SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૭ થી ૧૬ કારણ સિવાય કર્મ સાથે યોગ થાય તો મુક્ત જીવને કર્મને યોગ થવો જોઈએ. જો આત્મા નિત્યમુક્ત જ છે, તો મોક્ષની જિજ્ઞાસાથી શું? બંધના અભાવે મુક્તના કથનનો અભાવ થશે. પહેલા કર્મ અને પછી આત્મા પણ બરોબર નથી. કેમકે કર્તા ૩૫ અભાવે આત્માથી પૂર્વે કર્મની ઉત્પત્તિ ન થાય. - ૪ - ૪ - કર્મ અને જીવની સહ ઉત્પત્તિનો પક્ષ પણ યોગ્ય નથી. કેમકે - x - “આ કર્તા આ કર્મ' આવા પ્રકારનો યોગ્ય વ્યવહાર નહીં થાય. જો જીવ-કર્મનો યોગ આદિ રહિત છે એવું સ્વીકારતા આત્મા અને કર્મનો વિયોગ નહીં થાય. - ૪ - [સમાધાન] આદિસહિત પક્ષના દોષો અમે આ પક્ષ ન સ્વીકારતા હોવાથી નિરસ્ત થાય છે અને અનાદિ જીવ-કર્મના યોગોને વિશે અનાદિપણાથી જીવ-કર્મનો વિયોગ ન થાય તેમ તમે કહો છો તે અયોગ્ય છે, કેમકે સંયોગના અનાદિપણા છતાં પણ સુવર્ણ અને માટીની જેમ વિયોગ થાય છે. કહ્યું છે કે - જેમ અનાદિકાલનો સુવર્ણ અને માટીનો સંયોગ પણ અગ્નિતાપાદિથી નાશ પામે તેમ જીવ અને કર્મનો સંયોગ નાશ પામે છે. જેમ બીજ અને અંકુરમાંથી કોઈ પણ એક કાર્યને ઉત્પન્ન કર્યા સિવાય નાશ પામે તો તેની સંતતિ નાશ પામે છે, તેમજ કુકડી-ઇંડામાં પણ સમજવું. અનાદિ બંધનો સદ્ભાવ છતાં કોઈક ભવ્યાત્માનો મોક્ષ થાય છે. તેથી હવે સૂત્રમાં મોક્ષનું સ્વરૂપ કહે છે– [૧૦] ‘ì મોવો' મૂકાવવું - કર્મપાશથી છૂટવું તે આત્માનો મોક્ષ. કહ્યું છે - સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. તે મોક્ષ એક છે. જ્ઞાનાવરણીયાદિ કર્મની અપેક્ષાએ આઠ ભેદ છે પણ મૂકાવાની સમાનતાથી કે મુક્તના ફરી મોક્ષના અભાવથી કે સિદ્ધશીલા પૃથ્વી દ્રવ્યાર્થપણે એક છે કે - x - છૂટવાપણાની સમાનતાથી મોક્ષ એક છે. [શંકા] જીવ અને કર્મનો સંયોગ અંતરહિત છે, અનાદિ છે, તો કર્મના વિયોગરૂપ મોક્ષ હોવાથી જીવને મોક્ષ કેમ થાય ? [સમાધાન] અનાદિત્વ હેતુ અનૈકાંતિક છે, ધાતુ અને કાંચનનો સંયોગ અનાદિ હોવા છતાં જેમ ક્રિયા વિશેષથી અંત પામે છે તેમ સમ્યગ્દર્શન, જ્ઞાન ચાસ્ત્રિ વડે કર્મના સંયોગથી જીવનો મોક્ષ થાય છે. જીવ-કર્મ વિયોગ તે મોક્ષ. [શંકા] નારકાદિ પર્યાય સ્વરૂપ સંસાર છે, બીજો નથી, તે નાકાદિ પર્યાયથી જુદો કોઈ જીવ નથી, નારાદિ પર્યાયો જ જીવ છે, કેમકે તેનો એક જ અર્થ હોવાથી સંસારનો અભાવ થતાં નાકાદિ પર્યાયરૂપ જીવનો જ અભાવ છે. તેથી મોક્ષ એ અસત્ પદાર્થ છે. આ શંકાનું સમાધાન કરે છે. - - * - આપનું કહેવું અયુક્ત છે. કેમકે અનર્થાન્તર હેતુ અનૈકાંતિક છે. જેમ સુવર્ણ અને વીંટીનું અનન્તિપણું સિદ્ધ છે, છતાં વીંટીનો નાશ થતા સુવર્ણનો નાશ થતો નથી, તેમ નાસ્કાર્ટિ પર્યાય નાશ થતાં સર્વથા જીવનો નાશ થશે નહીં. - ૪ - સંસાર કર્મકૃત્ છે. તેથી કર્મનો નાશ થતાં સંસારનો નાશ થાય, પણ જીવપણું કર્મકૃત્ નથી તો કર્મનાશે જીવ નાશ કેમ થાય? સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મોક્ષ પુન્ય-પાપનો ક્ષય થવાથી થાય છે, માટે પુન્ય-પાપનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં મોક્ષ અને પુન્યના શુભ સ્વરૂપના સામર્થ્યથી પહેલા પુન્ય કહે છે. [૧૧] ì પુો-પુણ્ ધાતુ શુભ અર્થમાં છે. શુભ કરે છે અથવા આત્માને પવિત્ર કરે છે. માટે પુન્ય શુભ કર્મ છે. તેના ૪૨-ભેદો કહ્યા છે - ૧-સાતા વેદનીય, ૨-ઉચગોત્ર, ૩-મનુષ્યાય, ૪-તિર્યચાયુ, ૫-દેવાયુ, ૬-મનુષ્યગતિ, ૭-મનુષ્ય આનુપૂર્વી, ૮-દેવગતિ, ૯-દેવાનુપૂર્વી, ૧૦-પંચેન્દ્રિયજાતિ, ૧૧ થી ૧૫ ઔદારિક આદિ પાંચ શરીર, ૧૬ થી ૧૮-ઔદારિક-વૈક્રિય-આહારક અંગોપાંગ, ૧૯-વજ્રઋષભનારાચ સંઘયણ, ૨૦-સમચતુરસ સંસ્થાન, ૨૧ થી ૨૪ શુભ વર્ણાદિ ચતુષ્ક, ૨૫-અગુરુલઘુ, ૨૬-પરાઘાત, ૨૭-ઉચ્છ્વાસ, ૨૮-આત૫, ૨૯-ઉધોત, ૩૦-શુભ વિહાયોગતિ, ૩૧ થી ૪૦-૨સ દશક, ૪૧-નિર્માણ, ૪૨-તીર્થંકર. ૩૬ ઉક્ત ૪૨-પ્રકૃતિ છે અથવા પુન્યાનુબંધી, પાપાનુબંધી બે ભેદ છે અથવા પ્રતિ પ્રાણિ વિચિત્રત્વથી અનંતભેદ છતાં સામાન્યથી પુન્ય એક છે. [શંકા] પ્રત્યક્ષાદિ પ્રમાણથી કર્મ જ નથી, તો પુન્યકર્મ કઈ રીતે સંભવે ? તમારી વાત ખોટી છે. કર્મ અનુમાનથી સિદ્ધ છે. કેમકે કર્મ સુખ-દુઃખના અનુભવનો હેતુ છે - જેમ બીજ અંકુરનો હેતુ છે. અનુભવનો હેતુ હોવાથી કર્મ છે. જો તમે એમ કહો કે - સુખ-દુઃખનો અનુભવ તો ઇષ્ટાનિષ્ટમય દૃષ્ટ જ છે, પણ અહીં અદૃષ્ટની કલ્પના કેમ કરવી ? - X - તો તમારું કહેવું અયુક્ત છે. અહીં ઇષ્ટ શબ્દાદિ વિષયસુખના સાધન સહિત બે મનુષ્યોને ફળમાં તફાવત દેખાય છે અર્થાત્ એકને દુઃખનો અનુભવ થાય છે, બીજાને સુખનો અનુભવ થાય છે. તેવું જ અનિષ્ટ સાધનમાં પણ છે. આ ભેદ હેતુ વિના ન સંભવી શકે. સુખદુઃખના અનુભવના હેતુરૂપ જે દૃષ્ટ હેતુ તે સાધનોનો વિપર્યાસ હોવાથી યોગ્ય નથી. • x " સમાન સાધનયુક્ત બંનેમાં જે તેના ફલ વિશેષમાં હેતુ છે તે કર્મ છે. તેથી કર્મ કહે છે. - x - કર્મની સિદ્ધિ માટે બીજું અનુમાન પ્રમાણ– ઇન્દ્રિયાદિ વિશિષ્ટ હોવાથી આ બાલશરીર અન્ય દેહપૂર્વક છે, આ અનુમાનમાં જે શરીર ઇન્દ્રિયવાળું છે, તે શરીર અન્ય શરીરપૂર્વક જોવાય છે. અન્યશરીરપૂર્વક આ બાલશરીર છે, તે કર્મ. માટે કર્મ છે. - ૪ - - X - જે [શંકા] કર્મનો સદ્ભાવ છતાં એક પાપ જ વિધમાન છે, પુન્ય નથી. જે પુન્યનું ફળ સુખ કહેવાય છે, તે તરતમ યોગથી અલ્પ પાપનું જ ફળ છે, જેથી પાપના પરમ ઉત્કર્ષ વડે અતિ અધમ ફળ થાય તેમ તતમયોગ વડે - ૪ - અતિ અલ્પ પાપ માત્રામાં જ અતિ શુભપણું છે. પાપના ઘટવાથી અને સર્વથા ક્ષય થવાથી મોક્ષ થાય છે. જેમ અપચ્ય આહારના સેવનથી રોગ થાય છે. તેમાં ઘટાડો કરવાથી તે આરોગ્યકર બને, સર્વથા આહારત્યાગે પ્રાણ નાશ થાય છે. - ૪ - તેનું સમાધાન કરતા કહે છે— “અતિ અલ્પ પાપ તે સુખનો ઉત્કર્ષ'. તમારું આ કથન અયુક્ત છે. કેમકે સુખનો અનુભવ સ્વાનુકૂલ કર્મનો અનુભવ હોવાથી દુઃખના અનુભવ માફક ઉત્પન્ન
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy