SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪/૨૧૬ ૨૨૧ ચાલે છે, અન્યથા બીજા પણ દીક્ષાને અયોગ્ય છે. કહ્યું છે કે - બાલ, વૃદ્ધ, નપુંસક, જડ, ક્લબ, રોગી, ચોર, રાજદ્રોહી, ઉન્મત્ત, દૈષ્ટિરહિત, દાસ, દુષ્ટ, મૂઢ, કણવાળો, જુગિત, અવબદ્ધક, મૃતક, શિષ્યનિષ્ફટિકા [એ સર્વે દીક્ષાને અયોગ્ય છે તથા ગર્ભવતી અને બાલવત્સાને દીક્ષા દેવી કહ્યું. જેમ ઉકતને દીક્ષા દેવી ન કશે, તેમ કોઈ છળથી દીક્ષા દેવાયા પછી પણ તેમના મસ્તકનું (વાળની લંચન કરવું ન કો. કહ્યું છે કે • જે કદાય દીક્ષિત હોય તો મુંડન કરવું યોગ્ય નથી, અથવા મુંડન થવા છતાં આગળના દોષો અનિવારિત છે એ પ્રમાણે પ્રત્યુપેક્ષાણાદિ સામાચારીને ગ્રહણ કરવા માટે, ઉપસ્થાપના માટે - મહાવતોમાં વ્યવસ્થાપન કરવા માટે તથા ઉપધિ આદિ વિભાણ કરવા માટે, એમ અનાભોગથી વ્યવહાર કરાયા છતાં પોતાની સાથે રહે તે ન કો એવો અનુક્રમ છે. કદાચ સાથે રહે તો પણ વાચના તો ન જ આપે. તે દર્શાવતા કહે છે • સૂત્ર-૨૧૭ : ત્રણ વાચના દેવા યોગ્ય નથી - અવિનીત, વિગઈપતિબદ્ધ અને અવ્યવસિતપાભૂત [ઉત્કૃષ્ટ ક્રોધી] . ત્રણને વાચના આપવી કહ્યું - વિનીત, વિગઈઅપતિભવ, વ્યવસિતડામૃત... ત્રણ દુસંજ્ઞાપ્ય છે - દુષ્ટ, મૂઢ, બુગ્રહિત, ત્રણ સુસંજ્ઞાપ્ય છે - અદુષ્ટ, અમૂઢ, બુગ્રાહિત. • વિવેચન-૧૩ : સૂત્રો સંગમ છે. વિશેષ એ કે - વાવની - સૂત્રને ભણાવવા યોગ્ય નહીં, તેથી જ અર્થને પણ સંભળાવવા અયોગ્ય, કેમકે સૂગથી અર્થનું મહત્વ છે, તેમાં અવિનીત સૂત્રાર્થદાતાના વંદનાદિ વિનયરહિત હોય છે, તેથી તેને વાચના આપવામાં દોષ જ છે. કહ્યું છે કે - શ્રુતાભ્યાસ વિના પણ તે સ્તબ્ધ હોય છે, કૃતના લાભથી અધિક અભિમાની થાય. જેમ ક્ષતમાં ક્ષાર લગાડવાની માફક અવિનીત શ્રુતને પામતા સ્વયં નષ્ટ થઈ બીજાને વિનાશે. જેમ પતાકા બતાવતા ગાયો વેગથી ચાલે તેમ અવિનીતને પણ મૃતનું ભણાવવું દુર્વિનય વધારે છે. • x - વિનયથી ગૃહિત વિધા આલોક-પરલોકમાં ફળને આપે છે. અવિનયથી ગૃહિત વિધા જળથી હીન ધાન્ય માફક ફળ આપતી નથી. વિકૃતિ પ્રતિબદ્ધ - ઘી, દૂધ વગેરે રસ વિશેષમાં ગૃદ્ધ - અનુપધાનકારી. અહીં પણ દોષ જ છે, તેથી કહ્યું છે - તપ વિના ગૃહિત વિધા ઇચ્છિત ફળને ન આપે, શ્રતના ઉદ્દેશાદિ યોગ ન થાય, ઉલટ ઘણો અનર્થ કરે - ૪ - વ્યવસતિ - અનુપશાંત પ્રામૃતની જેમ, પ્રાકૃત એટલે નરકપાલનમાં કુશળ યમની જેમ ઉત્કૃષ્ટ ક્રોધ તે અવ્યવસિત પ્રાકૃત છે. કહ્યું છે કે - અા અપરાધ છતાં ક્રોધને પામે, ખમાવવા છતાં ઘણા ક્રોધને જે ઉદીરે છે, તે વિશે અવ્યવસિત પ્રામૃત કહેવાય. એને વાયના દેતા આ લોકથી ત્યાણ થાય છે, કેમકે એને પ્રેરણા કરવામાં રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કલહ અને સમીપવર્તી દેવનું છલન થાય છે. પરલોકનો પણ ત્યાગ છે કેમકે તેને શ્રુતદાનનું નિર્મુલત્વ છે, જેમ ઉતભૂમિમાં નાખેલ બીજનું નિર્મુલત્વ છે. * * * આથી વિપરીત સુત્ર સુગમ છે. શ્રુતદાનને યોગ્ય કહ્યા, હવે સમ્યકcવને અયોગ્ય કહે છે - સૂત્ર સુગમ છે, વિશેષ એ કે • દુ:ખે કરીને બોધ કરાય તે દુ:સંજ્ઞાપ્યા. તેમાં દુષ્ટ - તવ પ્રત્યે કે પ્રજ્ઞાપક પ્રત્યે, તે કથન કરવા યોગ્ય નથી કેમકે દ્વેષથી ઉપદેશનો સ્વીકાર ના થાય. • • એ રીતે મૂઢ - ગુણ, દોષને ન જાણનાર, - - સુગ્રહિત-કુપજ્ઞાપકે દઢીકૃત વિપરીત મતિ, તે પણ ઉપદેશને ન સ્વીકારે. કહ્યું છે પૂર્વે વ્યગ્રાહિત અને પોતાને પંડિત માનતા કેટલાંક અજ્ઞાની પુરષો દ્વીપમાં જન્મેલ મનુષ્ય માફક કારણ સાંભળવાને પણ ઇચ્છતા નથી. તેમનું સ્વરૂપ કલાથી. તથા કથાકોશથી જાણી લેવું. - - તેનાથી વિપરીતને સુસંજ્ઞાણ કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. પ્રજ્ઞાપના યોગ્ય પુરુષને કહીને પ્રજ્ઞાપનીય બિસ્થાનકે-અવતરનારી વસ્તુઓને કહે છે • સૂત્ર-૨૧૮,૨૧૯ :[૧૮] કણ માંડલિક પર્વતો છે - માનુષોત્તર કુંડલવર, રૂચકવર [૧૯] કણનો સૌથી મોટા કા - બધાં મેરુમાં જંબૂદ્વીપનો મેરુ, સમુદ્રોને વિશે સ્વયંભૂરમણ સમુદ્ર, દેવલોકોમાં બહાલોક કલ્ય. • વિવેચન-૨૧૮,૨૧૯ : [૧૧૮] ત્રણ પર્વત ચક્રવાલ-મંડલ-પ્રાકારવલય વત્ રહેલા છે. તે આ- ૧માનુષોતર - મનુષ્ય કે મનુષ્ય ફોગથી દૂર રહેલ. તેનું સ્વરૂપ આ છે - પુકરવર હીપાદ્ધને વીંટીને માનુષોત્તર પર્વત, ગઢના જેવા રૂપવાળો, મનુષ્યલોકનો વિભાગ કરતો ૧૩૨૧ યોજન ઉંચો, ૪30 યોજન અને ૧ કોશ જમીનમાં અવગાઢ છે, જમીનના તળે ૧૦૨૨ યોજન પહોળો, મધ્યમાં ૩૨૩ યોજન પહોળો, ઉપરના ભાગે ૪૨૪ યોજન પહોળો છે. અઢીદ્વીપ અને બે સમુદ્ર જેટલી પરિધિ છે. - તથા - જંબૂદ્વીપ, ધાતકી, પુકરવરદ્વીપ, વાણિવર, ક્ષીરવરદ્વીપ, ધૃતવરદ્વીપ, ક્ષોદવર, નંદીશ્વર, અરુણ, અરુણાવપાત, કુંડલવર, શંખ, ચક, ભુજવર, કુશ કોંચવરદ્વીપ છે. આ ક્રમની અપેક્ષાએ અગિયારમાં કુંડલવર નામક દ્વીપમાં પ્રાકાર અને કુંડલાકૃતિ જેવો કુંડલવર પર્વત છે. તેનું સ્વરૂપ આ રીતે કુંડલવરદ્વીપ મધ્યે કંડલૌલ નામે શ્રેષ્ઠ પર્વત છે. તે પ્રકારના જેવા રૂપવાળો અને કુંડલદ્વીપના બે વિભાગ કરનારો છે. ૪૨,૦૦૦ યોજન ઊંચો અને ૧૦૦૦ યોજન જમીનમાં અવગાઢ છે. વિસ્તારથી-૧૦૨૨ યોજન મૂલમાં, ૩૨૨ યોજન મધ્યમાં, ૪૨૪ યોજના શિખરે છે. તેરમાં રૂચકવરદ્વીપમાં કુંડલના જેવી આકૃતિવાળો રૂચક પર્વત છે, તેનું સ્વરૂપ આ રીતે- રૂચકવરદ્વીપ મણે શ્રેષ્ઠ રૂચક પર્વત છે, પ્રાકાર સદેશ રૂપવાળો, રુચકદ્વીપનો
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy