SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ -I૬૬૫ થી ૬૭૧ જાણે છે અને જુએ છે. તે ધમસ્તિકાય આદિ. [૬૬૮] વજઋષભનારાય સંઘયણયુક્ત અને સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત એવા શ્રમણ ભગવ4 મહાવીર સાત હાથ ઉd ઉચ્ચપણે હતા. ૬િ૬૯] સાત વિકથાઓ કહી છે - સ્ત્રી કા, ભોજન કથા, દેશ કથા, રાજ કથા, મૃદુકારિણી, દર્શનભેદિની, ચાસ્ત્રિભેદિની. ૬િ90] આચાર્ય-ઉપાધ્યાયના ગણ સંબંધી સાત અતિશયો કહ્યા છે. તે આ - (૧) આચાર્ય-ઉપાદયાય ઉપાશ્રયમાં પોતાના બંને પગની ધૂળ બીજ પાસે ઝટકાવે કે પ્રમાર્જન કરાવે તો આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. એ રીતે જેમ પાંચમાં સ્થાનમાં કહ્યું તેમ યાવતુ ઉપાશ્રયની બહાર એક રાશિ કે બે રાશિ વસતા આજ્ઞા ઉલ્લંઘતા નથી. (૬) ઉપકરણ અતિશય, (૩) ભાપાન અતિશય પ્તિ બંનેમાં આજ્ઞા ઉલ્લંઘન ન થાય.] ૬િ૭૧] સંયમ સાત પ્રકારે કહ્યો છે. તે – પૃdીકાયિક સંયમ યાવતુ કસકાયિક સંયમ, અજીતકાય સંયમ... અસંયમ સાત ભેદે છે – પૃવીકાયિક અસંયમ યાવત ત્રસકાયિક અસંયમ, આજીવકાય અસંયમ. આરંભ સાત ભેદે કહ્યો છે. તે આ - પૃથ્વીકાયિક આરંભ યાવત્ જીવકાર્ય આરંભ... એ રીતે અનારંભમાં... સારંભમાં... અસારંભમાં... સમારંભમાં... સમારંભમાં જાણવું યાવત્ અજીવકાય સમારંભ. • વિવેચન-૬૬૫ થી ૬૭૧ : ૬િ૬૫] સૂગ સુગમ છે. સમ્યગદર્શન - સમ્યકત્વ, મિથ્યાદર્શન-મિથ્યાત્વ, સમ્યગુમિથ્યા દર્શન - મિશ્ર. આ ત્રણે દર્શન મોહનીયના ભેદો છે. તે દર્શનમોહનીયના ક્ષય, ક્ષયોપશમ, ઉદયથી થાય છે અને તયાવિધ રચિસ્વભાવ છે.. ચક્ષુર્દશનાદિ તો દર્શનાવરણીયના ચાર ભેદ યથાસંભવ ક્ષયોપશમ કે ક્ષયથી થાય છે. તથા સામાન્ય ગ્રહણ સ્વભાવ છે. તે આ પ્રમાણે - શ્રદ્ધાનું-3, સામાન્ય ગ્રહણ-૪, દર્શન શબ્દ વડે વાચ્ય હોવાથી સાત પ્રકારે દર્શન કહ્યું છે. ૬િ૬૬,૬૬] અનંતર કેવલદર્શન કર્યું, તે છાસ્થાવસ્થા પછી થાય છે, માટે છાસ્થ સંબંધવાળા બે સૂત્ર અને વિપર્યય સૂત્ર છે. તે સુગમ છે. વિશેષ એ કે - આવરણરૂપ બે કર્મ અને અંતરાય કર્મમાં જે રહે છે, તે છઠાસ્ય. અર્થાતુ અનુત્પન્ન કેવલજ્ઞાન-દર્શન, એવા આ વીતરાગ-ઉપશાંત કે ક્ષીણ મોહવથી-રાગના ઉદયથી રહિત. મોહના ક્ષય કે ઉપશમથી સાતને વેદે છે, આઠને નહીં. માટે જ કહ્યું છે – મોહનીયવજીને સાતને વેદે. ૬િ૬૮] આને જિન જાણે જ એમ કહ્યું. વર્તમાન તીર્થમાં મહાવીર જિન છે, તેથી તેમના સ્વરૂપને કહ્યું. સૂત્ર સુગમ છે. તેમણે નિષેધેલ વિકથા [૬૬૯] વિકયા ચાર પ્રસિદ્ધ છે, તેની વ્યાખ્યા સ્થાન-૪-માં કરી છે – (૫) મદ કારિણી - શ્રોતાના હદયને કોમળતા ઉત્પન્ન કસ્બારી - મૃથ્વી એવી આ કારણ્યવાળી તે મૃદુકારણિકી થાતુ પુત્રાદિના વિયોગજન્ય દુઃખે દુ:ખીત માતાદિ વડે કરાયેલ કારણ રસગર્ભિત પ્રલાપ- હા પુત્ર ! હા વત્સ, તારાથી મૂકાયેલ હું અનાથ છું, એમ કરુણ વિલાપરૂપ અગ્નિમાં તે પડેલી છે. (૬) દર્શનભેદિની - જ્ઞાનાદિ અતિશયવાળા કુતીર્થિકની પ્રશંસારૂપ - સેંકડો સૂક્ષમ યુક્તિથી યુક્ત, ઉત્કૃષ્ટી સૂક્ષ્મ બુદ્ધિને કરનાર, સૂત્રમાર્દિષ્ટિથી દેટ એવું બૌદ્ધ શાસન સાંભળવા યોગ્ય છે. ઇત્યાદિ કહેતા શ્રોતાઓને તેના અનુરાગથી સમ્યગ્દર્શન ભેદ થાય છે. (9) ચાઅિભેદિની - હાલ સાધુઓને મહાવત સંભવતા નથી, કેમકે પ્રમાદનું બહલપણું હોય છે, અતિચાર પ્રાસુર્ય હોય છે. તથા અતિયાર શોધક આચાર્ય, સાધુ તથા શુદ્ધિનો અભાવ હોય છે. માટે ફક્ત જ્ઞાન-દર્શનથી તીર્થ પ્રવર્તે છે. તેથી જ્ઞાનદર્શનના કર્તવ્યોમાં જ ચન કરવા યોગ્ય છે. - x • આ રીતે ચાત્રિથી વિમુખપણું ઉત્પન્ન થાય છે. આ ચાસ્ત્રિ ભેદિની કથા. [૬૭] વિકથામાં વર્તતા સાધુઓને આચાર્ય નિષેધે છે, કેમકે તેમનું સાતિશયપણું છે. આ અતિશયોનો નિર્દેશ કરતા કહે છે - પ્રાયઃ પાંચમાં સ્થાનમાં કહેવાઈ ગયેલ છે. આચાર્ય-ઉપાધ્યાય અંતર્મુતકારિત અર્થપણાને લઈને વિસ્તરતી પગની ધૂળને ગ્રહણ કરાવી, પાદપોંછન વડે સાધુ દ્વારા પ્રસ્ફોટન કરાવતા, પ્રમાર્જના કરાવતા આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. શેષ સાધુઓ ઉપાશ્રય બહાર આ કરે છે, માટે આ આચાર્યનો અતિશય છે. ચાવતું શબ્દથી પાંચ અતિશય સૂચવ્યા. તે સ્થાન-૫-ગ-૪૬ મુજબ જાણવી લેવા. (૬) ઉપકરણાતિશય - બીજા સાધુઓની અપેક્ષાએ પ્રધાન, ઉજ્જવલ વસ્ત્રાદિ ઉપકરણતા. કહ્યું છે - આચાર્ય અને પ્લાનના મલિન વો વારંવાર ધોવા યોગ્ય છે, જેથી લોકમાં ગુની અવજ્ઞા ન થાય અને ગ્લાનોને અજીર્ણ ન થાય... (8) ભાપાનાતિશય - શ્રેષ્ઠતર ભક્ત-પાન ઉપભોગ. – કલમશાલિ ચોખા, દૂધ વડે મિશ્રિત ઉત્કૃષ્ટથી ગ્રાહ્ય છે, તેના અભાવે હીનતામાં ચાવત્ કોદ્રવાની મૃદુ અને સ્નિગ્ધ ભાજી લેવી. વળી ક્ષેત્ર-કાળથી બહુજન ઇષ્ટ દ્રવ્ય લેવું. આચાર્ય સેવાકર્માના ગુણો સૂાર્થનું સ્થિરિકરણ, વિનય, ગુરુપૂજા, શિષ્ય બહુમાન, દાતારની શ્રદ્ધામાં વૃદ્ધિ, બુદ્ધિ-બળનું વર્ધન... આ આચાયતિશયો, સંયમના ઉપકારને માટે જ કરાય છે, રાગાદિ વડે નહીં. આ હેતુથી સંયમને, અસંયમને અને અસંયમના ભેદરૂપ આરંભાદિ ત્રણને વિપક્ષ સહિત કહે છે– [૬૧] સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- સંયમ - આદિનો સંઘ, પરિતાપ અને માવા આદિના વિષયથી વિરામ પામવું તે... અજીવકાય - પુસ્તકાદિરૂપના ગ્રહણ અને ઉપભોગનો વિરામ તે સંયમ અને વિરામ ન પામવો તે અસંયમ છે - આરંભ આદિ તો અસંયમના ભેદો છે. તેના લક્ષણ પૂર્વે કહ્યા છે - ઉપદ્રવથી આરંભ થાય, પરિતાપ કરવો તે સમારંભ, મારવાનો સંકલ્પ તે સંરંભ કહેવાય. આ બધાં શુદ્ધ નયના મત વડે છે. [શંકા આરંભાદિ અપદ્રાવણ, પરિતાપાદિરૂપ કહ્યા છે, તે અજીવકાસને
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy