SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/ગ-૮૦૧ ૨૪૧ અંશે સ્થાવર કહેતા નથી. પણ જ્યારે તેમનું આયુ સંપૂર્ણ ક્ષય થાય છે, કસકાયિક સ્થિતિનું કર્મ ક્ષીણ થાય છે તે જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી ૨૦૦૦ સાગરોપમચી થોડું વધારે છે. તે ત્રસકાય સ્થિતિના અભાવે તે આયુનો ત્યાગ કરે છે. તેની સાથે રહેનારા બીજા કર્મોને પણ છોડે છે અને સ્થાવ૫ણું પામે છે. સ્થાવરજીવો પણ સ્થાવર કર્મના સમૂહથી ત્યાં ઉપજે છે, સ્થાવર આદિ નામ કર્મો પણ સ્વીકારે છે, બીજી પણ તેની સાથે રહેનારી કમપ્રકૃતિ છોડીને બસપણું બદલીને સ્થાવરપણે ઉદયમાં આવે છે. આવું હોવાથી સ્થાવકાર્યની હિંસા કરતા, ત્રસકાયને ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને વ્રતભંગ કેવી રીતે થાય ? વળી જ્યારે તેનું સ્થાવર આયુ ક્ષીણ થાય છે, સ્થાવરકાય સ્થિતિ ક્ષીણ થાય છે કે જે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, અસંખ્યાત પુદ્ગલ પરાવર્તે છે. તે કાયસ્થિતિ અભાવે તે આયુનો ત્યાગ કરીને ફરી પણ પારલૌકિક પણે સ્થાવરકાય સ્થિતિના અભાવે કસપણે સામર્થ્યને પામે છે. હવે તે કસ થયેલાના એક અર્થવાળા નામો કહે છે, તે પ્રાણી પણ કહેવાય છે. તે ત્રસકાયના સંભારરૂપ કર્મથી ઉત્પન્ન થયેલાની સામાન્ય સંજ્ઞા પ્રાણી પણ છે. તથા વિશેષથી જે ભય પામે કે ચાલે તે ત્રસ જીવો છે. તથા જેમની કાયા મોટી છે, તે મહાકાય-લાખ યોજન પ્રમાણ શરીર વિક્ર્વવા થકી છે તથા ચિરસ્થિતિક પણ કહેવાય છે, ભવસ્થિતિ અપેક્ષાએ 33-સાગરોપમનું આયું છે. તે બસ પર્યાયમાં રહેલા જીવોનું પચ્ચકખાણ કરેલ છે. સ્થાવરકાયપણે રહેલા જીવોનું નહીં. તમે જે નગરજનનું દૃષ્ટાંત આપેલ તે દષ્ટાંત અને તેના બોધમાં પણ મળતાપણું નથી. તમે ગુરુકુળ વાસીપણું સેવ્યું નથી, તે પ્રગટ થાય છે - તે સાંભળો - નગર ધર્મથી યુક્ત તે નાગરિક. તે મારે ન હણવો, આવી પ્રતિજ્ઞા કરીને જો તે બહાર રહેલાને મારે, તો તેને વ્રત ભંગ થાય, એ તમારો પક્ષ છે, તે પણ ઘટતો નથી, કારણ કે નગરધર્મથી યુક્ત તે બહાર રહેલો હોય તો પણ તે નાગરિક છે, તેથી તેને બહાર રહેલ એવું વિશેષણ લાગું ન પડે. જો તે સમસ્તપણે નગરધર્મને છોડીને વર્તે તો તેને આ વિશેષણ લાગું પડે. એ રીતે ત્રસ સર્વ રીતે પ્રસવ છોડીને જે સ્થાવરમાં ઉપજે છે તો પૂર્વ પર્યાયના પરિત્યાગથી, બીજો પર્યાય પામીને તે બસ જ રહેતો નથી. જેમ નાગરિક પલ્લીમાં જાય અને ચોરીનો ધંધો શીખે ત્યારે જ તે નાગરિક કહેવાતો નથી. - ફરી ઉદક બીજી રીતે પૂર્વ પક્ષ કહે છે • સૂત્ર-૮૦૨ - ઉદક પેઢાલપુત્રો વાદ સહિત ભગવન ગૌતમને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ગૌતમ! આવો એક પણ પયય નથી કે જેને ન મારીને શ્રાવક એક જીવની પણ હિંસા વિરતિ રાખી શકે. તેનું શું કારણ છે ? પ્રાણીઓ સંસરણ-શીલ છે. સ્થાવર પ્રાણી કસપણે ઉપજે છે, બસ પાણી પણ સ્થાવરપણે ઉપજે છે. સ્થાવસ્કાય છોડીને બધાં ત્રસકાયમાં ઉપજે છે, ત્રસકાયપણું છોડીને બધાં સ્થાવકાસમાં ઉપજે છે ત્યારે સ્થાવરકાયમાં ઉry Mવ શ્રાવકો માટે [416. ૨૪૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વાતને યોગ્ય બને છે. ભગવન ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદ સહિત આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાના અમાસ વકતવ્ય પ્રમાણે તો તમારું કથન સિદ્ધ થતું નથી, પણ તમારા મતે તે પ્રશ્ન ઉઠે છે. તમારા સિદ્ધાંત મુજબ તે પર્યાયનો અવશ્ય સંભવ છે. જેમાં શ્રમણોપાસક સર્વ પ્રાણો-ભૂતો-જીવો-સત્વોના ઘાતનો ત્યાગ કરી શકે છે – તેનું શું કારણ? – સાંભળો. પ્રાણી માત્ર પરિવર્તનશીલ છે. બસ પાણી પણ સ્થાવરપણે ઉપજે છે, સ્થાવરો પણ કસપણે ઉપજે છે. ત્રસકાયને છોડીને બધાં સ્થાવરકારમાં ઉપજે છે. સ્થાવકાસ છોડીને બધાં ત્રસકાયાં ઉપજે છે. ત્યારે તે સ્થાન શ્રાવકો માટે અઘાત્ય હોય છે. તે પાણી પણ કહેવાય અને ત્રસ પણ કહેવાય. તેઓ મહાકાય, ચિરસ્થિતિક પણ હોય, તેવા ઘણાં પાણી છે, જેમાં શ્રાવકને પચ્ચકખાણ સુપચ્ચકખાણ હોય છે. તેવાં જીવો અલાતર હોય છે જેમાં શ્રાવકનું પચ્ચખાણ અપરફખાણ હોય છે. તેવાં જીવો અાતર હોય છે જેમાં શ્રાવકનું પચ્ચક્ખાણ અપચ્ચકખાણ થાય છે. આ પ્રમાણે શ્રાવક મહાન ત્રસકાયની હિંસાથી ઉપશાંત, ઉપસ્થિત અને પ્રતિવિરત થાય છે. તેથી તમે અને બીજા જે એમ કહે છે - એવો કોઈ પચયિ નથી જેમાં શ્રાવક એક પણ પ્રાણીની હિંસા થકી વિરd ન થઈ શકે. આપનું કથન ન્યાયયુક્ત નથી. • વિવેચન-૮૦૨ : સવાય કે સવાદ ઉદક પેઢાલપુત્રને ભગવંત ગૌતમને કહ્યું - હે આયુષ્યમાનું ગૌતમ! એવો કોઈ પર્યાયિ નથી, જેમાં એક પ્રાણાતિપાણ વિરમણમાં પણ શ્રાવકને વિશિષ્ટ વિષયની પ્રાણાતિપાતની વિરતિ કરતાં પ્રાણીની હિંસાનો ત્યાગ જે પૂર્વે કર્યો છે, તે ન થાય. સારાંશ એ કે - શ્રાવકે બસ પર્યાયને આશ્રીને પ્રાણાતિપાત વિરતિ વ્રત લીધું. સંસારી જીવોનું પરસ્પર ગમન સંભવે છે, તેથી સર્વે બસો સ્થાવરપણું પામે, તેથી ત્રસૌના અભાવે તેમનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે. આ જ વાત પ્રશ્નપૂર્વક દશવિ છે– તેમાં કયો હેતુ છે ? સંસારી પ્રાણી પરસ્પર સંસરણશીલ છે, તેથી સામાન્યથી સ્થાવરો બસપણે ઉપજે છે, બસો પણ સ્થાવરપણે ઉપજે છે. આ રીતે સંસારીઓનું પરસ્પર ગમન દર્શાવીને હવે બીજું શું કહે છે તે બતાવે છે - સ્થાવરકાયથી પોતાનું આયુષ્ય તેની સાથે વર્તતા કર્મો સાથે છોડીને નિરવશેષ ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. ત્રસકાયો પણ તેમનું આયુ ક્ષય થતાં બધાં સ્થાવકાર્યમાં ઉપજે છે. તે બઘાં બસો સ્થાવરકાયમાં ઉપજતાં તે સ્થાનઘાત કરવા યોગ્ય બનશે. કેમકે શ્રાવક સ્થાવકાસના વધથી અનિવૃત થયેલ નથી. તેથી બધાં ત્રસકાયનો સ્થાવઠાયમાં ઉત્પત્તિમાં સામાન્યથી તે શ્રાવકને ગણવધની નિવૃતિરૂપ પ્રત્યાખ્યાન થાય છે. જેમકે કોઈએ વ્રત લીધું કે મારે નગરવાસીને ન હણવો, તે નગર ઉજડી ગયું, તેથી તેને તે પ્રત્યાખ્યાન નિર્વિષયનકામું થયું. તેમ અહીં પણ બધાં ત્રસજીવોના અભાવે તે પ્રત્યાખ્યાન વિવિષય થયું. આ પ્રમાણે ઉદકે કહ્યું ત્યારે ગૌતમ સ્વામી તેના મનમાં દૂષણ બતાવે છે -
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy