SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪/૦૧૨ થી ૧૫ ૨૧૯ જણાવે છે - પાસંચિત સંક્ષેપથી બે ભેદે - આશાતના અને પ્રતિસેવામાં. વળી એકૈકમાં ભજના કરવી - સયાત્રિમાં, અયાત્રિમાં. કોઈ પણ પ્રતિસેવિત પદ વડે સર્વ ચાત્રિનો નાશ થાય છે, ક્યાંક ચારિત્રનો દેશ રહે છે, કેમકે પરિણામ અને અપરાઘને આશ્રીને છે. તુલ્ય અપરાધ છતાં પણ પરિણામના વશ વિવિધતા હોય છે. ક્યાંક પરિણામમાં સમાનતા પણ અપરાધનું વૈવિધ્ય હોય છે. એ રીતે અનેક પ્રકારે પ્રતિસેવનામાં ભેદ થાય. [હવે આશાતના-] તીર્થકર, પ્રવચન, શ્રત, આચાર્ય, ગણધર, મહર્બિક એટલાની જે આશાતના કરે છે, તેને પ્રાયશ્ચિત્તમાં માર્ગણા હોય છે. આ સર્વે આશાતના કરતો પારસંચિત સ્થાનને પામે. આ સૂત્રમાં પ્રતિરોધક પારસંચિક જ ત્રણ ભેદે છે. કહ્યું છે - પ્રતિસેવના પાસંચિક અનુક્રમે દુષ્ટ, પ્રમત્ત, અન્યોન્ય એમ ત્રણ પ્રકારે જાણવો. તેમાં દુષ્ટ તે કષાયથી અને વિષયથી દોષવાનું જાણવો વળી તે એક - એક સ્વપક્ષ, વિવાના ભેદથી બે પ્રકારે છે - x - તેમાં વિપક્ષમાં કાયદાટ આ પ્રમાણે જાણવો - સપનાલિકા નામક શાકની ભાજીના ગ્રહણથી કપિત થયેલ શિયે મૃત આચાર્યના દાંતને ભાંગી નાખ્યા તેવો સાધુ અને વિષયદુષ્ટ તે સાધવીની વાંછા કરનારો જાણવો. વેશ વડે યુક્ત સાધુ, જો સાળીની પ્રાપ્તિ વાંછે તો તેણે સર્વે તીર્થકરો, આર્યાઓ અને સંઘની આશાતના કરી કહેવાય. તે પાપીમાં અત્યંત પાપી છે, તેને દૃષ્ટિસ્પર્શ કરવો પણ ન કહ્યું કેમકે તે નિવની મહા પત્રો નમીને તેને જ લજાવો છે, મદ્રાને લાવવા વડે પાપમલપટલથી આચ્છાદિત થયેલ એવા તેઓ જન્મ-જરા-મરણ પ્રચુર વેદનાવાળા અનંત સંસારમાં ભમે છે. પર૫ક્ષકષાય દુષ્ટ રાજાનો વધક અને પરપક્ષ વિષય દુષ્ટ રાજાણી પ્રત્યેનો ગમક જાણવો. પ્રમત - પાંચમી નિદ્રાના ઉદયવાળો, માંસ ખાનાર દીક્ષિત સાધુની જેમ આ બીજા સગુણો હોય તો પણ ત્યાગવા યોગ્ય છે. કહ્યું છે [જો તે જ ભવમાં સત્યાનદ્ધિ નિદ્રાવાળો કેવલને ઉત્પન્ન કરે તો પણ અનતિશયજ્ઞાની તેને લિંગ [વેશ ન આપે, વળી લિંગ છિનવીને કહેવું કે - તું દેશવિરતિ કે સમ્યકત્વને ગ્રહણ કર. એમ કહેવા છતાં જો તે વેશ ન મૂકે તો ગુરુ એ તેને મૂકીને પલાયન થઈ જવું.. પરસ્પર મુખ અને ગુદાના પ્રયોગથી મૈથુન કરવા પર યુગલ • x • પુર્વેદ અને સ્ત્રીવેદરૂપ વેદના મિશ્ર ઉદયવાળા હોય છે, તેમનો વેશ લઈ લેવો. ઘણી રીતે અતિયાર વિશેષને સેવતો અને અનાયરિત તપ વિશેષ એવો સાધુ અતિચાર દોષથી નિવૃત થયેલ છતાં જે મહાવ્રતમાં સ્થપાતો નથી. તે અનવસ્થાપ્ય છે. તે અતિચારથી થયેલ કે તેની શુદ્ધિ પણ અનવસ્યાય કહેવાય છે. આ નવમું પ્રાયશ્ચિત છે. તેમાં -૧- સાધર્મિકો- સાધુઓ, તેમના સંબંધી ઉત્કૃષ્ટ ઉપધિ અથવા શિષ્યાદિની ઘણીવાર અથવા વિશેષઢેષિત ચોરીને કરતો તથા -- અન્યધાર્મિકો - શાક્યાદિ કે ગૃહસ્થો, ૨૨૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેઓના સંબંધી ઉપાધિ આદિની ચોરી કરતો તથા • • હાથ વડે તાડન કરવું તે હસ્તતાલ, તેને આપતો, લાકડી-મુક્રિ-ધોકો-ઇત્યાદિ વડે મરણ આદિથી નિરપેક્ષ પોતાને કે બીજાને પ્રહાર કરતો, એવો ભાવાર્ય છે - ૪ - તેમાં થવાન - દ્રવ્યોપાર્જનના કારણરૂપ અષ્ટાંગ નિમિતને બોલતો અથવા હતાલંબની માફક હસ્તાલંબને દેતો અર્થાત્ નદીના પુરનો રોધ વગેરે અશિવમાં તેની શાંતિને માટે ઉપચાર સહિત મંત્ર વિદ્યાદિનો પ્રયોગ કરતો - એવો અર્થ સમજવો. પૂર્વોક્ત પ્રાયશ્ચિત પ્રવાજનાદિ યુક્તને હોય છે, તે પ્રવાજના આયોગના નિરાસ વડે યોગ્યોને કરવા યોગ્ય છે. તેથી તે દીક્ષાને અયોગ્યનું નિરૂપણ કરતાં છ સૂત્રોનું કહે છે • સૂત્ર-૨૧૬ : ૧ઋણને દીક્ષા દેવી ને કહ્યું - પડક, વાતિક, ક્લિબને. એ પ્રમાણે તેમને - મુંડિત કરવા, •3• શિખવવું, -- ઉપસ્થાપિત કરવા, -V- ઉપધિ આદિ વિભાગ કરવા -૬- પાસે રાખવા ન કહ્યું. • વિવેચન-૨૧૬ : સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - પંડક એટલે નપુંસક, તેના લક્ષણાદિ જાણીને તેનો ત્યાગ કરવો, તેના લક્ષણો છે - બી જેવો સ્વભાવ, સ્વર અને વણ ભેદ, મોટું પુરુષ ચિલ, કોમળ વાણી, શબ્દ સહિત અને ફીણરહિત મૂત્ર એ છે નપુંસકના લક્ષણો છે . • જેને વાયુ છે તે વાતિક, જ્યારે સ્વનિમિત્તથી અન્યથા લિંગ વિકારવાળું થાય છે ત્યારે જ્યાં સુધી પ્રતિસેવના ન કરી હોય ત્યાં સુધી વેદને ધારણ કરવા સમર્થન થાય તે વાતિક કહેવાય. આ ન રોકેલ વેદવાળો નપુંસકપણાને પરિણમે છે. ક્વચિત્ વાવ પાઠ છે, ત્યાં રોગી અર્થ થાય છે - - લીબ એટલે અસમર્થ, તે ચાર ભેદે છે . દૃષ્ટિક્લીબ, શબ્દક્ષીબ, આદિષ્પક્ષીબ, નિમંત્રણ લીબ. તેમાં - અનુરાગથી વસ્ત્રાદિ રહિત સ્ત્રીને જોઈને જેનું મેહન [લિંગ ગળે છે, તે દૃષ્ટિ ક્લિબ. સરતાદિ શબ્દ સાંભળતા જેનું લિંગ ગળે તે શબ્દ ક્લિબ. સ્ત્રી વડે સંકેત કરાયેલ જે વ્રતને રક્ષવામાં સમર્થ ન થાય તે આદિગ્ધ કલીબ. સ્ત્રી વડે આમંત્રણ કરાયેલ જે વ્રતને રક્ષવામાં અસમર્થ છે તે નિમંત્રિત કલીબ. ચાર પ્રકારે આ ક્રિયા ન અટકાવવાથી તે નપુંસકપણે પરિણમે છે. વાસ્તીક અને લીંબનું પરિજ્ઞાન તેઓના કે તેના મિત્રના કથનથી જાણવું તેનો વિસ્તાર કહ્યાદિ સૂત્રોચી જાણવો. આ ત્રણ કિટ વેદપણા વ્રતનું પાલન કરવામાં અસમર્થ છે, માટે તેમને દીક્ષા દેવી ને કહ્યું. દીક્ષા દેનારને પણ આજ્ઞા ભંગ વડે દોષનો પ્રસંગ હોવાથી કહ્યું છે - જિનવચનમાં નિષેધ કરેલને જે લોભદોષ વડે દીક્ષા આપે છે, તે ચારિત્રને વિશે સ્થિત તપસ્વી એવો તે જ ચારિત્રને લોપે છે, અહીં ત્રણ દીક્ષાને અયોગ્ય કહ્યા. કેમકે ત્રિસ્થાનક વર્ણન
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy