SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ -૮૦૩ ૪૫ અહીં કોઈ પરિવ્રાજક કે પરિતાજિકાઓ, અથવા તેમાંથી કોઈ બીજ મતવાળામાંથી આવીને ધર્મ શ્રવણ માટે ઉપસ્થિત થાય ખરો ? : હા, ઉપસ્થિત થાય. • શું તેમને આવા પ્રકારનો ધર્મ કહેવો? હા, કહેવો. - શું તેઓને ઉપસ્થાપિત કરવા યાવતું કરે ? : હા, કલો. - શું તેઓ આનો ઉત્તમ સંયમ પાળવા છતાં યાવતું ફરી વૈર જય ખરા? હા, ફરી ગૃહસ્થ થાય પણ ખરા. * તેવા સાથે પછી ગીયરી કરવી કો? - ના, તે વાત બરોબર નથી. આ રીતે નક્કી થયું કે - સાધુ થયા પહેલાં તેમની સાથે ગૌચરી ન થાય, સાધુ થયા પછી કો અને સાધુપણું મૂક્યા પછી સાથે ગૌચરી ન કશે. એ પ્રમાણે ત્રસજીવો સ્થાવર થાય પછી તેને વ્રત ભંગ ન થાય. હે નિગ્રન્થો . આ પ્રમાણે જ જાણો. • વિવેચન-૮૦૩ : ફરી પણ ભણવાનુ ગૌતમ સ્વામીએ કહ્યું. આપના વાતના પરિહાર માટે અને બીજા પણ સ્થવીરોની સાક્ષી કરવા માટે કહે છે - તમારા વીરોને પૂછવું જોઈએ, જેમકે - હે આયુષ્યમાનું નિર્મન્થો ! તમારે પણ આ વાત સ્વીકારવા યોગ્ય છે કે નહીં, તે સાંભળીને-અવધારીને જવાબ આપો. કારણ કે જે હું બોલું છું તે તમને અનુકૂળ છે, ઉપશમ, તેનાથી પ્રધાન કેટલાક મનુષ્યો છે, તેમાં નાચ્છી-તિર્યંચ-દેવો ન લેવા. ફિક્ત મનુષ્યો જ તેને યોગ્ય છે.] તે મનુષ્યોમાં પણ કર્મભૂમિમાં જન્મેલા ન લેવા. પ્લેચ્છ કે અનાર્યો પણ ન લેવા. તેમાં આદિશમાં ઉત્પન્ન થયેલા અને ઉપશમાધાન છે તેમને આશ્રીને કહ્યું છે. તેઓમાં જ આવા વ્રતગ્રહણનો વિષય છે. જેમકે - આ આવા મુંડિત થઈને ઘરચી નીકળીને અનગારવ સ્વીકારે - દીક્ષા લે. તેવા સાધુને આમરણાંત મારે દંડ ન આપવો (હણવા નહીં એવું કહેવા માંગે છે કે - કોઈ તેવા પ્રકારના મનુષ્ય સાધુને આશ્રીને વ્રત ગ્રહણ કરે કે - મારે માવજીવ સાધુઓને ન હણવા. તથા જે આ ઘરમાં વસે છે . ગૃહસ્થ છે. તેમની હિંસાનો બાધ નથી. આ રીતે કોઈ વ્રત ગ્રહણ વિશેષ લઈને હવે કહે છે કે - તેમાં કેટલાંક શ્રમણો દીક્ષામાં રહ્યા. કેટલોક કાળ પ્રવજ્યા પર્યાય પાળ્યો. તે કાળ વિશેષ દશવિ ચે - ચાર, પાંચ, છ કે દશ વર્ષ અહીં ઉપલક્ષણથી અન્ય પણ કાલ વિશેષ જાણવો. તે જ કહે છે - થોડો કાળ કે વધુ કાળ સાધુવેશમાં વિચર્યા. કોઈ તેવા કર્મોદયથી તથાવિધ પરિણત સાધુ ફરી ગૃહવાસમાં આવે ગૃહસ્થ થઈ જાય. તો આવું બને કે નહીં? આ પ્રમાણે નિર્ણન્યોને પૂછ્યું. “ હા, ગૃહવાસે વસે પણ ખરા. હવે જેણે સાધુને ન હણવાનો નિયમ લીધો છે, તેવો ગૃહસ્થ જો તેમને હશે તો તેને વ્રત ભંગ થાય કે ન થાય? - ન થાય. બસ, એ જ રીતે શ્રાવકને બસની હિંસા ન કરવી તેમ પચ્ચખાણ છે, સ્થાવરોનું નહીં. તેથી ત્રસ જ્યારે સ્થાવર પર્યાય પામે ત્યારે તેને હણતાં પ્રત્યાખ્યાન ભંગ થતો નથી. ફરી પણ પર્યાય બદલેલાને બતાવવા બીજે દષ્ટાંત પ્રત્યાખ્યાન આપનારને આશ્રીને દવિવા કહે છે-ભગવંત ગૌતમસ્વામીએ કહ્યું-ગૃહસ્થો સાધુની પાસે આવીને ૪૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ધર્મ સાંભળીને સમ્યકત્વ પામીને પછીના કાળે વૈરાગ્ય ઉત્પન્ન થતાં પ્રવજ્યા ગ્રહણ કરીને ફરી તેવા કર્મોનો ઉદય થતા દીક્ષાનો ત્યાગ કરે છે. તેઓ પૂર્વે ગૃહસ્થો હતા, સર્વ આરંભમાં પ્રવૃત્ત હતા, તે છોડીને દીક્ષા લઈને જીવહિંસાનો ત્યાગ કર્યો. ફરી દીક્ષા છોડીને હિંસાનો ત્યાગ ન કર્યો. એવા તે પ્રત્યાખ્યાન કરનારને જેમ ત્રણે અવસ્થામાં જુદા-જુદાપણું છે, તેમ બસ-સ્થાવરોમાં પણ જાણવું. આ રીતે ભગવદ્ ગૌતમે કહ્યું ત્યાંથી આરંભીને અંત સુધી - “આ પ્રમાણે સમજો' કહ્યું ત્યાં સુધીનું તાત્પર્ય જાણવું. સ્વબુદ્ધિથી સમજવું. એ પ્રમાણે બીજું દૃષ્ટાંત બતાવીને હવે ત્રીજું દટાંત પરdીર્થિકને આશ્રીને બતાવતા કહે છે - ભગવદ્ ગૌતમે કહ્યું ઇત્યાદિ - યાવત - “તે આ પ્રમાણે જ સમજો" ત્યાં સુધી જાણવું. તાત્પર્ય આ છે - પૂર્વે પરિવ્રાજક આદિ સાધુને અસંભોગ્ય હતા. પછી શ્રામાણ્ય ગ્રહણ કરીને સાધુને માટે તેઓ સંભોગ્ય બન્યા. ફરી બ્રામણવ છોડતાં તેઓ અસંભોગ્ય થયા. આ રીતે પર્યાય બદલાતાં બસ-સ્થાવરોમાં પણ જાણવું. આ રીતે ત્રણ દષ્ટાંતમાં પ્રથમ દેહાંત-હંતવ્ય વિષયભૂત અતિ-ગૃહસ્થભાવથી પર્યાય ભેદ બતાવ્યો. બીજા દટાંતમાં પ્રત્યાખ્યાતા વિષયગત ગૃહસ્થ-સાધુ-ફરી ગૃહસ્થભેદથી પર્યાય ભેદ દર્શાવ્યો. ત્રીજા ટાંતમાં પરતીર્થિક-સાધુભાવ-ફરી પાછા જવું ના ભેદથી સંભોગ-અસંભોગદ્વારથી પર્યાયભેદ બતાવ્યો. આ રીતે ટાંત પ્રચુરતાથી નિર્દોષ દેશવિરતિ સિદ્ધ કરીને ફરી શ્રાવકના વ્રતમાં રહેલા વિચારો પ્રગટ કરતાં કહે છે– સૂત્ર-૮૦૪ : ભગવન ગૌતમસ્વામી કહે છે - કેટલાંક એવા શ્રાવકો હોય છે કે - જેઓ પૂર્વે એવું કહે છે કે - અમે મુંડ થઈને, ઘર છોડીને અણગાસ્કિપણે વજિત થવા અસમર્થ છીએ. અમે ચૌદશ, આઠમ, પૂર્ણિમા, અમાસના દિને પ્રતિપૂર્ણ પૌષધને સમ્યફ પ્રકારે અનુપાલન કરતા વિચરીશું. તથા અમે પૂલ પ્રાણાતિપાત, ભૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને પૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરીશું. ઇચ્છાનું પરિમાણ કરીશું. અમે આ પ્રત્યાખ્યાન બે કરણ અને મણ સોગથી કરીશું. માસ માટે કંઈ કરવું કે કરાવવું નહીં તેવા પણ પ્રત્યાખ્યાન કરીશું. પૌષધ સ્થિત તે શ્રાવકો ખાધા કે પીધા વિના, નાન ન કરીને, સંરતારક ઉપર સ્થિત થઈને તે જ અવસ્થામાં કાળ કરે તો તેના વિશે શું કહેવું? તેમને સમ્યફ કાલગત કહેવા જોઈએ ? હા, કહેવા જોઈએ. તેઓ ત્રસ પણ કહેવાય અને પાણી પણ કહેવાય. તેઓ મહાકાય અને ચિરસ્થિતક છે. તેવા પ્રાણી સંખ્યામાં ઘણાં છે, જેના વિષયમાં શ્રાવકને સુપ્રત્યાખ્યાન થાય છે. તેવા પ્રાણી ઘણાં આભ છે, જેના વિષયમાં શ્રાવકોને અપત્યાખ્યાન થાય છે. આ રીતે તે મહાતુ ત્રસકાય-હિંસાથી નિવૃત્ત છે. તો પણ તમે એવું કહો છો કે તેનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે. ચાવત તમારું દર્શન ઐયાયિક નથી. ફરી ભગવનું ગૌતમ કહે છે . એવા કેટલાંક શ્રાવકો હોય છે. જેઓ પૂર્વે
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy