SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧૮ થી ૬૦ કાયક્રિયા. તથા દુપ્પણિહિત-દુષ્ટ પ્રવૃત્તિ વિશિષ્ટ ઇન્દ્રિયોને આશ્રીને ઇષ્ટ-અનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં કંઈક સંવેગ અને નિર્વેદમાં જવા વડે તથા મનને આશ્રીને અશુભમનના સંકલ્પ દ્વારા મોક્ષ માર્ગ પ્રત્યે દુર્વ્યવસ્થિત એવા પ્રમત સંયતની જે કાયકિયા તે દુwયુક્ત કાયકિયા. આધિકરણિકી બે ભેદે - પૂર્વે બનાવેલા ખજ્ઞ અને તેની મૂઠ આદિનું જે જોડાણ કરવું તે સંયોજનાધિકરણિકી તથા જે પહેલાથી ખર્ગ અને મૂઠ આદિને તૈયાર કરીને ખાવવા તે નિર્વતનાધિકરણિકી ક્રિયા. બીજી રીતે બે ક્રિયા-મત્સર વડે કરાયેલી છે પ્રાપ્લેષિકી ક્રિયા, પરિતાપનતાડનાદિ દુ:ખ વિશેષ લક્ષણો, તેના વડે થયેલી તે પારિતાપનિકી ક્રિયા. પ્રાàપિકી ક્રિયા બે ભેદે - જીવન વિશે પ્રસ્વેષથી પ્રાપ્લેષિકી જીવ-પત્થર આદિમાં ખલનાયી પ્રસ્વેષ થતા અજીવ પ્રાàપિકી પારિતાપનિકી પણ બે ભેદે છે - પોતાના હાથે પોતાના કે બીજાના શરીરને પરિતાપન કરતા થાય તે સ્વહસ્ત પારિતાપનિકી, બીજાના હાથે તેમજ થવું તે પરહરત પારિતાપનિકી. બીજી રીતે બે કિયા - પ્રાણાતિપાત ક્રિયા-જાણીતી છે, અપ્રત્યાખ્યાન-અવિરતિ નિમિતે કર્મબંધ તે અપ્રત્યાખ્યાન ક્રિયા તે અવિરતિને હોય. પ્રાણાતિપાત ક્રિયા બે ભેદે-નિર્વેદાદિ કારણે પોતાના હાથે પોતાના પ્રાણ કે ક્રોધાદિ વડે બીજાના પ્રાણો નાશ કરનારની જે કિયા તે સ્વહસ્તપ્રાણાતિપાત ક્રિયા, તે જ પ્રમાણે બીજાના હાથે થાય તે પરહસ્તપ્રાણાતિપાત ક્રિયા, અપ્રત્યાખ્યાન ક્રિયા પણ બે ભેદે-જીવ પ્રત્યાખ્યાન ક્રિયા તથા મધાદિ અજીવોને વિશે અપ્રત્યાખ્યાનથી કર્મબંધનરૂપ અજીવ પ્રત્યાખ્યાન ક્રિયા. - બીજી રીતે બે ક્રિયા કહી છે - આરંભવું તે આરંભ, તેમાં થયેલી ક્રિયા તે આરંભિકી ક્રિયા. પરિગ્રહને વિશે થયેલી તે પારિગ્રહિકી. આરંભિકી બે પ્રકારે - જીવોના ઉપમદન કરનારને જે કર્મબંધન તે જીવ આરંભિકી ક્રિયા, તથા જીવોને - જીવોના કલેવરોને, લોટ આદિથી બનાવેલ જીવતી આકૃતિઓને કે વસ્ત્રાદિ પ્રત્યે આરંભ કરનારની જે ક્રિયા તે આજીવારંભિકી. પાણિતિકી ક્રિયાના બે ભેદ આરંભિકી. ક્રિયા માફક જાણવા. બીજી રીતે ક્રિયાના બે ભેદ - જે કર્મબંધ ક્રિયાનું કે વ્યાપારનું નિમિત માયાશઠતા છે તે માયા પ્રત્યયા, જેનું નિમિત મિથ્યાત્વ છે, તે મિથ્યાદર્શન પ્રત્યયા. માયા પ્રત્યયા બે ભેદ-અપશસ્ત ભાવનું જે વકીકરણ-પ્રશસ્તવનું દેખાડવું તે આત્મભાવ વંકનતા, • x • તે વંકનતા વ્યાપારરૂપ હોવાથી ક્રિયા છે. તથા ખોટા લેખ કરવા વગેરેથી બીજાને ઠગવા તે પરભાવ વંકનતા. કેમકે વૃદ્ધ વ્યાખ્યા આવી છે : કૂટલેખકરણાદિથી જે બીજાને ઠગવા તે - x • મિથ્યાદર્શન પ્રત્યયા બે ભેદે - સ્વપમાણથી હીન કે અધિક કહેવારૂપ જે મિથ્યાદર્શન, તે જ જે ક્રિયાનું નિમિત છે, તે ઊનાલિકિત મિથ્યાદર્શન પ્રત્યયા. તે આ પ્રમાણે - શરીર વ્યાપક આત્મા છે, તો સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પણ કોઈ મિથ્યાદૈષ્ટિ ગુષ્ઠપર્વ માત્ર કે શ્યામક ચોખા માત્ર એમ હીનપણે માને છે, કોઈ સર્વવ્યાપક છે એમ અધિકપણે સ્વીકારે છે, તથા ઊનાતિરિક્ત મિથ્યાદર્શનથી વ્યતિરિક્ત જે મિથ્યાદર્શન-આત્મા નથી ઇત્યાદિ મતરૂપ જે ક્રિયાનું નિમિત છે, તે તલ્યતિરિત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે. બીજી રીતે ક્રિયાના બે ભેદ-દષ્ટિથી થયેલ તે દૃષ્ટિજા અથવા દર્શન-જે ક્રિયામાં નિમિત્ત પણે છે, તે દૃષ્ટિકા-જોવા માટે જે ગતિ ક્રિયા અથવા જોવાથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે દૃષ્ટિજા કે દષ્ટિકા ક્રિયા. તથા પૂછવાથી થયેલી તે પૃષ્ટિજા-પ્રશ્નથી ઉત્પન્ન થયેલ વ્યાપાર અથવા પ્રસ્ત કે વસ્તુ જે કારણપણે જે ક્રિયામાં છે તે પૃષ્ટિકા અથવા સ્પર્શ કરવાથી જે થયેલ ક્રિયા તે પૃષ્ટિજા. દૈષ્ટિકા ક્રિયા બે ભેદે-અશ્વાદિ જોવા માટે જનારની જે ક્રિયા તે જીવષ્ટિકા અને જીવ-ચિત્રકમદિ જોવા જનારની જે ક્રિક્યા તે આજીવદષ્ટિકા. એ રીતે પુટિકા જીવ અને જીવના ભેદ બે છે - જીd. કે જીવને રાગદ્વેષ વડે પૂછતાં કે સ્પર્શતા થતી જે ક્રિયા તે જીવપૃષ્ટિકા અથવા જીવસૃષ્ટિકા તથા અજીવ પૃષ્ટિકા કે અજીવ સૃષ્ટિકા. બીજી રીતે બે ક્રિયા છે - બાહ્ય વસ્તુ આશ્રીને થયેલ તે પ્રતીત્યકી, ચોતરફ મનુષ્ય સમુદાયમાં થયેલ કિયા તે સામંતોપતિપાતિકી. પ્રાતીત્યિકી ક્રિયા બે ભેદે છે • જીવને આશ્રીને જે કર્મબંધ તે જીવપાતીચિકી, અજીવ આશ્રીત રાગદ્વેષથી ઉત્પન્ન થયેલ જે કર્મબંધ તે અજીવ પ્રાતીત્યિકી. સામંતોપતિપાતિકી ક્રિયા બે ભેદે - કોઈનો બળદ રૂપાળો છે, તેને મનુષ્ય જેમ જેમ જુવે છે અને પ્રશંસા કરે છે, તેમ તેમ તેનો માલિક આનંદ પામે છે તે જીવસામંતોપતિપાતિકી તથા સ્થાદિને વિશે તે જ રીતે હર્ષિત થવું તે અજીવ સામંતોપનિપાતિકી. - બીજી રીતે ક્રિયા બે ભેદ-પોતાના હાથે થયેલ તે સ્વાહસ્તિકી, નિકૃષ્ટ તે ફેંકવું, તેથી થયેલ કે તે જ નૈસૃષ્ટિકી-ફેંકનાર જે કર્મબંધ કે નૈસર્ગિક ક્રિયા. સ્વાહસ્તિકી ક્રિયા બે ભેદે - સ્વહસ્તે ગૃહીત જીવ વડે જીવને મારે તે જીવસ્વાહસ્તિડી તથા જે સ્વહસ્તે ગૃહીત અજીવ-ખગાદિ વડે જે જીવને મારે છે તે અજીવ સ્વાહસ્તિકી અથવા સ્વહસ્તે જીવને તાડન કરવું તે જીવસ્વાહસ્તિકી અને અજીવને તાડન કરવું તે અજીવ સ્વાહસ્તિની નેસૃષ્ટિની પણ જીવાજીવ વડે બે ભેદે છે - રાજાદિના હુકમથી યંત્રાદિ વડે પાણીનું કાઢવું તે જીવનૈસૃષ્ટિકી અને તીર આદિનું ધનુષ્યાદિથી જે છોડવું તે અજીવતૈમૃષ્ટિકી અથવા ગુરુ આદિને શિષ્ય કે પુત્ર દેનારની જે કિયા તે જીવનૈસૃષ્ટિડી અને એષણીય ભાષાનાદિ અજીવ પદાર્થને દેનારની જે ક્રિયા તે જીવનૈસૃષ્ટિકી. બીજી રીતે ક્રિયા બે ભેદે . આદેશ કનાની જે ક્રિયા કે આજ્ઞા આપવી તે આજ્ઞાપની, તે જ આજ્ઞાાનિકા. તર્જન્ય કર્મબંધ કે આજ્ઞા અથવા મંગાવવું તે આનાયની તથા વિદારણ-વિચારણ કે વિતારણ તે વૈદારિણી આદિ કહેવું. આ બંને પણ બે પ્રકારે - જીવાજીવ ભેદે છે. તે આ રીતે - જીવને આજ્ઞા કરનાર કે બીજા પાસે મંગાવનારની ક્રિયા તે જીવઆજ્ઞાપની કે જીવઆનાથની. એ રીતે જીવ આજ્ઞાપની
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy