SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૩/-/૫૬૯ થી પર કહ્યું છે કે - બીજાએ સ્વેચ્છાથી રચેલ અર્થ વિશેષને શ્રમથી સમજીને પોતાને શાસ્ત્ર પાગામી માની અહંકારથી બીજાને તિરસ્કારે છે. પિBo] હવે આવા સાધુના દોષો બતાવે છે - અનંતરોકત પ્રક્રિયા વડે બીજાનો પરાભવ કરી પોતાનું માન વધારતો, સર્વ શાસ્ત્ર વિશારદ હોવા છતાં, તcવાર્થમાં નિપુણમતિ હોવા છતાં જ્ઞાનદર્શન યાત્રિરૂપ મોક્ષમાર્ગ કે ધર્મધ્યાન નામક સમાધિને પામતો નથી. ફક્ત પોતે પોતાને પરમાર્થ જ્ઞાતા માને છે. આવો કોણ હોય? જે પરમાર્થને જાણ્યા વિના સ્વ-બુદ્ધિથી સર્વજ્ઞ સમજીને ગર્વ કરે. આવો તે સમાધિ ન પામે. હવે બીજા મદસ્થાનોને બતાવે છે - x • જે અ૫ અંતરાયવાળો લબ્ધિમાનું પોતાને તથા બીજાને માટે ધમપકરણ લાવવા સમર્થ હોય તે તુચ્છ સ્વભાવથી લાભમદમાં લેપાઈને સમાધિ ન પામે. એવો સાધુ બીજા કર્મોદયથી લબ્ધિરહિત લોકોની નિંદા, પરાભવ કરતો બોલે કે મારા જેવો સર્વ સાધારણ શય્યા સંસ્કારકાદિ ઉપકરણ લાવનારો બીજો કોઈ નથી, બીજા તો પોતાનું પેટ ભરનાર કપડાં જેવા છે, તે મૂર્ખ આ રીતે બીજાને નિંદે છે. [૫૧] આ પ્રમાણે બુદ્ધિનો મદ કરી, બીજાનું અપમાન કરતા પોતે જ બાળક જેવો ગણાય છે, તેથી બુદ્ધિમદ ન કરવો. સંસારથી છૂટવા ઇચ્છનારે બીજા પણ મદ ન કરવા, તે બતાવે છે - તીણબુદ્ધિથી થાય તે પ્રજ્ઞામદને તથા નિશ્ચયથી તપોમદને કાઢજે. હું જ યથાવિધ શાસ્ત્રવેતા છું, હું જ ઉત્કૃષટ તપસ્વી છું, મને તપથી ગ્લાનિ થતી નથી, એવો મદ ન કરવો તથા ઇક્વાકુ કે હરિવંશાદિ ઉચ્ચ ગોત્રમાં જન્મ્યો એવો ગોત્ર મદ ન કરવો તથા જેના વડે આજીવિકા ચાલે તે દ્રવ્યસમૂહ, - X - તેવો અર્થ મદ, તેને છોડજે. શબ્દથી બાકીના ચાર મદોને છોડજે. તેને છોડવાથી તત્વવેતા થાય છે. આ બધાં મદો છોડનાર ઉત્તમ આત્મા કે ઉત્તમોતમ થાય છે. પિ] હવે મદને ન કરવાનું બતાવી ઉપસંહાર કરે છે. પ્રજ્ઞા આદિ મદ સ્થાનો સંસારના કારણપણે સમ્યક જાણીને તેને છોડે ચાવતુ બુદ્ધિ વડે રાજે તે ધીર - drdજ્ઞા આ જાત્યાદિ મદ ન સેવે, આવા કોણ છે ? જેમનામાં શ્રુત-ચારિત્ર ધર્મ સુપતિષ્ઠિત છે, તે સધીર ધમાં, સર્વે મદ સ્થાનોનો ત્યાગ કરીને, તે મહર્ષિઓ તપ વડે કર્મમલ ધોઈને, બધાં ઉચ્ચ ગોત્ર ઓળંગીને ઉચ્ચ એવી મોક્ષ નામક સર્વોત્તમ ગતિને પામે છે અથવા કપાતીત પાંચ મહા વિમાનોમાં જાય છે. અગોત્ર સાથે નામ, આયુ આદિ કર્મો રહેતા નથી. • સૂત્ર-૫૭૩ થી ૫૭૬ : ઉત્તમ લેશ્યાવાળા, દેટધમ મુનિ ગામ કે નગરમાં પ્રવેશી, એષણા અને અનેષણાને જીણીને -પાન પતિ અનાસક્ત રહે...સાધુ અરતિજતિનો ત્યાગ, કરીને બહન મળે એ ક્યારી બને. સંયમમાં અભાદક વચન બોલે. ગતિ ગતિ જીવની એકલાની જ થાય...સ્વયં જાણીને કે સાંભળીને પ્રજાને હિતકર ધર્મ બોલે, સનિદાન સિંધ પ્રયોગનું સુધીરધમ સેવન ન કરે..કોઈના ભાવને સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર તર્કશી ન જાણનાર અદ્ધાળુ શુદ્ધતાને પ્રાપ્ત કરે છે. તેથી સાધુ અનુમાનથી બીજાના અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે. • વિવેચન-૫૭૩ થી ૫૭૬ : [૫૩] આ પ્રમાણે મદસ્થાન રહિત, ભિક્ષણશીલ ભિક્ષ કેવો હોય ? મરેલ મા સ્નાન, વિલેપનાદિ સંસ્કારરહિત શરીરવાળો તે મૃતાર્થ અથવા આનંદ, શોભાવાળી અચ-પદાદિ લેયાવાળો તે મુદર્ય-પ્રશસ્ત લેશ્ય તથા યથાવસ્થિત શ્રુત-ચા»િ ધર્મ સમજેલો હોય, તેવા સાધુ ગામ, નગર આદિમાં ભિક્ષાર્થે પ્રવેશીને, ઉત્તમ ધૃતિ અને સંઘયણવાળા હોય તે ગવેષણા અને ગ્રહણેષણાને સમ્ય રીતે જાણીને, ઉદ્ગમદોષાદિનો પરિહાર કરે, તેમ ન કરવાના વિપાકોને સારી રીતે જાણીને અન્ન-પાનમાં મૂછ ન રાખતા સારી રીતે વિચારે. તથા કહે છે - સ્થવિરકભી ૪૨-દોષ રહિત ભિક્ષા લે અને જિનકલિકોને પાંચનો અભિગ્રહ અને બે નો ગ્રહ, તે આ પ્રમાણે સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ભૂત, અલેપ, ઉદ્ગહીત, પ્રગૃહીત અને ઉઝિલ ધમાં [જિનકપીને છેલ્લી બે રીતે કલે.) અથવા જે જેનો અભિગ્રહ તે તેને એષણીય, બીજું અનેષણીય. એ રીતે એષણા-અનેષણા સમજીને ક્યાંય પ્રવેશીને આહારાદિમાં અમૂર્ણિત થઈ સમ્યક્ શુદ્ધ ભિક્ષા લે. [૫૪] એ રીતે સાધુને અનુકૂળ વિષય પ્રાપ્ત થવા છતાં રાગદ્વેષ કર્યા વિના, જોવા છતાં ન જોયું, સાંભળવા છતાં ન સાંભળ્યું હોવા ભાવ સહિત, મૃત સમાન દેહવાળો, સારા દેખેલા ધર્મવાળો. એષણા-અષણાને જાણતો અન્ન-પાનમાં મૂર્ષિત ના થઈ, કોઈ ગામ-નગરમાં પ્રવેશીને, કદાચ અસંયમમાં તિ અને સંયમમાં અરતિ થાય તો તેને દૂર કરવા કહે છે - મહામુનિને પણ અસ્નાનતાથી, મેલ વધવાથી તથા અંતઃપ્રાંત વાલ, ચણાદિના ભોજનથી કદાય કર્યોદયથી સંયમમાં અરતિ થાય તો સંસારમાં ઉત્પન્ન થયેલ ભાવને-તિર્યચ-નરકાદિ દુઃખો યાદ કરી, સંસારમાં અપાયુ છે તેમ વિચારીને-દૂર કરે. એકાંતપણે મૌન ભાવથી સાધુ ધર્મે સ્થિર થાય. તથા અસંયમમાં રતિ એટલે સાવધ અનુષ્ઠાનમાં અનાદિ ભવાભ્યાસથી લલચાય તો સંયમમાં ઉધમ કરે. ફરી સાધુને જ વિશેષથી કહે છે - - ઘણાં સાધુઓ ગચ્છ વાસિતતાથી સંયમમાં સહાય કરે તે બહુજનો. તથા કોઈ એકલો વિયરે તે પ્રતિમાઘારી એકલવિહારી કે જિનકભાદિ હોય. તે પરિવારવાળા કે એકાકીને કોઈ પૂછે કે ન પૂછે, તો એકાંત સંયમની વૃદ્ધિનું વચન ધર્મકથા વખતે બોલે. અથવા સંયમમાં બાધા ન થાય તેવી રીતે ધર્મસંબંધ કહે. - તે શું વિચારી અથવા કઈ રીતે બોલે તે બતાવે છે - અસહાય પ્રાણીને શુભાશુભ કરણી મુજબ પશ્લોકમાં ગમન થાય તે ગતિ, પૂર્વકૃત કરણી મુજબ થતું આગમન તે આગતિ. કહ્યું છે કે - એકલો જ કર્મ કરે છે, એકલો જ તેનું ફળ ભોગવે છે એકલો જ જન્મમરે છે, એકલો જ ભવાંતરમાં જાય છે. માટે ધર્મ સિવાય કોઈ સહાયક નથી, એમ વિચારી મૌન-સંયમ મુખ્ય ધર્મ છે તે બતાવે. [૫૫] બીજાના ઉપદેશ વિના જાતે જ ચતુર્ગતિ સંસાર અને તેના કારણ
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy