાગ. બાકી વધુ પૂર્વની માફક જાણવું.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy