SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧/૧૮૭ થી ૨૯૧ ૪૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ દક્ષિણ દિશાના નાગકુમાર નિકાયના ઇન્દ્ર ધરણના લોકપાલોની અગમહિષીઓ જે નામવાળી છે તેમ દક્ષિણ દિશાના બીજા આઠ-વેણુદેવ, હરિકાંત, અગ્નિશીખ આદિ ઇન્દ્રોના જે લોકપાલો સૂત્રમાં કહ્યા છે, તે બધાંની તેમજ જાણવી.. જેમ ઉત્તર દિશાનો નાગરાજ ભુતાનંદેન્દ્રના લોકપાલોની અગ્રમહિષીઓના નામ કહ્યા છે, તેમ બાકીના - વેણુદાલી, હરિસ્સહ આદિ આઠ ઇન્દ્રોના લોકપાલોની પણ તેમજ જાણવી. તેથી જ કહે છે . ન ધરVIક્સ સચેતનનું અંતર કહ્યું. હવે અચેતન વિશેષ વિગઈનું અંતર કહે છે– [૨૮૮] ગાયોનો રસ તે ગોરસ, આ વ્યુત્પત્તિ માત્ર છે. પ્રવૃત્તિથી ભેંસ વગેરેના દૂધ દહીં આદિ રસ પણ છે. શરીર અને મનને પ્રાયઃ વિકારનો હેતુ હોવાથી વિકૃતિ [વિગઈ] કહેવાય છે. શેષ સ્પષ્ટ છે. વિશેષ એ - ઘી, નવનીત - માખણ, ચણા - હાડકાના મધ્યભાગનો રસ, મહારસ વડે મહાવિકાર કરનારી હોવાથી અને મહાનું જીવોપઘાતનું કારણ હોવાથી મહાવિગઈ કહે છે. અહીં વિગઈનો પ્રસંગ હોવાથી વૃદ્ધ ગાયાઓ વડે વિગઈને કહે છે– દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, દારુ, મધ, માંસ તથા કડાવિગઈ. ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી સંબંધી દૂધ એ પાંચ ભેદ કહ્યા. ઉંટડીના દૂધમાંથી દહીં વગેરે ન થતા હોવાથી, દહીં આદિના ચાર ભેદ કહ્યા. તલ, અલસી, કુટુંબ, સરસવના તેલ એ ચાર ભેદો છે, શેષ ડોલા આદિના તેલને વિગઈમાં ગણેલ નથી... ગોળના બે ભેદ-દ્રવ્ય ગોળ, Nિડગોળ... મધ-દીર ભેદે - કાષ્ઠ નિપજ્ઞ, પિઠ નિપન્ન... મધ ત્રણ ભેદે - માક્ષિક, કોંતિક, ભ્રામરિક માંસ ત્રણ ભેદે - જલચર, સ્થલચર, ખેચરનું અથવા માંસ, ચરબી, લોહી એમ ત્રણ ભેદે છે. વળી ઘી કે તેલ ભરેલ કડાઈમાં ત્રણ ઘાણ સુધી તળાય ત્યાં સુધી કડાવિગઈ કહેવાય. ચોથા આદિ ઘાણમાં તળેલ પકવાન વિગઈ ન કહેવાય. યોગવહન કરનારને પ્રાયઃ કલો છે. • x • એક પુડલા વડે જે તવો પુરાય છે, તેથી બીજો પુડલો જે કરાય તે વિગઈના ત્યાગ કરનાર મુનિને કરે છે, કેમકે તે લેપકૃત કહેવાય છે. | [૨૮૯] અચેતન અંતરના અધિકારી જ ઘર વિશેષના અંતરને દૃષ્ટાંત વડે કહેવા તથા પુરુષ-સ્ત્રીના અંતરને દાન્તિક પણ કહેવાનું સૂp કૂટ-શિખરવાળું ઘર અથવા જીવને બાંધવાના સ્થળ જેવા ઘર તે કૂટાગાર, તેમાં ગુપ્ત-ગઢ આદિથી વીંટાયેલું અથવા ભૂમિગૃહાદિ, વળી બંધ બારણા વડે ગુપ્ત કે પૂર્વકાળ-પશ્ચાતકાળ અપેક્ષાએ ગુપ્ત છે... એમ જ બીજા ત્રણ ભેદ જાણવા. પુરુષ તો વદિ દ્વારા આચ્છાદિત હોવાથી ગુપ્ત વળી ઇન્દ્રિયોને વશ કરવા વડે ગુપ્તેન્દ્રિય અથવા પહેલાં પણ ગુપ્ત અને હાલ પણ ગુપ્ત છે. ગુપ્ત પણ એમજ છે. તથા કૂટના આકાર વાળી શાળા કે કૂટાગાર શાળા, આ સ્ત્રી લિંગ દષ્ટાંત છે. લક્ષણ દષ્ટિબ્લિક સામ્ય છે. તેમાં ગુપ્તા એટલે પસ્વિાર વડે આવૃત, ઘરમાં રહેલી, વઆદિ આચ્છાદિત ગવાળી કે ગૂઢ સ્વભાવા કે ગુપ્તેન્દ્રિયા કે અનુચિત પ્રdd ઇન્દ્રિયોને કાબૂમાં રાખનારી. એ રીતે બાકીના ભેદ જાણવા. રિ૯o] ગુપ્તેન્દ્રિયવ કહ્યું, ઇન્દ્રિયો અવગાહનાના આશ્રયવાળી છે માટે. અવગાહના નિરૂપણ કરે છે - જીવો જેનો કે જેમાં આશ્રય કરે તે અવગાહના આંતુ શરીર. દ્રવ્યથી અવગાહના તે દ્રવ્યાવગાહના, એમ જ સર્વત્ર જાણવું. તેમાં દ્રવ્યથી અનંત દ્રવ્યરૂપ છે. ક્ષેત્રથી સંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી અસંખ્યાત સમય સ્થિતિક, ભાવથી વર્ણાદિ અનંતગુણા. - અથવા - વિવક્ષિત દ્રવ્યના આધારભૂત આકાશપદેશો તે અવગાહના. તેમાં દ્રવ્યોની અવગાહના તે દ્રવ્યાવગાહના, ક્ષેત્ર એ જ અવગાહની-હોત્રાવગાહના. કાલની અવગાહના મનુષ્યક્ષેત્રમાં વર્તતી તે કાલાવગાહના, ભાવવાળા દ્રવ્યોની અવગાહના તે ભાવાવગાહના. - X - અથવા આશ્રય માગ અવગાહના, પયયિો વડે દ્રવ્યની અવગાહના તે આશ્રય અવગાહના. - X - X - | [૨૯૧] અવગાહનાની પ્રરૂપણા પ્રજ્ઞતિઓમાં કરેલી છે, માટે પ્રજ્ઞપ્તિનું સૂત્ર કહે છે - જેમાં વિશેષથી અર્થો જણાય છે તે પ્રજ્ઞપ્તિઓ, આચારદિ અંગસૂત્રથી બાહ્ય તે અંગબાહા, નામ પ્રમાણે વર્ણનવાળી કાલિક સૂત્ર રૂપ છે. તેમાં સૂર્યપાતિજંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પાંચમા-છઠ્ઠા અંગના ઉપાંગ રૂપ છે. બાકીની બે પ્રજ્ઞપ્તિ પ્રકીકરૂપ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પાંચમી છે - ૪ - સ્થાન-૪ - ઉદ્દેશો-૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | # સ્થાન-૪ - ઉદ્દેશો-૨ @ - X - X - X - X - X - • ચોથા સ્થાનનો ઉદ્દેશો-૧ કહ્યો. હવે બીજો કહીએ છીએ. તે બંનેનો સંબંધ આ છે - અનંતર ઉદ્દેશામાં જીવાદિ દ્રવ્ય-પર્યાયોના ચાર સ્થાનો કહ્યાં. અહીં પણ તેના જ ચાર સ્થાનકો કહે છે. તેનું આદિ સૂગ • સૂત્ર-૨૨,૨૯૩ - ચાર પ્રતિબંધીનો કહ્યા છે - ક્રોધ પ્રતિસંલીન, માન પ્રતિસલીન, માયા પ્રતિસંલીન, લોભ પ્રતિસંલીન... ચાર આપતિસંતીનો છે - ક્રોધ આપતિસંલીન યાવતુ લોભ આપતિiલીન... ચાર પ્રતિસલીનો છે - મન, વચન, કાય, ઇન્દ્રિય - પ્રતિસલીન... ચાર આપતિસંલીનો છે - મન યાવત ઈન્દ્રિય આપતિસલીન. [૨૯] ચાર પ્રકારે પુરુષો કહ્યા - -- કોઈ દીન અને દીન, કોઈ દીન - દીન, કોઈ દીન-દીન, કોઈ દીન-દીન... -ર- ચાર પ્રકારે પુરો કહ્યા - કોઈ દીન-દીન પરિણત કોઈ દીન-અદીન પરિણત, કોઈ દીન-દીન પરિણત, કોઈ આદીન-દીન પરિણત... -૩- ચાર પ્રકારે પુરુષો કહ્યા - કોઈ દીન-દીનરૂપ,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy