SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૭/-/૮૦૨ સવાદ કે સવાય તે ઉદક પેઢાલપુત્રને ગૌતમસ્વામીએ કહ્યું કે - હે આયુષ્યમાન્ ઉદક ! અમારા સંબંધી તમે જે કહ્યું તે અશોભન છે. – શા માટે ? તમારા કહેવા વડે તે અશોભન છે. અહીં એવું કહે છે કે - અમારા કહેવાથી આ પ્રેરણા ઉદ્ભવતી નથી. કેમકે - એવું કોઈ દિવસ બન્યું નથી, બનતું નથી કે બનશે નહીં કે બધાં સ્થાવરો નિર્લેપ થઈ ત્રસત્વને પામે, કેમકે સ્થાવરોની સંખ્યા અનંત છે, ત્રસોની સંખ્યા અસંખ્ય છે. તેથી એકમેકના આધારની પ્રાપ્તિ ન થાય તે અભિપ્રાય છે. તથા ત્રસો પણ બધાં સ્થાવરત્વને પામ્યા નથી, પામતા નથી અને પામશે નહીં. સારાંશ એ કે વિવક્ષિત કાળવર્તી કેટલાંક ત્રસ જીવો કાલપર્યાય વડે સ્થાવસ્કાયપણે જશે. તો પણ બીજા નવા ત્રસજીવોની ઉત્પત્તિ થવાથી ત્રસજીવોનો ઉચ્છેદ નહીં થાય, સંસાર કદાપી ત્રસકાયશૂન્ય થતો નથી. આ રીતે તમારો મત અમને લાગું ન પડે. તમારો પક્ષ તમારા મતે સ્વીકારી લેવાથી તમારું જ ખંડન થશે - તે પર અભિપ્રાયથી પરિહરે છે - આ પર્યાય આ પ્રમાણે છે - તમારા અભિપ્રાય મુજબ બધાં સ્થાવરો સત્વ પામે છે, જે પર્યાયમાં શ્રાવકને ત્રસ પ્રાણાતિપાતની નિવૃત્તિ કરી હોવાથી તમારા મતે ત્રસત્વમાં સર્વ પ્રાણીની ઉત્પત્તિ થતા, તે બધાં પ્રાણી ત્રસપણે થતાં તે જીવો સંબંધી દંડ ત્યાગેલ છે - તેનો સાર એ છે કે– જો બધાં સ્થાવરો ત્રસપણે ઉપજે છે, ત્યારે સર્વ પ્રાણિ વિષયક પ્રત્યાખ્યાન શ્રાવકને ન થાય. આ જ વાત પ્રશ્નપૂર્વક કહે છે - કયો હેતુ છે ? ઇત્યાદિ સુગમ છે. યાવત્ સકાયમાં ઉત્પન્ન થતાં આ સ્થાન અઘાત્ય છે. કેમકે તેની વિરતિનો સદ્ભાવ હોવાથી આ અભિપ્રાય છે. ૨૪૩ તે ત્રસો નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ ગતિવાળા સામાન્યસંજ્ઞાથી પ્રાણી કહેવાય છે. તથા વિશેષસંજ્ઞાથી ભય-ચલનયુક્ત હોવાથી ત્રસ કહેવાય છે. તથા મહાત્ કાયાવાળા - વૈક્રિયશરીરનું લાખ યોજન પ્રમાણ હોવાથી-છે તથા ૩૩-સાગરોપમ પરિમાણ ભવસ્થિતિથી ચિરસ્થિતિક છે. વળી તે જીવો ત્રસપણે સૌથી વધુ થઈ જવાથી જે જીવો વડે અહિંસારૂપ વિરતિ થવાથી તે શ્રાવકનું વ્રત સુપ્રત્યાખ્યાન થયું, કેમકે તેણે ત્રસ જીવોનું પ્રત્યાખ્યાન કર્યુ છે. તમારું કહેવું માની સર્વે સ્થાવર જીવો ત્રસપણે ઉત્પન્ન થતાં બાકી સ્થાવર જીવો અતિ અલ્પ રહ્યા, કે જેનું પચ્ચક્ખાણ લીધું નથી. તેનો સાર એ કે - અલ્પ શબ્દનો અર્થ અભાવવાચી છે, તેથી તેનો અર્થ એ છે કે જેનું પ્રત્યાખ્યાન નથી, તે જીવો રહ્યા નથી. એથી પૂર્વે કહેલી નીતિ વડે તે શ્રાવકને મહાકાયવાળા ત્રસ જીવોની નિવૃત્તિ છે, તેથી સુપ્રત્યાખ્યાન થયું. જે તમે કહો છો કે - તેને હિંસા થવાથી દોષ લાગશે, તે વચનન્યાયી નથી. હવે ત્રસજીવો જે સ્થાવરપણું પામ્યા છે, તેમને મારવાથી પણ વ્રત ભંગ નથી, તે સમજાવવા ત્રણ ટાંત આપે છે • સૂત્ર-૮૦૩ : ભગવત્ ગૌતમ કહે છે કે મારે નિગ્રન્થોને પૂછવું છે કે - હે આયુષ્યમાન નિર્ગુન્હો ! આ જગમાં એવા કેટલાંક મનુષ્યો છે, જેઓ આવી પ્રતિજ્ઞા કરે છે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કે - જેઓ આ મુંડ થઈને, ઘર છોડી અનગારિક પ્રવજ્યા લે છે, તેમને આમરણ દંડ દેવાનો હું ત્યાગ કરું છું. જે આ ગૃહવાસે રહ્યા છે, તેમને આમરણ દંડ દેવાનો હું ત્યાગ કરતો નથી. હું પૂછુ છું કે - આ શ્રમણોમાંથી કોઈ ચાર-પાંચછ કે દશ વર્ષોં [દાયકા સુધી થોડા કે વધુ દેશોમાં વિચારીને ફરી ગૃહવાસમાં જાય ખરા ? [નિગ્રન્થોએ કહ્યું કે] હા, જાય. ૨૪૪ [ગૌતમ] તેમને તે ગૃહસ્થની હત્યાથી તે પચ્ચક્ખાણ ભાંગે? [નિગ્રન્થ] ના, આ વાત બરોબર નથી, રે [ગૌતમ] આ જ રીતે શ્રાવકે ત્રસ પાણીની હત્યાનો ત્યાગ કર્યો છે, સ્થાવર પ્રાણીની હત્યાનો નહીં. તે રીતે તે સ્થાવરકાયના વધથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. હે નિર્ગુન્હો ! આ રીતે જ સમજો. ભગવત્ ગૌતમે ફરી નિગ્રન્થોને પૂછયું કે - હે આયુષ્યમાનૂ નિગ્રન્થો ! આ રીતે ગૃહપતિ કે ગૃહપતિ પુત્ર તેવા પ્રકારના ઉત્તમ કુળોમાં જન્મીને ધર્મશ્રવણ માટે સાધુ પારો આવી શકે? નિગ્રન્થોએ કહ્યું - હા, આવી શકે. શું તેઓને તેવા પ્રકારનો ધર્મ કહેવો ? નિર્પ્રન્ગોએ કહ્યું - હા, કહેવો. શું તે તેવા ધર્મને સાંભળી-સમજીને એવું કહી શકે કે - આ નિગ્રન્થ પ્રવચન સત્ય, અનુત્તર, કૈવલિક, પ્રતિપૂર્ણ, સંશુદ્ધ, નૈયાયિક, શકર્તક, સિદ્ધિ-મુક્તિ-નિર્માણ કે નિતણિનો માર્ગ, અવિતથ, સંદેહરહિત કે સર્વદુઃખના ક્ષયનો માર્ગ છે. તેમાં સ્થિત જીવો સિદ્ધ-બુદ્ધ કે મુક્ત થઈને પરિનિર્વાણ પામી બધાં દુઃખોનો અંત કરે છે. અમે હવે ધર્મની આજ્ઞા મુજબ ચાલ, રહીશું, બેસીશું, સુઈશું, ખાઈશું અને ઉઠીશું તથા ઉઠીને પ્રાણ-ભૂત-જીત-સત્વોની રક્ષા માટે સંયમ ધારણ કરીશું ? નિગ્રન્થોએ કહ્યું - હા, તેઓ એમ કરી શકે છે શું તેમને વર્જિત કરવા ક૨ે છે ? - હા, કરે છે. • શું તેમને મુંડિત કરવા કર્યો ? - હા, કલ્પે શું તેમને શિક્ષા દેવી કલ્પે ? - હા, કલ્પે - શું તેમને ઉપસ્થાપિત કરવા કહ્યું ? - હા, કલ્પે. - તેઓએ તે પ્રકારે સર્વાણો યાવત્ સર્વ-સત્વોનો દંડ છોડ્યો છે ? છોડ્યો છે. તે આવા ઉત્તમ સંયમને પાળતા સાધુ યાવત્ સાર, પાંચ, છ, દશ - વર્ષ સુધી થોડો કે ઘણો કાળ વીત્યા પછી તેમાંથી કોઈ ફરી ગૃહસ્થ થાય ખરો ? હા, થાય પણ ખરા. ગૃહસ્થ થયા પછી પૂર્વની માફક તે સર્વે પાણો યાવત્ સર્વે સવોની હિંસા છોડે ખરા? - ના તે વાત બરોબર નથી. તે જ તે જીવ છે કે જેણે પૂર્વે સર્વે પ્રાણી ચાવત્ સર્વે સત્વોની હિંસા છોડી નહોતી ત્યારે તે અસંયત હતો, પછી તેણે સર્વે હિંસા છોડી ત્યારે તે સંત હતો વળી તેણે હાલ હિંસા ન છોડી [આરંભી] કેમકે હાલ ફરી તે અસંયત છે. - આ રીતે જેમ અસંયતને સર્વ પ્રાણી યાવત્ સર્વે સત્વોની હિંસા ન છૂટે. તેમ અહીં પણ જાણો કે રાની હિંસા છોડનારને સ્થાવરને હણતાં વ્રત ભંગ ન થાય ? - હે નિગ્રન્થો ! આ પ્રમાણે જ જાણો અને એમ જ જાણવું જોઈએ. વળી ગૌતમસ્વામી નિગ્રન્થોને ફરી પૂછે છે કે - હે આયુષ્યમાનૂ નિગ્રન્થો !
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy