SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧/૨૭૮ થી ૨૮૦ દ્રવ્ય પર્યાયભૂતકાળના ચાર સ્થાનક કહ્યા, પર્યાય અધિકારથી પુદ્ગલના પર્યાયભૂત પરિણામોના ચાર સ્થાનકો કહે છે– ૪૩ [૨૭૯] પરિણામ - એક અવસ્થાથી બીજી અવસ્થાને પામવું. કહ્યું છે કે - બીજી અવસ્થાને પામવું તે પરિણામ, સર્વથા મૂલ સ્વરૂપે ન રહેવું, સર્વથા નાશરૂપ પણ નહીં એવો જે પરિણામ તે જ્ઞાનીઓને ઇષ્ટ છે. પરિણામમાં કાલાદિ વર્ણનો પરિણામઅન્યથા થવું અથવા બીજા વર્ણના ત્યાગપૂર્વક કાલાદિ વર્ણ વડે પુદ્ગલનો પરિણામ તે વર્ણ પરિણામ, એ રીતે ગંધાદિમાં પણ જાણવું. અજીવદ્રવ્યપરિણામો કહ્યા. હવે જીવદ્રવ્યના વિચિત્ર પરિણામો કહે છે– [૨૮૦] ભરત આદિ સૂત્ર સ્પષ્ટ છે - પહેલા અને છેલ્લાને વર્જીને - ૪ - મધ્યે બાવીશ તીર્થંકર કહ્યા. યમ એ જ યામ તે ચાર છે. જેમાં હિંસાદિ નિવૃત્તિ છે. વૃદ્ધિની - મૈથુન, પરિગ્રહ વિશેષ. માવાન - પરિગ્રહ. તે બંનેનું એકત્વ છે. અથવા ગ્રહણ કરાય તે આદાન-પરિગ્રાહ્ય વસ્તુ, તે ધર્મોપકરણ હોય છે. તેથી ધર્મોપકરણ સિવાય તે પરિગ્રહ. મૈથુન, પરિગ્રહની અંતર્ગત્ છે. કેમકે અપરિગૃહીતા સ્ત્રી ભોગવાતી નથી. પ્રત્યાખ્યાન દ્વારા - X - ધર્મ-ચતુર્થામ છે. અહીં આ ભાવના છે - મધ્યમ બાવીશ અને મહાવિદેહના તીર્થંકરો ચતુર્યમ ધર્મની અને આદિ-અંત્ય તીર્થંકરો પંચયામ ધર્મ શિષ્યાપેક્ષાએ પ્રરૂપે છે, પરમાર્થથી તો બંનેની પાંચયામની પ્રરૂપણા છે. પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં સાધુ ઋજુ જડ અને વક્ર જડ હોય છે. તેથી પરિગ્રહ-વર્જનના ઉપદેશ છતાં મૈથુનત્યાગ જાણવા સમર્થ થતા નથી. જયારે - ૪ - શેષ તીર્થના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી મૈથુનને જાણવા-તજવા સમર્થ હોય છે. કહ્યું છે કે - પ્રથમ તીર્થંકરના સાધુઓ ઋજુ-જ્ડ છે, છેલ્લાના વક્ર-ડ. મધ્યમના ઋજુ-પ્રાજ્ઞ હોવાથી બે ભેદે તેમનો ધર્મ કહ્યા છે. પ્રથમ તીર્થંકરના સાધુને ધર્મ દુર્બોધ્ય છે, છેલ્લાને દુઃખે પાળી શકાય છે, મધ્યમના સાધુને ધર્મ સુબોધ્ય અને સુખ પાલ્ય છે • અનંતરોક્ત પ્રાણાતિપાતાદિથી અટકેલા - ન અટકેલાને સુગતિદુર્ગતિ થાય છે. તે ગતિવાળા જીવો સુગત-દુર્ગત હોય છે માટે દુર્ગતિ-સુગતિ, દુર્ગતસુગતના ભેદો કહે છે. • સૂત્ર-૨૮૧,૨૮૨ : [૮૦] ચાર દુર્ગતિઓ કહી છે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવદુર્ગતિ... ચાર સુગતિઓ કહી છે - સિદ્ધ, દેવ, મનુષ્ય, સુકુલમાં જન્મસુગતિ... ચાર દુર્ગત કહ્યા છે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ-દુર્ગાત... ચાર સુગત કહેલ છે - સિદ્ધ, દેવ, મનુષ્ય, સુકુલ જન્મ પ્રાપ્ત-સુગત... [૨૮] પ્રથમ સમય જિનની ચાર કર્મ પ્રકૃતિ નાશ પામે છે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય... ઉન્ન જ્ઞાન-દર્શન અર્હન્ત જિન કેવલી ચાર કર્મપ્રકૃતિને વેદે છે - વેદનીય, આયુ, નામ, ગોત્ર... પ્રથમ સમય સિદ્ધની ચાર કર્મ પ્રકૃતિ સાથે ક્ષય પામે વેદનીય, આયુ, નામ, ગોત્ર ૪૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ • વિવેચન-૨૮૧,૨૮૨ : [૨૮૧] ‘દુર્ગતિ' આદિ કહેવાઈ ગયેલ છે. વિશેષ એ કે - નિંદિત મનુષ્ય અપેક્ષાએ મનુષ્યદુર્ગતિ અને કિલ્બિષિકાદિ અપેક્ષાએ દેવ દુર્ગતિ છે. મુક્ષુન દેવલોકાદિમાં જઈને ઇક્ષ્વાકુ આદિ સુકુલમાં આવવું. પ્રત્યાનાતિ એટલે પ્રતિજન્મ. આ તીર્થંકરાદિને હોય છે. મનુષ્યની સુગતિ ભોગભૂમિમાં મનુષ્ય જન્મરૂપ છે. દુર્ગતિ જેઓને છે, તે દુર્ગત અથવા “દુઃસ્થ” તે દુર્ગત. એ રીતે સુત જાણવા. અનંતર સિદ્ધ સુગતો કહ્યા, તે સિદ્ધો અષ્ટકર્મના ક્ષયથી થાય છે, તેથી ક્ષય પરિણામ ક્રમ કહે છે [૨૮૨] સૂત્ર સ્પષ્ટ છે - વિશેષ એ કે - પ્રથમ સમય જેનો છે તે તથા તેવા જિન, તે સયોગિ કેવલી, તે પ્રથમ સમય જિનના સામાન્ય કર્માશો-જ્ઞાનાવરણીયાદિ ભેદો છે, તે ક્ષય પામે છે. તેથી જ્ઞાન-દર્શનને ધારણ કરે છે, તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર, આ વાક્યથી અનાદિ સિદ્ધ કેવલજ્ઞાનને માનનારનું ખંડન કરે છે - - જેને કશું ગોપ્ય નથી તે “અરહ'. - ૪ - - કેમકે સમીપ, દૂર, સ્થૂલ, સૂક્ષ્મરૂપ સમસ્ત પદાર્થસમૂહના સાક્ષાત્કાર કરનાર હોવાથી અથવા દેવાદિ વડે પૂજાને યોગ્ય હોવાથી અન્, રાગાદિ જિતવાથી જિન. કેવલ-પરિપૂર્ણ જ્ઞાનાદિ છે જેને તે કેવલી. સિદ્ધત્વ અને કર્મના ક્ષયનો એક સમયે સંભવ હોવાથી પ્રથમ સમય સિદ્ધ ઇત્યાદિ કથન કરાય છે. અસિદ્ધ જીવોને હાસ્યાદિ વિકારો હોય છે, તેથી હાસ્યને કહે છે– • સૂત્ર-૨૮૩ થી ૨૮૬ ઃ [૨૮૩] ચાર કારણે હાસ્યોત્પત્તિ થાય - જોઈને, બોલીને, સાંભળીને અને સ્મરીને. [૨૮૪] ચાર ભેદે અંતર કહ્યું - કાષ્ઠાંતર, પદ્માંતર, લોહાંતર, પત્થરાંતર. એ પ્રમાણે સ્ત્રીઓમાં, પુરુષોમાં ચાર પ્રકારે અંતર છે - કાષ્ઠાંતર સમાન, પદ્માંતર સમાન, લોહાંતર સમ, પત્થરાંતર સમ. [૨૮૫] ભૃતક [નોકર] ચાર પ્રકારે છે - દિવસભૃતક, યાત્રાભૂતક, ઉચ્ચતામૃતક, કભાડભૂતક... [૮૬] ચાર પ્રકારે પુરુષ કહ્યા - સંપાડગ પ્રતિસેવી પણ પ્રચ્છન્ન પ્રતિોવી નહીં, પ્રચ્છન્ન પ્રતિોવી પણ સંપાડગ પ્રતિસેવી નહીં, સંપાડગ અને પ્રચ્છન્ન પ્રતિસેવી, બંને પ્રતિસેતી નહીં. • વિવેચન-૨૮૩ થી ૨૮૬ ઃ [૨૮૩] હરાવું તે હાસ્ય, હાસ્ય મોહનીય કર્મના ઉદયજન્ય વિકારની ઉત્પત્તિ તે હાસ્યોત્પતિ. તે -૧- વિદુષકાદિની ચેષ્ટાને ચક્ષુ વડે જોઈને, ૨- કોઈ અસૂરિ વચન બોલીને, ૩- બીજાએ કહેલ તેવા હાસ્યકારી વાક્યને સાંભળીને, ૪- હાસ્યકારી ચેષ્ટા અને વાક્યાદિ યાદ કરીને. આ રીતે જોવું વગેરે હાસ્યના કારણો છે. [૨૮૪] સંસારીના જ ધર્માન્તરના નિરૂપણને માટે બે સૂત્રોને કહે છે– કાષ્ઠ કાષ્ઠના અંતર-વિશેષરૂપ રચનાદિ વડે વિશેષ તે કાષ્ઠાંતર, એ રીતે પદ્મ-કપાસ, રૂ વગેરેનો-પદ્મનો વિશિષ્ટ સુકુમારતાદિ વડે અંતર, અત્યંત છેદ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy