SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/- થી ૧૬ ૩૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થાય છે. જેમ દુઃખાનુભૂતિ અનુરૂપ પાપકર્મથી ઉત્પન્ન થયેલ છે. એવું તમે સ્વીકારો છો, તેમ સુખાનુભવ પણ અનુરૂપ પુચકર્મ અકર્ષથી થાય છે. એ પ્રમાણ ફળ છે. પુન્યનો પ્રતિપક્ષભૂત પાપ, તે કહે છે [૧૨] ‘જ પાવે' - આત્માને બાંધે છે, વિકલ કરે છે, પાડે છે, આનંદ રસને શોષે છે અને ક્ષીણ કરે છે, તે પાપ છે. તેના જ્ઞાનાવરણીયાદિ-૮૨-ભેદ છે - ૧ થી ૫ - જ્ઞાનાવરણીય, ૬ થી ૧૦-અંતરાય, ૧૧ થી ૧૯ દર્શનાવરણીય, ૨૦ થી ૪૫-છવીસ મોહનીય, ૪૬-અસાતા વેદનીય, ૪૩નરકાય, ૪૮-નીચગોત્ર, ૪૯,૫૦-નરકગતિ, નરકાનુપૂર્વી, ૫૧,૫૨-તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી, ૫૩ થી ૫૬ પહેલા સિવાયના પાંચ સંસ્થાન, ૬૭ થી ૩૦-અશુભ વણિિદ ચાર, ૩૧-ઉપઘાત, ૩૨અશુભવિહાયોગતિ, ૩ થી ૮ર-સ્થાવર દશક. એ ૮૨ પાપપ્રકૃતિ છે અથવા પુન્યાનુબંધી અને પાપાનુબંધી બે છે અથવા જીવોને આશ્રીને તેના અનંતભેદ છે. તો પણ અશુભના સમાનપણાથી પાપ એક છે. (શંકા કર્મ છે તો પણ એક પુન્ય છે, પાપકર્મ નથી. શુભ-અશુભ ફલોની, સિદ્ધિ પુન્યથી જ થાય છે. - x • X - X - પરમ ઉત્કૃષ્ટ જે શુભ ફળ છે, તે પુન્યનું ઉત્કર્ષ કાર્ય છે અને પુન્યના અપકર્ષથી હીનપુચનું ઓછામાં ઓછું જે ફળ તે જ દુ:ખ છે. પુન્યાત્મક બંધનો અભાવ તે મોક્ષ છે. જેમ અતિ પથ્ય આહારના સેવનથી આરોગ્ય સુખ અને પથ્ય આહાર ત્યાગથી આરોગ્ય સુખની હાનિ થાય છે, સર્વ આહાર ત્યાગે પ્રાણનો નાશ થાય છે. | (સમાધાન] જે આ દુ:ખ પ્રકર્ષની અનુભૂતિ તે સુખપકનુભૂતિ માફક અનુભવ હોવાથી • x • દુ:ખ છે, તે પ્રમાણનું ફળ છે. * * * હવે હમણાં જ કહેલ પુન્યપાપકર્મના બંધના કારણના નિરૂપણ માટે આશ્રવ કહે છે [૧૩] આત્મામાં જેના વડે કર્મો પ્રવેશ કરે તે આશ્રવ, કર્મબંધ હેતુ છે. તે આશ્રવ-આ રીતે -x • ઇન્દ્રિય-૫, કસાય-૪, અવત-૫, ક્રિયા-૨૫, યોગ-3-એ રીતે ૪૨ ભેદે છે. અથવા દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. છિદ્રવાળી નાવ પાણીમાં હોય તો છિદ્રો દ્વારા પાણી પ્રવેશે તે દ્રવ્યાશ્રવ અને જીવરૂપી નાવમાં ઇન્દ્રિયાદિ છિદ્રોથી થતો કર્ભજળનો સંચય તે ભાવાશ્રવ છે, પણ આશ્રવના સમાનપણાથી તે એક જ છે. હવે સંવરનું સ્વરૂપ કહે છે [૧૪] જે પરિણામ વડે કર્મના કારણભૂત પ્રાણાતિપાતાદિ અટકાવાય તે સંવર, આશ્રવ-નિરોધ છે. તે સંવરના પણ ભેદ છે. સમિતિ-૫, ગુપ્તિ-3, ઘર્મ-૧૦, અનુપેક્ષા૧૨, પરીષહો-૨૨, ચાગ્નિ-૫ અથવા સંવરના બે ભેદ છે. દ્રવ્યથી-જલમાં રહેલ નાવના છિદ્રો બંધ કરવા તે અને ભાવસંવર-જીવમાં કર્મનો પ્રવેશ જેના વડે થાય, તે ઇન્દ્રિયાદિ છિદ્રોનો વિરોધ કરવો છે. આ બે પ્રકાર છતાં સંવરનું સમાનપણું હોવાથી સંવર એક છે, માત્ર સંવર હોવા છતાં અયોનિ અવસ્થામાં કમનું વેદના થાય, બંધ નહીં, માટે વેદના કહે છે [૧૫] કર્મના સ્વાભાવિક ઉદય કે ઉદીરણા કરવા વડે ઉદયાવલિકામાં પ્રવેશ પામેલ કર્મનો અનુભવ કશ્યો તે વેદના. જે જ્ઞાનાવરણીયાદિ કર્મ અપેક્ષાએ આઠ પ્રકારે છે, પણ વિપાકોદય અને પ્રદેશોદય અપેક્ષાએ બે પ્રકારે છે. વળી કેશકુંચનાદિ આભ્યપગમિકી અને રોગાદિ જનિત ઔપકમિટી એમ બે ભેદે છે, તો પણ વેદનાના સમાનપણાથી એક જ વેદના છે. ભોગવાયેલ સ કર્મપ્રદેશોથી ખરી જાય છે, તે હેતુથી કર્મની નિર્જરાનું સ્વરૂપ કહે છે– [૧૬] નિર્જરા એટલે વિશેષ નાશ પામવું, સર્વથા ખરી જવું તે આઠ પ્રકારના કર્મ અપેક્ષાએ આઠ ભેદ છે, બાર પ્રકારના તપથી જનિત બાર ભેદ છે. ઇચ્છા રહિતપણે ભૂખ, તરસ, શીત, તપ, દંશ, મશક, મવસ, બ્રાહ્મચર્ય ધારણ આદિ અનેકવિધ કારણે અનેક પ્રકારે છે. અથવા દ્રવ્યથી આદિનો નાશ અને ભાવથી કર્મોનું ખરવું એ બે પ્રકારે છે. તો પણ નિર્જરાના સમાપણાથી એક જ નિર્જરા છે. નિર્જરા અને મોક્ષમાં શું ભેદ ? દેશથી કર્મક્ષય તે નિર્જરા અને સર્વથા કર્મક્ષય તે મોક્ષ. અહીં જીવ વિશિષ્ટ નિર્જરા ભાજન પ્રત્યેક શરીર અવસ્થામાં જ થાય છે, સાધારણ શરીર અવસ્થામાં નહીં, તેથી પ્રત્યેક શરીર અવસ્થામાં રહેલ જીવના સ્વરૂપના નિરૂક્ષણ માટે કહે છે • સૂત્ર-૧૩ થી ૪૩ : [૧] પ્રત્યેક શરીરમાં રહેલો જીવ એક છે.[૧૮] બાહ્ય યુગલો લીધા વિના જીવોની વિકુણા એક છે. [૧૯] મન એક છે. [૨૦] વચન એક છે.. [1] કાય વ્યાપાર એક છે..[૨] ઉત્પાદ એક છે..[૩] વિનાશ એક છે.. [૨૪] મૃત જીવશરીર એક છે..[૫] ગતિ એક છે..[૨૬] આગતિ એક છે.. [] વન એક છે..[૨૮] ઉપરાંત એક છે..[૨૯] તર્ક એક છે..[30] સંજ્ઞા એક છે..[૩૧] મતિ એક છે..[3] વિજ્ઞા એક છે..[33] વેદના એક છે.. [૩૪] છેદન એક છે..[૩૫] ભેદન એક છે..[3] ચમ શરીરીનું મરણ એક છે..[39] સંશુદ્ધ યથાભૂત પત્ર એક છે..[૩૮] એકભૂત જીવોનું દુ:ખ એક છે. [36] જેનાથી આત્મા કલેશ પામે તેવી અધર્મપ્રતિજ્ઞા એક છે. [૪] જેનાથી આત્મા જ્ઞાનાદિ પયાયિવાળો બને તે ધર્મપ્રતિજ્ઞા એક છે. [૪૧] તે તે સમયમાં દેવ, સુર, મનુષ્યોને મન એક છે. [૪૨] તે તે સમયમાં દેવ, અસુર, મનુષ્યોને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પરષાકાર પરાક્રમ એક છે. [૪૩] જ્ઞાન એક છે, દશના એક છે, ચાસ્ત્રિ એક છે. • વિવેચન-૧૩ થી ૪૩ : [૧] ઇવ: - કેવલ, જીવ્યો છે - જીવે છે અને જીવશે તે જીવ-પ્રાણ ધારણા સ્વભાવવાળો આભા. એક જીવ પ્રતિ પ્રત્યેક શરીર નામકર્મના ઉદયથી પ્રાપ્ત છે શરીર તે પ્રત્યેક. તે પ્રત્યેક વડે - જીર્ણ થાય તે શરીèહ. તે જ અનુકંપિત આદિ સ્વભાવસહિત શરીર, તેના વડે જણાતો-પ્રત્યેક શરીર આશ્રિત જીવ એક છે. • x
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy