SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૮/૫/૩૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર કરવાનું કહીશ નહીં પણ સમાન સામાચારીવાળા નીરોગી સાધુ કમનિર્જરાના ઉદ્દેશથી સ્વેચ્છાપૂર્વક મારી સેવા કરે તો હું સ્વીકારીશ અને જે હું સ્વસ્થ હોઉં તો બીજ સહધર્મી અસ્વસ્થ શ્રમણની રવેચ્છાપૂર્વક અને કર્મનિર્જરાર્થે સેવા કરીશ. બીજાઓ માટે આહારાદિ લાવીશ અને બીજા સાધુઓ લાવ્યા હોય તે સ્વીકારીશ. (૧). બીજ સાધુ માટે આહારદિ લાવીશ, પણ બીજા સાધુઓ લાવ્યા હોય તે લઈશ નહીં (૨). • હું બીજ સાધુઓ માટે નહીં લાવું પણ બીજ લાવ્યા હશે તે સ્વીકારીશ (3). • હું બીજ માટે લાવીશ નહીં અને બીજા લાવ્યા હશે તે સ્વીકારીશ નહીં (૪). આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી જે અંગીકાર કરી હોય તેનું પૂર્ણ રીતે પાલન કરે. એવા સાધુ શાંત, વિરd, વિશુદ્ધ વેશ્યાવાળા થઈ દેહનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞા ભંગ ન કરે. તેમ કરતા તેનું મરણ થઈ જાય તો તેનું મરણ અનશન પ્રાપ્ત મરણ સમાન છે. તે નિર્મોહપણાનું સ્થાન છે, હિતસુખકર-યોગ્યકલ્યાણકર અને સાથે આવનાર છે. તેમ હું કહું છું. • વિવેચન : જે ભિક્ષ પરિહાર વિશુદ્ધિક કે યથાસંદિક હોય તેને હવે કહેવાનાર આચાર હોય છે. તે આ પ્રમાણે- x • હું બીજાએ કરેલી વૈયાવચ્ચની અભિલાષા રાખીશ. હું કેવો ? પfsoUત - વૈયાવચ્ચ કરવાને બીજાએ કહેલો અર્થાત્ તેઓ કહે છે કે, અમે તમારી યથોચિત વૈયાવચ્ચ કરીએ, તે બીજા કેવા છે ? Augu Ta - ન કહેલા. હું કેવો છું ? ગ્લાન-વિકૃષ્ટ તપ વડે કર્તવ્યતામાં અશકત કે વાયુ આદિ ક્ષોભથી પ્લાન. બીજા કેવા છે ? અગ્લાન-ઉચિત કર્તવ્ય કરવાને સમર્થ. તેમાં પરિહાર વિશુદ્ધિકની અનુપારિહારિક વૈિયાવચ્ચ કરનાર]. તે કલ્પસ્થિત હોય કે બીજો હોય. જે તે વૈયાવચ્ચી પણ ગ્લાન હોય તો તે બીજાની સેવા ન કરે. એ પ્રમાણે ચવાલંદિક સાધુનું પણ જાણવું. એટલું વિશેષ કે સ્થવિર કભી તેની સેવા કરી શકે છે, તે બતાવે છે - નિર્જરાને ઉદ્દેશીને સરખા કલાવાળા કે એક કપમાં રહેલા બીજા સાધુઓથી. કરાયેલી વૈયાવચ્ચને હું ઈચ્છીશ. જે આ ભિક્ષનો આચાર છે, તે આચારને પાળતો ભક્તપરિજ્ઞા વડે પણ જીવિતને છોડે, પણ આચારનું ખંડન ન કરે. એ ભાવાર્થ છે. તે જ પ્રમાણે અન્ય સાધર્મિક વડે કરાતું વૈયાવચ્ચ અનુજ્ઞાત છે. હવે બીજાની વૈયાવચ્ચ પોતે કરે તે બતાવે છે. • x - x - અને હું અપતિજ્ઞપ્ત છું. જે બીજો પ્રતિજ્ઞપ્ત-વૈયાવચ્ચ ન કરવાને કહેવાયેલ ગ્લાનની હું ગ્લાન નિર્જરાર્થે તે સાધર્મિકની વૈયાવચ્ચ કરે. શા માટે ? તેના ઉપકારને માટે. તેથી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પણ ભક્તપરિજ્ઞા વડે પ્રાણોને છોડે. પણ પ્રતિજ્ઞા ખંડન ન કરે. એ ભાવ છે. હવે આ પ્રતિજ્ઞા વિશેષ દ્વારથી ચઉભંગી કહે છે ૧-કોઈ એવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા ગ્લાન સાધમિકને આહાર આદિ લાવી આપીશ. બીજાની યથોચિત વૈયાવચ્ચ કરીશ. તથા બીજા સાઘર્મિકે લાવેલ આહાર આદિ વાપરીશ. • x - એમ વૈયાવચ્ચ કરે. ૨-બીજા એવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે આહારદિ લાવીશ પણ બીજાના લાવેલ આહાર આદિ વાપરીશ નહીં. -ત્રીજા એવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે આહાર આદિ નહીં લાવું. પણ બીજાના લાવેલ આહાર આદિ વાપરીશ. ૪-ચોથા એવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે આહાર આદિ નહીં લાવું તેમ બીજાના લાવેલ આહાર આદિ વાપરીશ પણ નહીં. આ પ્રમાણે વિવિધ પ્રતિજ્ઞા લઈને ક્યાંય માંદો પણ થાય, તો પણ જીવિતનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞા ન લોપે. હવે આનો ઉપસંહાર કરવા કહે છે, ઉક્ત વિધિ વડે તત્વજ્ઞાતા ભિક્ષ શરીરાદિનો મોહ છોડીને ચાકીર્તિત ધર્મને જ બરોબર જાણીને આસેવન પરિજ્ઞા વડે પાળતો તથા લાઘવિકને ઈચ્છતો...ચોથા ઉદ્દેશામાં જે કહ્યું તે બધું અહીં જાણવું. તથા પોતે કપાયના ઉપશમથી શાંત છે અથવા અનાદિ સંસારના ભ્રમણથી શ્રાંત છે. તે સાવધાનુષ્ઠાનથી વિરત છે. અંતઃકરણની નિર્મળવૃત્તિથી તેજ આદિ લેયાદિથી તે સસમાહત લેશ્ય છે. આવો બનીને તે પૂર્વગૃહીત પ્રતિજ્ઞા પાલનમાં સમર્થ તે તપ કે રોગ વડે ગ્લાનભાવને પામેલ હોવા છતાં પ્રતિજ્ઞા લોપ ન કરતો શરીરના ત્યાણ માટે ભક્ત પ્રત્યાખ્યાન કરે. ભક્તપરિજ્ઞામાં પણ કાળપર્યાય ન હોવા છતાં કાળ પર્યાય છે. જેણે શિષ્યોને તૈયાર કર્યા હોય, સંલિખિત દેવાળો હોય, તેનો જે કાળપચયિમૃત્યુ અવસર પ્રશસ્ય છે. ગ્લાનને પણ આવો જ અવસર છે. કેમકે બંનેમાં કર્મનિર્જરા સમાન છે. ઇત્યાદિ પૂર્વવત્. અધ્યયન-૮ “વિમોક્ષ' ઉદ્દેશો-૫ “ગ્લાનભક્તપરિજ્ઞા”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ક અધ્યયન-૮ ઉદ્દેશો-૬ “એકત્વભાવના-ઇંગિતમરણ” . o પાંચમો ઉદ્દેશો કહ્યો. હવે છઠ્ઠો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે- ઉદ્દેશા૫ માં ગ્લાનતાથી ભક્ત પ્રત્યાખ્યાન કહ્યું. ઉદ્દેશામાં ધૃતિ સંહનનાદિ બળવાળો સાધુ એકવ ભાવના ભાવતો ઇંગિતમરણ કરે, તે બતાવે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું કહે છે– • સૂત્ર-૨૩૧ : જે મિક્ષ એક વસ્ત્ર અને બીજું પણ રાખવાની પ્રતિજ્ઞા કરે તેને એવો વિચાર હોતો નથી કે હું બીજ વસ્ત્રની યાચના કરું તેિને જરૂર હોય તો) એષણીય વની યાચના કરે અને જેવું વસ્ત્ર મળે તેવું ધારણ કરે - વાવ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy