SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/-/૫૬ થી ૭૬૨ રાક ૨૧૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • વિવેચન-૩૫૬ થી ૭૬૨ - [9૫૬] જેમ વણિક કોઈ લાભનો અર્થી વેપાર યોગ્ય માલ-કપૂર, અગરુ, કસ્તુરી, બરાદિ લઈને દેશાંતર જઈને વેચે છે તથા લાભને માટે મહાજનનો સંગ કરે છે, તેમ તમારો તીર્થકર જ્ઞાતપુત્ર મહાવીર પણ તેવો જ છે, એવું મને લાગે છે. ગોશાલકે આમ કહેતા આર્દક મુનિ કહે છે– [૩૫] તમે જે દૃષ્ટાંત કહ્યું તે સર્વથી કહ્યું કે દેશથી? જો દેશી ઉપમા હોય તો અમને કોઈ વાંધો નથી. જેમકે વણિક લાભ દેખે ત્યાં વેપાર કરે. ગમે ત્યાં નહીં - આટલું સરખાપણું યોગ્ય છે, પણ જો સર્વથા સરખાપણું કહેતા હો-તો તે યોગ્ય નથી. કેમકે ભગવંત સર્વજ્ઞ હોવાથી સાવધ-અનુષ્ઠાનરહિત છે, તે નવા કર્મો ના બાંધે, જે ભવોપગ્રાહી કર્મ બાંધ્યા છે, તેને દૂર કરે તથા વિમતિ તજીને સર્વ જીવોનું રક્ષણ કરનારા છે. • x - અથવા મોક્ષમાં જનારા છે. • x - તે ભગવંતે જ કહ્યું છે • વિમતિ ત્યાગથી મોક્ષગમનશીલ થાય છે. આ સંદર્ભથી મોક્ષનું વ્રત બ્રહ્મવત કહ્યું છે. તેમાં કહેલા અર્થમાં અનુષ્ઠાન કરતા તેના ઉદયનો-લાભનો અર્થી શ્રમણ છે, એમ હું કહું છું. વણિકો આવા નથી તે દશવિ છે– (9૫૮] તે વણિકો ચૌદ પ્રકારના જીવ સમૂહના નાશની ક્રિયામાં પ્રવર્તે છે. ક્રય-વિક્રચાર્યે ગાડાં, પાલખી, વાહન, ઉંટ વગેરે રાખે છે, દ્વિપદ-ચતુષ્પદ, ધનધાન્યાદિ પરિગ્રહ-મમત્વ કરે છે. તે વણિકો સ્વજનોનો સંયોગ તજયા વિના લાભ નિમિતે બીજા સાથે સંબંધ કરે છે જ્યારે ભગવાન તો છ કાય જીવની રક્ષા માટે પરિગ્રહ અને સ્વજનોને તજીને સર્વત્ર પ્રતિબંધ હિત ધર્મ લાભને શોધતા વિહાર કરી ધર્મ કહે છે. તેથી વણિકની સાથે તેમની સર્વથા સમાનતા સિદ્ધ ન થાય. ફરી પણ વણિના દોષ બતાવે છે. [૫૯] વણિકો ઘનને શોધનારા વિતેચ્છુ છે. તથા સ્ત્રી સંગના રાણી છે. તથા આહાર માટે તેઓ અહીં-તહીં ભટકે છે કે બોલે છે. અમે તે વણિક માટે કહીએ છીએ કે - તેઓ કામાસક્ત, અનાર્ય કર્મ કરનારા અનાર્યો છે, સાતા ગૌરવાદિમાં મૂર્જિત છે, પણ અરિહંત ભગવંત તેવા નથી તેઓમાં સામ્ય નથી. [૬૦] વળી સાવઘાનુષ્ઠાન તથા પરિગ્રહને તજજ્યા વિના તે જ ક્રય-વિક્રય, પચન-પાયનાદિ આરંભમાં તથા ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ, દ્વિપદ, ચતુપદાદિ પરિગ્રહમાં વણિકો બંધાયેલા છે, આત્માને આ કાર્ય વડે દંડે છે, સદાચાર પ્રવૃત્તિથી આભડવાળા છે. આરંભી-પરિગ્રહી વણિકોને આવા ભાવથી અનંત ભવભ્રમણરૂપ ચતુર્ગતિક સંસારનો લાભ થાય છે - X - તથા અંતે દુ:ખી થાય છે. એકાંતે તે પ્રવૃત્તિથી મોક્ષ ન પામે. [૬૧] એ જ બતાવવા કહે છે - એકાંતથી તેને વેપારમાં લાભ જ થાય તેવું નથી, તેથી વિપરીત પણ થાય. તે લાભ આત્યંતિક અને સર્વકાલીન નથી, તેનો ક્ષય પણ થાય છે. તેનો લાભ અનૈકાંતિક, અનાત્યંતિક છે તેમ વિદ્વાનો કહે છે. તે બંને ભાવ પણ વિગત ગુણોદય થાય છે. સારાંશ એ કે - જે અનૈકાંતિક, અનાત્યંતિક અને અનર્થને માટે છે તેવા લાભથી શું ફાયદો? ભગવંતને તો દિવ્યજ્ઞાનની પ્રાપ્તિનો લાભ થયો છે અથવા ઘમદશનાથી નિર્જરારૂપ લાભ છે, તે આદિ અનંત છે. આવો લાભ પ્રાપ્ત કરેલ ભગવંત બીજાને પણ તેવો લાભ કહે છે કે બતાવે છે - ભગવંત કેવા છે ? * ભગવંત મોક્ષ પ્રતિ ગમનશીલ છે અથવા ગાયી-નિકટભવી ભવ્યોને રક્ષણરૂપ છે તથા જ્ઞાતક્ષત્રિયો કે જ્ઞાત-વસ્તુ જાણનારા સમસ્ત વસ્તુના જ્ઞાતા છે. આવા ભગવંતની તે વણિ સાથે તુલના કેમ થાય? | [૬૨] હવે દેવકૃત સમોસરણ, કમલશ્રેણિ, દેવછંદક, સિંહાસનાદિ ઉપભોગ કરવા છતાં આધાકર્મી વસતિ ભોગવવાથી સાધુને દોષ લાગે તો તેની અનુમતિથી ભગવંત કર્મથી કેમ ન લેપાય ? તેવી ગોશાલકની શંકાને દૂર કરવા કહે છે. ભગવંત સમવસરણાદિ ઉપભોગ કરવા છતાં અહિંસક રહીને ઉપભોગ કરે છે. સારાંશ એ કે • તે ભગવંતને તેમાં થોડી પણ આશંસા કે પ્રતિબંધ નથી. તેઓ તૃણ કે મણિ, ટેકે કે સુવર્ણમાં સમદષ્ટિ પણ સમવસરણાદિના ઉપભોગમાં પ્રવૃત છે. દેવો પણ પ્રવચન શ્રવણાર્થે આવેલ ભવ્યોની ધમભિમુખ પ્રવૃત્તિ સુખેથી થાય તે માટે અને આત્મલાભાર્થે સમોસરણાદિ રચે છે, તેથી ભગવંત અહિંસક છે. તથા બધાં જીવોની અનુકંપાથી, તેમને સંસાભ્રમણથી મુકાવવા ભગવંત ઉપદેશ આપે છે. આવા ભગવંતને વણિમ્ સાથે સરખાવતાં બે ભવમાં અહિત થાય તેવું આત્માને દંડરૂપ આચરણ તમે કરો છો. તે અજ્ઞાનરૂપ છે. એક તો જાતે કુમાર્ગમાં પ્રવર્તવું, બીજું જગવંધ, સર્વાતિશય નિદાનરૂપ ભગવંતને વણિ સાથે સરખાવવા તે બંને અજ્ઞાન છે. • x • આદ્રકુમાર ભગવંત પાસે જતા હતાં ત્યાં માર્ગમાં શાક્યભિક્ષુએ આ કહ્યું • સૂત્ર-૩૬૩ થી ૩૬૫ : [શાક્યો કહે છે-] કોઈ પુરુષ ખોળના પિંડને “આ પુરુષ છે.” તેમ માની ભૂળથી વિંધી પકાવે કે તુંબડાને કુમાર માની પકાવે તો અમારા મતે તે પાણિવધના પાપથી લેવાય છે...અથવા સ્વેચ્છને ખોળની બુદ્ધિ એ વિંધે કે કુમારને તુંબડુ માની મારે તો પાણિવધનું પાપ ન લાગે...કોઈ પણ મનુષ્ય કે બાળકને ખોળનો પિંડ માની શૂળeી વીધ કે આગમાં પકાવે, તો [તે પવિત્ર છે) ભુદ્ધોને પારણા માટે યોગ્ય છે. • વિવેચન-૩૬૩ થી ૩૬પ : [૬૩] શાક્યો કહે છે- આ વણિક દૃષ્ટાંત દૂષણ વડે તમે બાહ્ય અનુષ્ઠાન દૂષિત કર્યું, તે સારું કર્યું. કેમકે બાહ્ય અનુષ્ઠાન વ્યર્થ પ્રાય છે. અંતરનું અનુષ્ઠાન સંસારમોનું પ્રધાન અંગ છે. અમારા સિદ્ધાંતમાં તેજ તત્વ બતાવ્યું છે, હે આદ્ધકકુમાર રાજપુત્ર ! તું સ્થિર થઈને સાંભળ, સાંભળીને અવધાર. એમ કહીને તે ભિાઓ અંતર અનુષ્ઠાન સમર્થક સ્વસિદ્ધાંત બતાવવા આમ બોલ્યા-ખોળનો પિંડ જે અચેતન છે, તે લઈને કોઈ જતો હતો, ત્યાં સ્વેચ્છાદિના દેશમાં નાસતા તેણે ખોળ ઉપર કપડું ઢાંક્યુ, તેની પાછળ મ્લેચ્છ શોધવા આવ્યો. ખોળના પિંડને પુરુષ માનીને ઉચડ્યો, તેને શુળમાં પરોવી અગ્નિમાં પકાવ્યો. તુંબડાને આ કુમાર છે, તેમ માની અગ્નિમાં
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy