SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩/-/૫૫૩ થી ૫૬૦ ૪૦ આગ્રહથી અનાધાર એવા તે ઘણાંને અમાન્ય થાય છે અને જ્ઞાનાદિ ગુણોના પોતે ભાજન થાય છે. ભણનારમાં આટલા ગુણો હોય છે - “શ્રવણ, પ્રતિકૃચ્છા, ઉત્તર સાંભળે, ગ્રહણ કરે, તર્ક કરે, ધારણ કરે, તે પ્રમાણે વર્તે.” અથવા ગુરૂ શુષાથી સમ્યમ્ જ્ઞાનનો બોધ થાય, તેથી સમ્યક્ ચાસ્ત્રિ, તેથી સકલ કર્મ ક્ષયરૂપ મોક્ષ - આવા ઉત્તમ ગુણો નિકૂવને ન થાય. પાઠાંતર મુજબ તે સમ્યમ્ જ્ઞાનાદી ગુણોને પાક થતો નથી. કેમકે તે અનર્થ સંપાદકવથી અસત્ અભિનિવેશી થાય છે અથવા - ૪ - ગુણોરહિત અને દોષયુક્ત થાય છે. -x- કેમકે જે કોઈ અવાજ્ઞાનથી કદાગ્રહી થઈ, શ્રુતજ્ઞાનમાં શંકા લાવી મૃષાવાદ બોલે છે. જેમકે સર્વજ્ઞ પ્રણિત આગમમાં આવા વચના ન હોય અથવા તેનો અર્થ આવો ન થાય. અથવા અભિમાનથી જૂઠું બોલે. - ૪ - (૫૬૦] વળી જેઓ પરમાર્થને ન જાણતાં તુચ્છ બુદ્ધિથી અહંકારી બનેલાને કોઈ પૂછે કે તમે આ સત્ર કોની પાસે ભણ્યા? ત્યારે તે મદથી પોતાના આચાર્યનું નામ છપાવી કોઈ પ્રસિદ્ધ નામ આપે અથવા કહે કે મેં આ જાતે જ વાંચેલ છે, એ રીતે ગુરને ગોપવે. અથવા પ્રમાદથી ભૂલે પણ આયાયદિ પાસે આલોચના અવસરે પૂછતા, પોતાની નિંદા થવાના ભયે માયાથી જૂઠું બોલે. આ રીતના નિકૂવપણાથી તે જ્ઞાનાદિ કે મોક્ષથી વંચિત રહે છે. આવા અનુષ્ઠાન કરનાર સાધુઓ •x • તત્વથી અસાધુ છતાં ગર્વથી પોતાને સાધુ માને, પરંતુ તેઓ અનંત વિનાશને પામે છે અથવા • x • અનંતકાળ સંસારમાં ભ્રમણ કરશે. કેમકે તેમનામાં બે દોષ છે - પોતે અસાધુ છે, બીજું પોતાને સાધુ માને છે. કહ્યું છે કે - અજ્ઞાની, પાપ કરવા છતાં પોતાને શુદ્ધ કહે તેથી બમણું પાપ કરે છે આ રીતે તેઓ ગર્વના દોષથી બોધિલાભને હણીને અનંત સંસારી થાય છે. આ રીતે માન વિપાકને બતાવી હવે ક્રોધાદિ કષાય કહે છે • સૂત્ર-પ૬૧ થી પ૬૪ - જે ક્રોધી છે તે અશિષ્ટ ભાષી છે, શાંત કલહને પ્રદીપ્ત કરે છે, તે પાપકમ સાંકડા માર્ગે જતાં આંધની માફક દુઃખી થાય છે...જે કલહકારી, અન્યાયાભાષી છે. તે સમભાવી, કલહરહિત ન બને. જે આજ્ઞાપાલક છે તે લજા રાખે છે, એકાંત દૈષ્ટિ છે તે સામાયી છે...ગુરુ શિખામણ આપે ત્યારે જે કોઇ ન કરે તે જ પણ વિનયી, સૂક્ષ્માથે જોનાર, જાતિસંપન્ન, સમભાવી અને અમારી છે...જે પરીક્ષા કર્મ વિના સ્વયંને સંયમી અને જ્ઞાની માની અભિમાન રે કે હું તપસ્વી છે, તે બીજાને પ્રતિબિંબ જ માને છે. • વિવેચન-પ૬૧ થી ૫૬૪ - | [૫૬૧] જે કષાયના વિપાક જાણતો નથી, સ્વભાવથી જ ક્રોધી છે તથા જગતના અર્થનો ભાષી થાય છે, યથાવસ્થિત પદાર્થોને બોલતો નથી. જેમકે - બ્રાહ્મણને ડોડ કહે, * * * * * પાકને ચંડાલ કહે, કાણાને કાણો કહે ઇત્યાદિ તથા કોઢીયો વગેરે જેને જે દોષ હોય તેને તેવા કઠોર રીતે બોલાવે તે જગદર્થભાષી છે, અથવા જ્યાર્થભાષી, જેમ આત્માનો જય થાય તેમ અવિધમાન અર્થ પણ બોલે, સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર ગમે તેવા પ્રકારના અસત્ અર્થ બોલીને પોતાનો જય ઇચ્છે છે, શાંત થયેલા કલહને વિવિધ રીતે ઉદીરે. જેમકે કલહ થયો હોય તેને મિથ્યા દુષ્ક આપી ક્ષમા કર્યા પછી પણ એવું બોલે કે ફરી ઝઘડા ઉભા થાય. હવે તેનો વિપાક કહે છે જેમકે અંધ પગદંડી માર્ગે જતા પોતે નિપુણ ન હોવાથી કાંટા કે જંગલી પશુ આદિથી પીડાય છે, તેમ કેવલ વેશધારી, ક્રોધી, કર્કશ વચનથી ઝઘડો વધારનાર, પાપકર્મ કરીને - x - ચાર ગતિ સંસારમાં ચાલનાસ્થાનોમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થઈને પીડાય છે. [૫૬] વળી પરમાનિ ન જાણતો છે, જેમાં યુદ્ધ વિધમાન છે તેવો વિગ્રહિક જો કે પડિલેહણાદિ ક્રિયા કરે, તો પણ યુદ્ધપ્રિય થાય છે, તથા અન્યાચ્ય બોલનારો, જેવું તેવું ન બોલવાનું બોલે કે ગુરુ સામે આક્ષેપ કરે, આવો સાધુ રાગદ્વેષ રહિતમધ્યસ્થ ન હોય, ઝઘડા કે કલહરહિત ન થાય અથવા માયારહિત ન થાય. અથવા લહરહિત ન થવાથી સમ્યક્ દૈષ્ટિઓ સાથે પ્રેમ ન રાખે. તેથી સાધુએ ક્રોધ-કર્કશ વચન ન બોલવા તથા ઉપશાંત કલહોને ઉભા ન કરવા, ન્યાચ્ય ભાષીતાજી અમાયા વડે મધ્યસ્થપણું રાખવું. આ રીતે અનંતર કહેલા દોષ વજીને આચાર્યની આજ્ઞા માનતો, ઉપદેશાનુસારી કિયામાં પ્રવૃત્ત અથવા સૂત્ર પ્રમાણે ચાલે, તથા લજ્જાસંયમ એવા મૂલ-ઉdષ્ણુણમાં મન રાખનારો અથવા અનાચાર કરતી વેળા, આચાર્યશ્રી લજાય તથા એકાંતથી જીવાદિ પદાર્થોમાં લક્ષ રાખે તે એકાંત દૃષ્ટિ છે. પાઠાંતર મુજબ-જિનેશ્વરના કહેલા માર્ગમાં એકાંતે શ્રદ્ધાવાળો રહે. પૂર્વોક્ત દોષથી ઉલટા ગુણો છે જેમકે - જ્ઞાનને ઉડાવે નહીં, અકોધી, અમારી બને, જીયા ન કરે. તેનામાં કપટનું નામ પણ ન હોય, ગુરુને ન છેતરે, બીજા કોઈ સાથે કપટ વ્યવહાર ન કરે. | [૫૬] ફરી સગુણ જણાવતા કહે છે - જે કટુ સંસારથી ઉદ્વિગ્ન છે, કોઈ વખત પ્રમાદથી ખલના પામે ત્યારે આચાર્યાદિ ઘણી પ્રેરણા કરે, તો પણ જેની સન્માર્ગે જવાની ચિત્તવૃત્તિ છે, તે તથાá છે, તથા જે શિક્ષા ગ્રહણ કરતો તથા થાય છે, તે મિટભાષી, વિનયાદિ ગુણયુક્ત, સૂક્ષ્મદર્શ કે સૂમભાષી હોય તે જ પરમાર્થથી પુરપાર્થકારી છે, બીજો નહીં, કે જે ક્રોધથી જીતાય છે. જે ક્રોધ ન કરે તે સુકુળમાં ઉત્પન્ન, શીલવાન જ કુલીન કહેવાય છે, માત્ર સુકુળમાં ઉત્પન્ન થવાથી કુલીન ન કહેવાય તથા તે જ અતિશય સંયમ કરણશીલ-જુ કરે છે. અથવા જે ઉપદેશાનુસાર વર્તે છે, પણ વક થઈ આચાર્યાદિના વચનનો લોપ કરતા નથી. આવો તથાર્ચ, પેશલ, સૂમભાષી, જાત્યાદિ ગુણાન્વીત, અવક, મધ્યસ્થ, નિંદા કે પૂજામાં રોપ-તોષ ન કરતો, અક્રોધ કે અમાયા પ્રાપ્ત અથવા ઝંઝા પ્રાપ્ત અર્થાત્ વીતરણ તુલ્ય થાય છે. | [૫૬૪] પ્રાયઃ તપસ્વી જ્ઞાન-તપનો અહંકાર કરે છે, તેથી તેને કહે છે - જે કોઈ લઘુ પ્રકૃતિ, આત્માના દ્રવ્ય એવા પરમાર્થથી સંયમ પામી એમ માને કે હું જ સંયમવાન, મૂળ-ઉત્તરગુણોને બરાબર પાળનાર છું. બીજો કોઈ મારા સમાન નથી,
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy