SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧/૨૮૩ થી ૨૮૬ કરનાર હોવાથી લોઢાનું અંતર, ચિંતિત વસ્તુની પ્રાપ્તિ આદિથી પાષાણનો અંતર તે પ્રસ્તરાંતર.. એ રીતે કાષ્ઠાદિ અંતરવત્ સ્ત્રીની અપેક્ષાએ સ્ત્રીનું અંતર, પુરુષોની અપેક્ષાઓ પુરુષનું અંતર, - x - કાષ્ઠાંતર તુલ્ય, અંતર વિશેષ અર્થાત્ વિશિષ્ટ પદવી યોગ્યતાદિ વડે સમાન. વચનની સુકોમળતા વડે પણ્માંતર સમાન. સ્નેહછેદ અને પરિષહાદિમાં ધૈર્યાદિથી લોહાંતર સમાન, ઇચ્છાથી અધિક મનોરથના પૂર્ણ કરવા વડે, વિશિષ્ટ પુરુષ વડે વંદન યોગ્ય પદવી વડે પ્રસ્તરાંતર સમાન. - હમણાં જ અંતર કહ્યું. પુરુષાંતરથી મૃતક સૂત્ર કહે છે— [૨૮૫] વિતે - પોષણ કરાયો હોય તે ભૃત, તે જ અનુકંપાથી મૃતક એટલે કામવાળા. નિયત મૂલ્યથી પ્રતિદિન કાર્ય માટે રખાય તે દિવસભૃતક. દેશાંતર ગમનમાં સહાય માટે નિયત મૂલ્યથી પોષણ કરાય તે યાત્રાભૃતક. મૂલ્ય અને કાળના નિર્ણયથી કાર્ય કરાવાય તે ઉચ્ચતામૃતક. પૃથ્વી ખોદનાર ઓડ વગેરે તે કબ્બાડ ભૃતક, જે બે કે ત્રણ હાથ ભૂમિ ખોદે છે. - ૪ - ૪ - ૪ - [૨૮૬] લૌકિક પુરુષ વિશેષનું અંતર કહ્યું, લોકોત્તરનું તેનાથી અંતર બતાવવા માટેનું સૂત્ર કહે છે - તેમાં સંપ્રકટ - અગીતાર્થ સમક્ષ અકલ્પ્ય આહારાદિ પ્રતિોવવાનો સ્વભાવ જેનો છે, તે સંપ્રકટપ્રતિસેવી. એમ બધે જાણવું. વિશેષ એ કે - પ્રચ્છન્ન એટલે અગીતાર્થ સમક્ષ, અહીં પહેલા ત્રણ ભંગમાં પુષ્ટાલંબન બકુશ આદિ અથવા ખાસ કારણ સિવાય પાસત્યાદિ, ચોથા ભંગે નિર્ણન્ય કે સ્નાતક હોય. - અંતરના અધિકારથી જ દેવપુરુષોનું સ્ત્રીકૃ અંતર કહે છે– • સૂત્ર-૨૮૭ થી ૨૯૧ : ૪૫ સુરેન્દ્ર અસુરકુમારરાજ સમરના સોમ મહારાજા [લોકપાલ] ની ચાર અગ્રમહિષીઓ કહી છે - કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા... એ જ રીતે યમ, વરુણ, વૈશ્રમણ [લોકપાલ] ની અગ્રમહિષી જાણવી... વૈરોનેન્દ્ર વૈરોયન રાજાના સોમ [લોકપાલ] ની ચાર અગ્રમહિષી છે - મિત્રકા, સુભદ્રા, વિદ્યુતા, અશની, એ રીતે જ યમ, વૈશ્રમણ, વણની અગ્રમહિષીઓ જાણવી. નાગકુમારે નાગકુમારરાજા ધરણેન્દ્રના કાલવાદ લોકપાલની સાર અગ્રમહિષીઓ છે - અશોકા, વિમલા, સુપભા, સુદર્શના. એ રીતે શંખપાલ પર્યન્ત લોકપાલની ચાર-ચાર અગ્રમહિષી કહી છે... નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ભૂતાનંદના કાલવાલ લોકપાલની ચાર અગ્રમહિષીઓ કહી - સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના, એ રીતે શૈલપાલ લોકપાલ પર્યન્ત જાણવું. ધરણેન્દ્રની માફક દક્ષિણેન્દ્રના લોકપાલોની ઘોષપર્યન્ત અને ભૂતાનંદ માફક મહાઘોષ પતિ તે પ્રમાણે ચાર-ચાર અગ્રમહિષી જાણતી. પિશારોન્દ્ર પિશાચરાજા કાલની ચાર અગ્રમહિષીઓ છે કમલા, કમલ પ્રભા, ઉત્પલા, સુદર્શના. એ રીતે મહાકાલની પણ જાણવી. ભૂતે ભૂતરાજા સુરુપની ચાર અગ્રમહિષીઓ કહી - રૂપવતી, બહુરૂપા, સુરૂપા, સુભગા. એ રીતે પ્રતિરૂપની પણ જાણવી... યક્ષન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની ચાર અગ્રમહિષીઓ કહી ૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ - પુત્રા, બહુપુત્રિકા, ઉત્તમા, તાકા. એ રીતે મણિભદ્રની પણ જાણવી... રાક્ષસોન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અગ્રમહિષીઓ કહી - પા, વસુમતી, કનકા, રત્નપ્રભા, એ રીતે મહાભીમની પણ જાણવી...કિન્નરેન્દ્ર કિન્નરની ચાર અગ્રમહિષીઓ કહી - વડૈસા, કેતુમતી, તિસેના, રતિભા, એ રીતે કિંપુરુષની પણ જાણવી... કિંપુરુષેન્દ્ર સત્પુરુષની ચાર અગ્રમહિષીઓ કહી છે - રોહિણી, નવમિતા, હિરી, પુષ્પવતી, એ રીતે મહાપુરુષની પણ જાણવી. અતિકાય મહોગેન્દ્રની ચાર અગ્રમહિષીઓ છે - ભુજગા, ભુજગવતી, મહાકચ્છા અને સ્ફુટા. એ રીતે મહાકાયની પણ છે. ગંધર્વેન્દ્ર ગીતરતિની સાર અગ્રમહિષી છે - સુઘોષા, વિમલા, સુસ્વરા, સરસ્વતી, એ રીતે ગીતયશની પણ છે... - - જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્ રાજ ચંદ્રની ચાર અગ્રમહિષીઓ છે - ચંદ્રપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી, પ્રભંકરા, એ રીતે સૂર્યની પણ છે - સૂર્યપશ્મા જ્યોત્સનાભા આદિ... મહાગ્રહ અંગારકની ચાર અગ્રમહિષી છે - વિજયા, વૈજયંતિ, જયંતિ, અપરાજિતા. એ રીતે ભાવકેતુ પર્યન્ત જાણવું. દેવેન્દ્ર દેવરાજ શકના સોમ લોકપાલની ચાર અગ્રમહિષી છે - રોહિણી, મદના, ચિત્ર, સોમા, એ રીતે વૈશ્રમણ પર્યન્ત જાણવું. દેવેન્દ્ર દેવરાજ ઇશાનેન્દ્રના સોમ લોકપાલની ચાર અગ્રમહિષી છે - પૃથ્વી, રાત્રિ, રજની, વિદ્યુત. એ રીતે વરુણ પર્યન્ત જાણવું. [૨૮૮] ચાર ગોરસ વિગઈઓ કહી છે - ખીર, દહીં, ઘી, નવનીત... ચાર સ્નિગ્ધ વિગઈઓ કહી છે - તેલ, ઘી, વસા, માખણ... ચાર મહાવિગઈઓ કહી છે - મધુ, માંસ, મધ, માખણ, [૨૮] ચાર ફૂટાગાર કહ્યા છે - કોઈ ગુપ્ત અને ગુપ્ત, કોઈ ગુપ્ત અને અગુપ્ત, કોઈ ગુપ્ત ગુપ્ત, કોઈ અગુપ્ત-અગુપ્ત.. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ કહ્યા - કોઈ ગુપ્તગુપ્ત ઇત્યાદિ. ચાર ફૂટાગાર શાળા કહી છે - કોઈ ગુપ્ત અને ગુપ્તદ્વારવાળી, કોઈ ગુપ્ત-અગુપ્તદ્વારવાળી, કોઈ અગુપ્ત-ગુપ્તદ્વારા, કોઈ અગુપ્ત-અશુıદ્વારા.. એ રીતે ચાર સ્ત્રીઓ જાણવી કોઈ ગુપ્ત અને ગુપ્તેન્દ્રિયા, કોઈ ગુપ્ત અને અગુપ્તેન્દ્રિયા. ઇત્યાદિ. [૨૦] અવગાહના ચાર પ્રકારે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ - અવગાહના [૨૧] ચાર પ્રજ્ઞપ્તિ અંગબાહ્ય કહી - ચંદ્ર, સૂર્ય, જંબુદ્વીપ, દ્વીપસાગર. • વિવરોન-૨૮૭ થી ૨૯૧ - [૨૮૭] સૂત્ર વિસ્તાર સરળ છે. વિશેષ એ કે - મારો - લોકપાલ, અનુભૂત પ્રધાન, મનિષા - રાજાની સ્ત્રી, વચળ - વિવિધ પ્રકારે, લેબને - દીપે છે, તે વૈરોચન - ઉત્તર દિવાસી અસુરો, તેનો ઇન્દ્ર... ‘ધરણ'ના સૂત્રમાં વં કૃતિ . કાલપાલની જેમ કોલવાલ, શૈલપાલ, શંખપાલની આ જ નામવાળી ચાર-ચાર અગ્રમહિષીઓ જાણવી...ભૂતાનંદના સૂત્રમાં કહ્યું - “કાલવાલની માફક બીજાની પણ.'' તેમાં માત્ર લોકપાલનો ક્રમ બદલાશે, ત્રીજાના સ્થાને ચોથો.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy