SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧/૩૬,૨૩૩ ૪૧ ૪૨ અવતરે તે દષ્ટિવાદ કે દષ્ટિપાત - બારમું અંગ, ૧- તેમાં સૂાદિ ગ્રહણ યોગ્યતા સંપાદન સમર્થ પરિકર્મ, ગણિત પરિકર્મવતુ. -- તે સિદ્ધસેનિક આદિ, નડજસૂત્રાદિ બાવીશ સૂરો છે, અહીં સર્વ દ્રવ્ય-પર્યાય-નયાદિ અર્ચના સૂચનથી સૂત્રો છે. •3- સમસ્ત મૃતથી પહેલાં ચાયેલ હોવાથી પૂર્વો, તે ચૌદ છે. તેના નામો આ પ્રમાણે - ઉત્પાદ, અગ્રાયણીય, વીર્યપવાદ, અસ્તિનાસ્તિવવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિધાનુવાદ, અવંધ, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, અને લોકબિંદુસાર, ઉત્પાદકોડ પદ, ગ્રાયણીય-૯૬ લાખ, વીર્ય-90 લાખ, અતિ નાસ્તિ-૬૦ લાખ, જ્ઞાનપ્રવાદ - એક પદ ન્યૂન કોડ, સત્યપવાદ-૧ ક્રોડ, છ પદ, આત્મપ્રવાદ૨૬ કોડ, કર્મપ્રવાદ-૧ ક્રોડ-૮૦ લાખ, પ્રત્યાખ્યાન પ્રવાદ-૮૪ લાખ, વિધાનુવાદ-૧ ક્રોડ-દશ હજાર, અવંધ્ય-ર૬ ક્રોડ, પ્રાણાયુ-૧ ક્રોડ-૫૬ લાખ, ક્રિયાવિશાલ-૯ ક્રોડ, બિંદુસાર-શી લાખ પદ સંખ્યા છે. તેઓને વિશે રહેલું જે શ્રુત તે પૂર્વગત - પૂર્વો - અંગપ્રવિષ્ટ - x • સૂત્રનો પોતાના વિષય સાથે યોગ તે અનુયોગ. તીર્થકરોને પ્રથમ સમકિત પ્રાપ્તિ અને પૂર્વભવાદિ જે વર્ણન તે મૂલ પ્રામાનુયોગ કહેવાય છે. જે કુલકર આદિ વકતવ્યતા જણાવનાર તે ગંડિકાનુયોગ. [૨પૂર્વગત શ્રુત કહ્યું, તેમાં પ્રાયશ્ચિત પ્રરૂપણા હતી, પ્રાયશ્ચિત્ત સૂત્ર કહે છે - તેમાં જ્ઞાન જ પ્રાયશ્ચિત્ત, કેમકે તે જ પાપને છેદે છે, અથવા પ્રાયઃ ચિતને શુદ્ધ કરે તે જ્ઞાન પ્રાયશ્ચિત. એમ દર્શનાદિમાં પણ જાણવું. ભાવથી ગીતાર્થનું જે કૃત્ય તે વ્યકતકૃત્ય પ્રાયશ્ચિત, ગુરૂ-લઘુ પર્યાલોચન વડે જે કંઈ કરે, તે બધું પાપ વિશોધક જ હોય અથવા જ્ઞાનાદિ અતિચાર વિશુદ્ધિ અર્થે જે પ્રાયશ્ચિત - આલોચનાદિ વિશેષ તે જ્ઞાન પ્રાયશ્ચિત્ત. વિયત્ત - વિશેષ અવસ્થાદિ ઔચિત્યથી ન કહેલ છતાં આપ્યું, - x • જે કંઈ મધ્યસ્થ ગીતાર્થ વડે કરાયેલ, તે વિદત્તકૃત્ય પ્રાયશ્ચિત્ત. પાઠાંતર થકી “પ્રીતિકૃત્ય વૈયાવૃત્ય” અર્થ થાય છે. પ્રતિપૈવન - અકૃત્યનું સેવન. તે પરિણામ ભેદથી કે પ્રતિસેવનીય ભેદથી બે પ્રકારે છે. પ્રતિસંવના ભાવ છે, તે કુશલ-અકુશલ બે ભેદે છે. કુશલ વડે જે થાય તે કલા પ્રતિસેવના, અકુશલ ભાવ વડે થાય તે દર્પ પ્રતિસેવના. સંક્ષેપથી પ્રતિસેવનાના બે ભેદ મૂલગુણા-ઉdણ્ણા . મૂલગુણા પાંચ ભેદે છે, ઉત્તણુણા ડિવિશોધ્યાદિરૂપ છે. પ્રતિસેવનામાં પ્રાયશ્ચિત, આલોચના આ રીતે - આલોયના, પ્રતિકમણ, મિશ્ર, વિવેક, વ્યર્ન, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારસંચિત. એ પ્રતિસેવના પ્રાયશ્ચિત છે. બીજું સંયોજન એક જાતિવાળા અતિચારોનું મિલન તે સંયોજના, જેમ શય્યાતર પિંડ લીધેલ, તે પણ ભીના હાથ આદિ વડે, તે પણ સામે લાવેલ, તે પણ આધાકમાં; તેનું જે પ્રાયશ્ચિત, તે સંયોજના પ્રાયશ્ચિત્ત, તયા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આરોપણા, એક અપરાધના પ્રાયશ્ચિત્તમાં ફરી ફરી દોષ સેવનથી અન્ય પ્રાયશ્ચિતનું આરોપણ. જેમ પાંચ અહોરમ પ્રાયશ્ચિત્તને પામેલ, ફરી તે દોષ સેવે તો દશ અહોરાત્ર પ્રમાણ, એ રીતે - x - છ માસ પર્યન્ત આપવું. અધિક નહીં. • x - કેમકે વર્તમાન તીર્થમાં છ માસનું જ તપ કહેલ છે. • x• આરોપણા વડે પ્રાયશ્ચિત્ત તે આરોપણા પ્રાયશ્ચિત... પરિકુંચન - દ્રવ્ય, ફોન, કાળ, ભાવ સંબંધી અપરાધનું ગોપવવું, એક રીતે હોવા છતાં બીજી રીતે કહેવું. •x - આ પરિક્ચના કે પરિવંચના ચાર ભેદે - સચિત્તને અચિત કહે, જનપદને બદલે માર્ગમાં સેવ્યો કહે, સુભિક્ષને બદલે દુર્મિક્ષમાં કહે, નિરોગપણે સેવવા છતાં ગ્લાનપણે સેવ્યો કહે, તે અનકમે દ્રવ્યાદિ પરિકંચના છે. પરિક્ચનાનું પ્રાયશ્ચિત્ત તે પરિકંચના પ્રાયશ્ચિત. અહીં વિશેષ વ્યવહાર સૂગથી જાણવું. પ્રાયશ્ચિત કાલની અપેક્ષાએ અપાય છે. માટે કાળનિરૂપણ સૂત્ર • સૂત્ર-૨૭૮ થી ૨૮૦ :[૮] કાળ ચાર ભેદ : પ્રમાણ, યથાયુષ્યનિવૃત્તિ, મરણ, અદ્ધ-કાળ. [૨૯] પુગલ પરિણામ ચાર ભેદે - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ-પરિણામ. [૨૮] ભરત અને ઐરાવત વક્ષેત્રમાં પહેલા : છેલ્લા વજીને વચ્ચેના બાવીશ અરહંત ભગવંતો ચાર યામ ધર્મને પ્રપે છે . સર્વથા પ્રાણાતિપાતું વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા શહિદ્ધાદાના [પરિગ્રહ વિરમણ... સર્વ મહાવિદેહ ક્ષેત્રને વિશે અરિહંત ભગવંત ચારયામ ધર્મ પ્રરૂપે છે . સર્વથા પ્રાણાતિપાત વિરમણ યાવત્ સર્વથા બહિદ્ધાદાન વિસ્મણ. • વિવેચન-૨૭૮ થી ૨૮o : [૨૩૮] જેના વડે વર્ષશત, પલ્યોપમાદિ મપાય, તે પ્રમાણ. તે જ કાળ તે પ્રમાણકાળ. તે દિવસાદિ લક્ષણવાળો અને મનુષ્યક્ષેત્રવર્તી અદ્ધાકાળ વિશેષ જ છે. બે ભેદે પ્રમાણમાળ છે - દિવસ પ્રમાણ, રાત્રિ પ્રમાણ. તે બંને ચાર-ચાર પોરિસી પ્રમાણ છે... જે પ્રકારે નારકાદિ ભેદે આયુષ તે યથાયઃ, તેને રૌદ્રાદિ ધ્યાનથી બાંધવું, તેના સંબંધથી જે કાળ-જીવોની નાકાદિત સ્થિતિ તે યથાનિવૃત્તિકાળ છે. અથવા આયુષ્યની નિવૃત્તિ મુજબ નાકાદિ ભવમાં રહેવું તે યથાનિવૃત્તિકાળ, આ પણ આયુકમના અનુભાવ વિશિષ્ટ સર્વ સંસારી જીવોના વર્તનાદિરૂપ અદ્ધાકાલ જ છે • x • | મૃત્યુનો જે સમય તે મરણકાળ, આ પણ અદ્ધા સમય વિશેષ જ છે. અથવા મરણ વિશિષ્ટ કે મરણ એ જ કાળ, કેમકે તે કાળનો પર્યાયવાચી શબ્દ છે. કહ છે . ‘કાળ' શબ્દ મરણવાચક છે, જેમ મરણ ગતને કાલગત કહેવાય છે. પ્રાણીનો મરણકાળ કાળ-કાળ કહેવાય છે... આ અદ્ધાકાળ સૂર્યના ભ્રમણ વિશિષ્ટ મનુષ્ય ક્ષેત્રમાં વર્તતો સમયાદિરૂપ જાણવો. કહ્યું છે - સૂર્યક્રિયા વિશિષ્ટ, ગોદોહાદિ ક્રિયાથી નિરપેક્ષ એવો સમયક્ષેત્રમાં જે સમયાદિ કહેવાય તે અદ્ધાકાળ જાણવો. સમય, આવલિકા, મુહૂર્ણ, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, પુિદ્ગલ) પરાવર્ત થાય છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy