SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૩/-/પ૬૧ થી પ૬૪ ૪૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ તથા જેનાથી જીવાદિ પદાર્થ સમજાય, તે જ્ઞાન ભણીને એમ માને કે હું જ પરમાર્થની ચિંતા કરનારો છું તથા બાર ભેદ ભિન્ન તપ વડે હું જ યુક્ત છું, મારા જેવો વિકૃષ્ટ તપોનિષ્ઠ બીજો કોઈ નથી એમ માનીને અભિમાન કરે અને બીજા સાધુ કે ગૃહસ્થ લોકને જળચંદ્ર માફક નકામા માને, ખોટા સિક્કા જેવા વેશધારી માત્ર માને એ રીતે બીજાનું અપમાન કરે, એ રીતે પોતાને ગુણી, બીજાને નિર્ગુણી માને. • સુત્ર-પ૬૫ થી ૫૬૮ : ઉકત અહંકારી સાધુ એકાંત મોહવશ સંસારે ભમે છે, તે સર્વજ્ઞોકત માણિી બહાર છે. જે સન્માનાર્થે ઉકર્ષ દેખાડે છે, તે જ્ઞાનહીન અબુદ્ધ છે...જે બ્રાહ્મણ કે ક્ષત્રિય જાતિક છે, ઉપુત્ર કે લિચ્છવી હોય, તે દીક્ષા લઈ, પરદત્ત ભોજી થઈ, ગોત્ર મદ ન કરે..તેના જાતિ કે કુળ શરણ થતા નથી, સમ્યક સેવિત જ્ઞાનાચરણ સિવાય કોઈ રક્ષક નથી. દીક્ષા લઈને પણ જે ગૃહસ્થકર્મ સેવે છે, તે કમ વિમોચન માટે સમર્થ થતો નથી...નિકિંચન અને સૂક્ષ્મજીવી ભિક્ષુ પણ જે પ્રશંસાકામી અને અહંકારી થાય, તો તે અશુદ્ધ, આજીવક પુનઃ પુનઃ વિપરસિ પામે છે. • વિવેચન-૫૬૫ થી પ૬૮ : (૫૬૫] જેમ કૂટ-પાશમાં બદ્ધ મૃગ પરવશ થઈને એકાંત દુઃખી થાય છે, તેમ ભાવ-પાશ સ્નેહમય બની એકાંતે સંસારચક્રમાં ભમે છે અથવા તેમાં પ્રકથી લીના બની, અનેક પ્રકારે સંસારમાં ભમે છે તથા શબ્દાદિ કામથી કે મોહથી મોહિત થઈ બહુ પીડાવાળા સંસારમાં બે છે. આવો મૂઢ સાધુ મુનિના મૌનપદ-સંયમમાં કે જિનેશ્વપ્ના પ્રણીત માર્ગમાં રહેતો નથી. હવે સર્વજ્ઞમત કહે છે - અર્થના અવિસંવાદનથી પાળે તે ગોગ, તેમાં સમસ્ત આગમ આધારભૂત મુનિપદમાં ન ટકે ગોત્રનો મદ કરનાર પણ સાધુધર્મમાં ન ટકે. વળી જે પૂજન-સકાને માટે પોતાનો ગર્વ કરે, તે લાભપૂજ-સકારાદિથી મદ કરતો, સર્વજ્ઞ પદમાં ન ટકે. તથા થયું એટલે સંયમ પામીને તેમાં જ્ઞાનાદિ વડે મદ કરતો, પરમાર્થને ન જાણતો ફૂલાય છે, તે બધાં શાસ્ત્રોને ભણીને તેનો અર્થ જાણીને પણ પરમાર્થથી સર્વજ્ઞ મત જાણતો નથી. - પિ૬૬] બધાં મદસ્થાનોની ઉત્પતિથી આરંભીને જાતિ મદ જે બાહ્ય નિમિત્તથી નિપેક્ષ છે, તે હવે બતાવે છે - જે જાતિથી બ્રાહ્મણ કે ક્ષત્રિય કે ઇવાકુ વંશાદિક હોય, તે ભેદ જ કહે છે - ઉગ્ર પુત્ર કે લેછd - ક્ષત્રિય ભેદ વિશેષ છે, આવા ઉત્તમ કુલોત્પન્ન, સંસાના સ્વભાવને જાણીને જેણે રાજ્યાદિ ગૃહપાશ છોડીને દીક્ષા લીધી, પરદત્ત ભોઈ હોય ... સારી રીતે સંયમ પાળતો હોય, હરિવંશ જેવા ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થાય, તો પણ ગર્વ ન કરે. અભિમાન યોગ્ય - વિશિષ્ટજાતિ વડે સર્વલોકમાં માન્ય હોય તો પણ દીક્ષા લઈ, મસ્તકાદિ મુંડિત, ભિક્ષાર્થે પગૃહે જતા કઈ રીતે હાસ્યાસ્પદ ગર્વ કરે ? અર્થાત્ આવું માન ન કરે. [૫૬] આવું માન કરવું તેને લાભ માટે નથી, તે કહે છે - તે લઘુ પ્રકૃતિ, અભિમાની સાધુ જાતિ કે કુલ મદ કરતો સંસારે ભમતા રક્ષણ આપતો નથી. જાત્યાદિ અભિમાન આલોક-પરલોકમાં ગુણકારી નથી, અહીં માતાની જાતિ અને પિતાનું કુળ છે. ઉપલક્ષણથી બીજા મદસ્થાન પણ સંસારમાં રક્ષક નથી. જે સંસારથી તારવા સમર્થ છે, તે કહે છે - જ્ઞાન અને સાત્રિ સિવાય ક્યાંય રક્ષણની આશા નથી, આ બંનેમાં સમ્યક્ દર્શન લેતાં સારી રીતે સંસારથી પાર પામે છે. -x - આવા મોક્ષમાર્ગમાં દીક્ષા લઈને પણ કેટલાંક અપુષ્ટધર્મા સંસાર પ્રતિ જઈને ફરી-ફરીને ગૃહસ્યોયિત જાત્યાદિ મદસ્થાન, પાઠાંતરથી ગૃહસ્થકર્મ-સાવધારંભ જાતિમદાદિ કરે છે. આવા તે સર્વકમ છોડવા સમર્થ ન થાય, નિઃશેષકર્મ ક્ષયકારી ન થાય. દેશનિર્જરા તો બધાં જીવોને પ્રતિક્ષણ થાય છે. [૫૬૮] ફરી અભિમાન દોષ બતાવે છે - બાહ્ય રીતે નિકિંચન, ભિક્ષણશીલ, પરદdભોજી, સંતરાંત વાલ-ચણાદિ વડે પ્રાણધારણ કરતો રક્ષજીવી પણ જો કોઈ અહંકારી હોય છે, આત્મશ્લાઘાભિલાષી હોય છે. આવો તે પરમાર્થ ન જાણતો પોતાના બાહ્યગણોથી જીવતો ફરી ફરીને સંસારમાં જન્મ-જરા-મરણ-રોગ-શોકના દુ:ખો પામે છે. તરવા પ્રવૃત થવા છતાં તેમાં જ ડૂબે છે. એમ આચાર્યોએ બતાવેલ સમાધિ ન સેવનારને નુકસાન છે, હવે શિષ્યના ગુણો બતાવે છે • સૂત્ર-પ૬૯ થી ૧ર : જે સુસાધુવાદી, ભાષાવાનું, પ્રતિભાવાનું, વિશારદ, આગાઢપ્રજ્ઞ, સુભાવિતાત્મા બીજાને પોતાની પ્રજ્ઞાથી પરાભૂત કરે છે...આવા સાધુ સમાધિ પ્રાપ્ત નથી, જે પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે અથવા લાભના મદથી ઉનમત થઈ તે બાલપજ્ઞ બીજાની નિંદા કરે છે...તે સાધુ પંડિત અને સર્વશ્રેષ્ઠ છે, જે પ્રજ્ઞા-du-ગોઝ-આજીવિકા મદ ન કરે..સુધીર ધમ, ધીર આ મદોને છોડી, ફરી ન સેવે. બધાં ગોત્રોથી દૂર તે મહર્ષિ સર્વોત્તમ મોક્ષ ગતિને પામે છે. • વિવેચન-૫૬૯ થી ૫૭૨ : | [૫૬૯] ભાષા ગુણદોષજ્ઞતાથી શોભન ભાષાવાળો સાધુ તથા શોભન-હિdમિત-પ્રિય બોલનાર સુસાધુવાદી, ખીર-મધ જેવા વચન બોલે તથા ઔત્પાતિકી આદિ બુદ્ધિ ગુણયુક્ત • x - પ્રતિભાવાનું, પૂછતા તુરંત જવાબ આપનાર અથવા ધર્મકથા અવસરે જાણી લે કે આ પુરુષ-કોણ છે ? કયા દેવને નમે છે ? કયા મતને માને છે ? એવું પોતાની પ્રતિભાથી જાણી, યોગ્ય રીતે બોલે, તથા અર્થગ્રહણ સમર્થ કે ઘણાં પ્રકારે અર્યકથન શ્રમણ, શ્રોત્રા અભિપ્રાયજ્ઞ તથા પરમાર્થ સમજાવનારી બુદ્ધિવાળો તે આગાઢપજ્ઞ, સારી રીતે ધર્મવાસનાથી ભાવિત એવો સુભાવિત આત્મા; સત્યભાષાદિ ગુણોથી સુસાધુ થાય. આવો તે નિર્જરાના હેતુભૂત વડે પણ મદ કરે - જેમકે - હું જ ભાષાવિધિજ્ઞા તથા સાધુવાદી છું, મારા જેવો કોઈ પ્રતિભાવાનું નથી. મારા જેવો કોઈ લોકોત્તર શાસ્ત્રાર્થ વિશારદ, અવગાઢપજ્ઞ, સુભાવિત આત્મા નથી, એમ અભિમાનથી પોતાની બુદ્ધિથી બીજાને અવગણે, જેમકે - આવા મુખ, દુઃખે સમજે તેવા, મૂઢનું શું કામ છે ? અથવા કોઈ સભામાં ધર્મકથા સમયે વ્યાખ્યાન ન કરે. એમ અહંકારી થાય.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy