SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ el-I૬૬૩,૬૬૪ પ્રતિમા કરવી. તેમાં રોજ ભોજનના એક કવલનો પ્રક્ષેપ કરતા હતા. (૧) આ તરફ સાકેતપુરે પદ્માવતીદેવીએ કરાવેલ નાગપૂજામાં પુપ રચિત શ્રીદામગંડક જોઈને પ્રતિબુદ્ધિ રાજા આશ્ચર્ય પામ્યો. અમાત્યને કહ્યું - ક્યાંય આવું દામગંડક જોયું છે ? અમાત્ય બોલ્યો - વિદેહ રાજકન્યા મલ્લિના દામiડકની તુલનાએ આ લાખમે ભાગે પણ શોભતું નથી. ત્યારે રાજાએ પૂછયું - તે કન્યા કેવી છે ? મંત્રી કહે - તેવી બીજી કન્યા નથી. એમ સાંભળી અનુક્ત થઈ પ્રતિબુદ્ધિઓ તેણીને વરવાને દૂત મોકલ્યો. (૨) ચંપામાં એક નામે પોતવણિક હતો, કોઈ વખતે યાત્રાથી પાછો ફરતા ચંદ્રછાય રાજાને દિવ્યકુંડલો ભેટ આપ્યા. રાજાએ પૂછયું - તમે ઘણી સમુદ્ર યાત્રા કરો છો, કંઈ આશ્ચર્ય જોયું હોય તો બોલો. શ્રાવકે કહ્યું - સમુદ્રમાં કોઈ દેવે મને ઉપસર્ગ કર્યો. હું ધર્મથી ચલિત ન થતાં તેણે મને આ કુંડલો આપ્યા. એક જોડી મેં કુંભરાજાને આપી, તેણે મલ્લિ કન્યાને કુંડલ પહેરવ્યા તે કન્યા ત્રિભુવનમાં આશ્ચર્યરૂપ હતી. સાંભળી રાજાએ પૂર્વવત્ દૂત મોકલ્યો. (3) શ્રાવતિના રુકિમરાજાને સુબાહુ કન્યા હતી. તેણીના ચાતુમિિસક સ્વાના મહોત્સવમાં બનાવેલ મહામંડપમાં શોભા વડે સ્નાન કરાયેલી, પિતાના પાદવંદનાર્થે આવેલી, તે કન્યાને ખોળામાં બેસાડી તેના લાવણ્યને જો તો રાજા બોલ્યો, હે વર્ષધર ! આવો કોઈ પણ કન્યા સંબંધી મહોત્સવ જોયો છે ? તેણે કહ્યું - હે દેવ ! વિદેહવર રાજકન્યાના સ્નાન મહોત્સવ અપેક્ષાના લાખમે ભાગે પણ આ મહોત્સવની રમણીયતા નથી. તે સાંભળી કિમરાજાએ પણ પૂર્વવત દૂતને મોકલ્યો. (૪) કોઈ વખત મલિના દિવ્યકુંડલની સંધિ તુટી ગઈ, સોનીઓને તે સાંધવા કહ્યું, પણ સંધાયા નહીં. રાજાએ તેમને નગર બહાર કર્યા. સોનીઓ વારાણસી ગયા. શંખ રાજાએ કારણ પૂછયું. તેઓએ વૃત્તાંત કહ્યો. રાજાએ પૂછયું તે કન્યા કેવી છે ? મલ્લિનું રૂપ સાંભળી, તેણે પણ દૂતને મોકલ્યો. (૫) કોઈ વખતે મલ્લદિલ્લ ચિત્રકારો દ્વારા સભાને ચીતરાવતો હતો. તેમાં લધિવાળા કોઈ યુવાન ચિત્રકારે મલ્લિકન્યાનો અંગૂઠો જોઈને તે મુજબ મલિના જેવું તદ્રુપ ચિત્ર બનાવ્યું. ભાઈ મલ્લદિનકુમારે ચિનસભામાં જઈ ચિત્રરૂપો જોતાં મલિનું ચિત્ર જોયું. જયેષ્ઠ ભગિનીને સાક્ષાત જોઈ છે એમ માની લજાને પામ્યો. ધાવમાતાએ કહ્યું આ ચિત્ર છે. કોપ પામીને ચિત્રકારનો • x • અંગૂઠો છેદાવી દેશનિકાલ કર્યો. તે હસ્તિનાપુર અદીનશબુ રાજાના આશ્રયે ગયો. રાજાએ વૃત્તાંત સાંભળી પૂર્વવત્ દૂત મોકલ્યો. () ચોક્ષા નામે પરિવ્રાજિકા મલ્લિના ભવનમાં આવી, તે દાન-શોચ ધર્મ ઉપદેશતી હતી. મલ્લિ સામે વાદમાં હારી, રીસાઈને કાંપિલ્યપુરમાં રાજા જિતશગુને આશ્રયે આવી. રાજાએ પૂછયું. અમારા સંતપરના જેવી સંદર સ્ત્રી ક્યાંય જોઈ છે ? તે બોલી વિદેહરાજ કન્યાની તુલનાએ તમારા અંતઃપુરમાં રૂપ સૌભાગ્યાદિ ગુણો વડે લાખમે ભાગે પણ કોઈ સ્ત્રી નથી. રાજાએ દૂત મોકલ્યો. એ રીતે છ એ તો કુંભક સજા પાસે કન્યાની યાચના કરી. રાજાએ તે બધાંને પાછલા દ્વાથી કઢાવ્યા. દૂતના વચનથી કોપેલ છ એ રાજાઓ તુરંત મિથિલા તરફ આવ્યા. તે સાંભળી કુંભક રાજા સૈન્ય સહિત દેશની સીમાંતે જઈને તે રાજાની વાટ જોતો રહ્યો. પછી ભયંકર યુદ્ધ થયું - X - X - X - X - કુંભક રાજાનું સૈન્ય ભાંગ્યું. રાજા કિલાના દરવાજા બંધ કરીને અંદર ભરાયા. અતિ વ્યાકુળ માનસવાળા પિતાને જોઈને મલ્લિ કુંવરીએ કહ્યું - “હું તમોને મારી કન્યા આપીશ” એમ દરેક રાજાને પ્રચ્છન્ન રીતે કહેવડાવી છ એ રાજાનો નગર પ્રવેશ કરાવો. કુંભક સજાએ તેમ કર્યું. છ એ રાજાઓએ પ્રવેશ કર્યો. પૂર્વ રચિત ગર્ભગૃહમાં મલ્લિની પ્રતિમા જોઈને આ મલિ છે' એમ માનતા, તેના રૂપ-ચૌવન-લાવણ્યમાં મૂર્ણિત થયેલા અનિમેષ દષ્ટિથી તેને જોવા લાગ્યા. પછી મલ્લિકુંવરી આવ્યા. પ્રતિમાના મસ્તકેથી ઢાંકણ દૂર કરતાં સાદિના મૃતક કરતા પણ ભયંકર દુર્ગા ઉછળી. તે રાજાઓએ નાસિકા ઢાંકી દીધી. ત્યારે મલિએ કહ્યું - હે રાજાઓ આમ ઢાંકેલ નાસિકાવાળા અને પરાફમુખ કેમ થયા છો ? - x • હે સજાઓ ! જો રોજ અતિમનોહર આહારના એક કવલના પ્રોપથી આવા પુદ્ગલ પરિણામ પ્રવર્તે છે, તો પછી પ્લેખ, વમન, પિત, શુક, શોણિત અને પરુને શ્રવનારા, દુરંત શ્વાસયુક્ત, દુર્ગધી, ચયાપચયવાળા • x • એવા આ દારિક શરીરનો કેવા પ્રકારનો પરિણામ થશે ? તેથી તમે મનુષ્ય સંબંધી કામભોગમાં આસક્ત ન થાઓ. જ્યારે આપણે જયંત નામક અનવર વિમાનમાં વસ્યા હતા, તે સમયમાં જે કોલ કરેલ, તે શું તમે ભૂલી ગયા ? તમે તે જાતિને સંભારો. એમ કહેતા છ એ રાજાઓને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. હવે મલ્લિ બોલ્યા - હે રાજાઓ હું દિક્ષા લઈશ, તમે શું કરશો ? તેઓએ કહ્યું - અમે પણ દિક્ષા લઈશું. ત્યારે મલિએ કહ્યું – તો તમે નગરમાં જાઓ, તમારા પુત્રોને રાજ્યોમાં સ્થાપન કરો, પછી મારી પાસે આવો. તેઓએ પણ તે સ્વીકાર્યું. * * * મલિએ સાંવત્સરિક મહાદાન દીધા પછી પોષ સુદ-૧૧ના રોજ અઠ્ઠમભકત વડે અશ્વિની નક્ષત્રમાં નંદ, નંદિમિત્રાદિ નાગવંશના કુમાર છ રાજાઓ અને બાહ્યપર્ષદાની ૩૦૦ સ્ત્રીઓ સહિત દિક્ષા લીધી. કેવળજ્ઞાન થયા પછી તે છ એ રાજાઓને દિક્ષા આપી. આ સાતે સમ્યગ્દર્શન સહ દીક્ષિત થયા. માટે દર્શનનું નિરૂપણ • સૂગ-૬૬૫ થી ૬૭૧ - [૬૬] શનિ સાત ભેદે કહ્યું - સભ્યપ્રદનિ, મિથ્યાદ શનિ, સમ્યગૃમિસાદર્શન, ચક્ષુદન, જયસુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન. [૬૬] છાથ વીતરાગ મોહનીયને વજીને સાત કમપ્રકૃતિને વેદ, જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. ૬િ૬] સાત સ્થાનોને છાણ્યો સવભાવથી ન ાણે, ન દેખે. તે – ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીd, પરમાણુ પગલ, શાદ અને ગંધ... પણ આ જ સાતે પદાર્થોને ઉત્પન્ન જ્ઞાનવાળો ચાવતું
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy