SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૬-/9૪૮ થી ૩૫૧ ૨૬૫ એકાંત કુટિલમાર્ગનો ત્યાગ કર્યો છે. | [૫૧] ફરી સદ્ધર્મ બતાવતા કહે છે - પ્રજ્ઞાપક અપેક્ષાએ ઉદર્વ-અધો-તીર્થો દિશામાં અથવા ભાવદિશાની અપેક્ષાએ જે કોઈ કસ-સ્થાવર જીવો છે, * * * * * તેનો નિર્ણય કરીને પ્રાણાતિપાતાદિને નિંદતો, ગહેતો અથવા જીવો મવાની આશંકાથી સર્વ સાવધ અનુષ્ઠાનોને નિંદતો બીજા કોઈને સંયમી સાધુ નિંદતો નથી. એ રીતે રગદ્વેષરહિત થઈ વસ્ત સ્વરૂપ દેખાડતા કોઈની ગહ થતી નથી. માત્ર અગ્નિ-ઉષ્ણ, જળ-ઠંડુ એ પ્રમાણે વસ્તુ સ્વરૂપ કહે છે. આ પ્રમાણે ગોશાલક મતનું સમાધાન કર્યું, હવે બીજી રીતે કહે છે– • સૂત્ર-કપર થી પ૫ : ગોશાલકે કહ્યું - તમારા શ્રમણ ડરપોક છે, તેથી પથિગૃહ, આરામગૃહમાં વસતા નથી, ત્યાં ઘણાં મનુષ્યો ચુનાધિક વાચાળ કે મૌની હોય છે...કોઈ મેઘાવી, શિક્ષિત, બુદ્ધિમાન, સૂત્ર-અર્થ વડે નિશ્ચયજ્ઞ હોય છે, તેઓ મને કંઈ પૂછશે એવી શંકાથી ત્યાં જતા નથી... [અદ્ધકમુનિએ કહ્યું તેઓ કામકારી નથી અને ભાલકાર્યકારી નથી, તેમને રાજાભિયોગ નથી, તો ભય શેનો ? તેઓ પનના ઉત્તર આપે છે અને નથી પણ આપતા, તેઓ આર્યો માટે સકામકારી છે...તેઓ ત્યાં જઈને કે ન જઈને સમભાવથી ધર્મોપદેશ કરે છે, અનાર્યો દર્શનભ્રષ્ટ હોવાથી તેમની પાસે જતા નથી. • વિવેચન-૭૫૨ થી ૫૫ - [૫૨] તે હારેલો આદ્રકમુનિને કહે છે - તમારા જે તીર્થકર છે, તે રાગદ્વેષભય યુક્ત છે. તેથી મુસાફરખાનું, ધર્મશાળાદિમાં તમારા તીર્થકર ડરેલા હોવાથી, અપમાન ભયે જતાં નથી. ત્યાં સ્થાન, શયનાદિ ક્રિયા કરતા નથી. તેઓ કેમ ડરે છે, તે કહે છે - ત્યાં નિપુણ, શાસ્ત્ર વિશારદ ઘણાં મનુષ્યો હોય છે. તેનાથી ડરીને તમારા તીર્થકર ત્યાં રહેતા નથી. તે મનુષ્યો જાત્યાદિથી હીન છે, તેમનાથી પરાજય પામે તો મોટો અપયશ થાય. તે મનુષ્યો વાયાળ, ડાંડી પીટાવીને અનેક તર્ક દ્વારા બીજાને હરાવનારા છે તથા મૌનવ્રતી પણ છે અથવા ગુટિકાદિયુક્ત છે. જેનાથી યોગ્ય વિષયની વાયા પણ ન નીકળે, તેથી તેમના ભયથી તમારા તીર્થકર ધર્મશાળાદિમાં રહેતા નથી. [૫૩] ગોશાલક કહે છે - ગ્રહણ-ધારણ સમર્થ મેધાવી, આચાયદિ પાસે શિક્ષા લીધેલાં, ઔત્પાતિકી આદિ ચારે બુદ્ધિવાળા, સૂત્ર અને અર્ચના વિષયમાં નિશયજ્ઞ-યથાવસ્થિત સૂત્રાર્થ જ્ઞાતા છે. તેવા કોઈ અણગાર મને સૂત્રાર્થ વિષયમાં પ્રશ્ન પૂછશે તો ? એવી બીકથી, તેમની વચ્ચે જતાં નથી. તેથી માર્ગી નથી પણ ડરપોક છે. વળી મ્લેચ્છ દેશોમાં જઈને ધમદિશના કરતા નથી, આર્યદિશોમાં પણ ક્યાંક જ જાય છે. તેઓ વિષમદષ્ટિ હોવાથી રાગ-દ્વેષ વાળા છે - આવા ગોશાળાના મતનું ખંડન કરતા આદ્રકમુનિ કહે છે– [૫૪] તે ભગવત વિચારપૂર્વક કામકૃત્ય કરતા નથી - X - અનિચ્છાકારી છે. તેમ જાણવું, જે વિચારીને નથી વર્તતા, તે સ્વ-પર આત્માનું નિરર્થક કૃત્ય પણ ૨૧૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર કરે, ભગવંત સર્વજ્ઞ, સર્વદર્શી, પરહિતમાં રત હોવાથી તે બીજાનું કે પોતાનું બગડે તેવા કૃત્યો ન કરે. - x • તેઓ બાળકની જેમ વિચાર્યા વિના બોલનારા નથી. બીજાના આગ્રહથી કે માન મેળવવા ધમદિશના આપતા નથી, પણ કોઈ ભયજીવના ઉપકારને માટે બોલ છે અન્યથા નથી બોલતા. રાજાભિયોગથી ધર્મોપદેશ કરતા નથી, તો પછી તેમને શેનો ભય હોય? કોઈ વખતે કોઈ પ્રશ્ન પૂછે તો તેના હિતમાં ઉત્તર આપે છે, અહિતકારી હોય તો ઉત્તર આપતા નથી અથવા અનુdવાસી દેવો કે મન:પર્યાય જ્ઞાનીને દ્રવ્ય મનથી જ ઉત્તર આપે છે પણ બોલતા નથી. તે વીતરાગ છે છતાં તીર્થકર નામ કમ ખપાવવા સ્વેચ્છાથી ધર્મોપદેશ કરે. તેઓ અગ્લાનપણે આ જગતમાં અથવા આઈફોનમાં ઉપકાર ચોગ્યને-આર્યોને ઘમદશના આપે છે. | [૫૫] પરહિતમાં કરત એવા તે ભગવંત શિય-વિનયીની પાસે જઈને કે. ન જઈને પણ ભવ્ય જીવને જેમ ઉપકાર થાય તેમ અન્ત ભગવંત ધમદિશના આપે છે. ઉપકાર થતો હોય તો જઈને પણ આપે, ન થતો હોય તો જ્યાં હોય ત્યાં પણ ન આપે. તેમનામાં રાગ-દ્વેષ સંભવતો નથી. સર્વજ્ઞ સમદષ્ટિથી ચક્રવર્તી કે ગરીબને પૂછે કે ન પૂછે તો પણ ધર્મ કહે. • x - અનાર્યો ક્ષેત્ર-ભાષા-કર્મ વડે દર્શની ભ્રષ્ટ છે તેથી ત્યાં જતા નથી, કેમકે તેઓને શ્રદ્ધા પણ થવી દુર્લભ છે. અથવા તેઓ વર્તમાનને જોનારા શક, યવનાદિ દીર્ધદર્શ હોતા નથી. તેઓ માત્ર તકાળ સુખ માટે જ પ્રવર્તે છે, પરલોક સુખાર્થે નહીં તેઓ સદ્ધર્મથી વિમુખ છે, માટે ભગવંત જતા નથી, નહીં કે તેમના પ્રત્યે દ્વેષ છે માટે. વળી તમે કહ્યું કે બીજા અનેક શાસ્ત્રવિશારદ આદિના ભયથી તે સમાજમાં જતા નથી એ બધો બાળકનો બબડાટ છે. કેમકે સર્વજ્ઞ ભગવંત સામે બધાં વાદી ભેગા થાય તો પણ તેમનો તાપ ન જીવી શકે, તો વાદ કે પરાજય ક્યાં થવાનો ? - x - ગોશાલક ફરી કહે છે • સત્ર-૭૫૬ થી ૩૬૨ - [ગોશાલક કરે ત્યારે તે મને લાગે છે કે, જેમ કોઈ વણિક લાભની ઇચ્છાથી સંગ રે તેમ તમામ જ્ઞાતપુત્ર પણ તેવા જ છે...[અદ્ધકમૂનિઓ કd ભગવત નવા કર્મ બાંધતા નથી, જૂનાનો ક્ષય કરે છે, પાણિ કુમતિ છોડીને જ મોક્ષ પામે છે, પ્રમાણે મોક્ષનું વ્રત કર્યું છે, ભગવંત આવા મોક્ષના ઇચ્છુક છે - તેમ હું કહું છું....વણિકો તો જીવોનો આરંભ કરે છે, પરિગ્રહનું મમત્વ કરે છે, સ્વજનોનો સંગ છોડ્યા વિના, લાભ નિમિત્તે બીજાનો સંગ કરે છે...વણિકો. ધનના અનવેષી, મયુનાસકત ભોજનાર્થે ભટકે છે, અમે તેમને કામાસકd, પ્રેમરસમાં મૃદ્ધ અનાર્યો કહીએ છીએ...વણિકો આરંભ-પરિગ્રહને ન છોડતા, તેમાં બદ્ધ રહીને આત્માને દંડે છે, તમે જેને તેમનો ઉદય કહો છો, તે ચાતુગતિ અનંત દુ:ખને માટે થાય છે...તે વણિકોનો લાભ એકાંત કે આત્યંતિક નથી, તેમાં કોઈ પણ નથી, ભગવંતને પ્રાપ્ત ઉદય સાદિ અનંત છે, બીજાને તેના લાભ માટે ઉપદેશ દે છે...ભગવંત અહિંસક, સfપનુકંપી, ધર્મસ્થિત, કર્મીવિવેક હેતુ છે, તેમને આત્મદંડી વણિક જેવા કહેવા તે તમારા જ્ઞાનને અનુરૂપ છે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy