SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/૬/૨૩૧ ex આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • ગ્રીષ્મઋતુ આવી ગઈ છે એમ જાણી સર્વથા જીર્ણ અને પરઠવી દે અથવા તે એક વમને રાખે કે સાચેલક થઈ જાયઆ રીતે લાઘવગુણ પામે - રાવત • સમભાવ ધારણ કરે. • વિવેચન : આ સૂત્રનું વિવેચન ઉદ્દેશા૫ મુજબ જાણવું. તે ભિક્ષુ અભિગ્રહ વિશેષથી એક પાત્ર અને એક વા ધારણ કરતો પરિકર્મિત મતિ વડે લઘુકમના વડે એકવા ભાવનાનો અધ્યવસાય થાય તે કહે છે– • સૂત્ર-૨૩ર : જે ભિક્ષુને એમ થાય કે, હું એકલો છું મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી. તે ભિક્ષ આત્માના એકાકીપણાને જાણી લાઘવ ગુણને પ્રાપ્ત કરીને તપની પ્રાપ્તિ કરે છે . ચાવતુ - સમભાવ ધારણ કરે. • વિવેચન : જે સાધુને આવો વિચાર થાય કે, હું એકલો છું, સંસાર ભ્રમણ કરતાં પરમાર્થ દષ્ટિએ મને ઉપકાર કરનાર બીજો કોઈ નથી. હું પણ બીજાનું દુઃખ દૂર કરી શકતો નથી. પ્રાણીઓ પોતાના કર્મનું ફળ ભોગવવામાં જ સમર્થ છે. આ પ્રમાણે આ સાધુ પોતાના-અંતઆત્માને સમ્યમ્ રીતે એકલો જાણે અને આ આત્માને નકાદિ દુ:ખોથી બચાવવા બીજું કોઈ શરણભૂત નથી એમ માનતો પોતાને જે જે રોગ આદિ દુ:ખ દેનારા કારણો આવે, ત્યારે બીજાના શરણની ઉપેક્ષા કરતો “મેં કર્યું છે માટે મારે જ ભોગવવું” આવો વિચાર કરીને સમ્ય રીતે સહન કરે છે. તે કેવી રીતે સહન કરે તે કહે છે, લાઘવિય આદિ ચોથા ઉદ્દેશામાં વિવેચન કરાયું છે તે “સમાવપણું જાણવું” ત્યાં સુધીનો અર્થ કહેવો. અહીં બીજા ઉદ્દેશામાં ઉદ્ગમ, ઉત્પાદન, એષણા બતાવી. તે આ પ્રમાણે - “હે આયુષ્યમાન શ્રમણ ! હું તમારા માટે અશન આદિ, વા, પબ, કંબલ કે જ્જોહરણ; પ્રાણ-ભૂત-જીવ-સવનો સમારંભ કરીને.....ઇત્યાદિ ઉદ્દેશા-૫ માં ગ્રહણ એષણા બતાવી. કદાચ તે એમ કહે ત્યારે બીજો ગૃહસ્થ] અશનાદિને સામેથી લાવીને આપે ઇત્યાદિ વડે ગ્રામોષણા બતાવી, તેને હવે વિશેષથી કહે છે • સૂત્ર-૨૩૩ : તે સાધુ કે સાdી અનાદિ આહાર કરતાં સ્વાદ લેવા માટે આહારને ડાભા જડબાથી જમણે જsળે ન લાવે કે જમણા જડબાથી ડાબા જડળે ન લાવે. આ રીતે સ્વાદ નહીં લેવાણી લાઘવગુણ પ્રાપ્ત થાય છે. તેનાથી તપની પ્રાપ્તિ થાય છે. માટે ભગવંત દ્વારા કહેલ તત્વને સારી રીતે સમજી સમભાવ ધારણ કરવો. • વિવેચન : - તે પૂર્વે વવિલ સાધુ કે સાધ્વી અશનાદિ આહાર ઉમ ઉત્પાદન એષણા શુદ્ધ અને પ્રત્યુત્પન્ન ગ્રહણ કોષણા શુદ્ધ ગ્રહણ કરીને ગાર, ધૂમ આદિ વજીને આહાર કરે, તે અંગાર અને ધૂમ રાગદ્વેષના કારણે થાય છે. તે રાગ-દ્વેષ સમ્સનીરસ આહારથી થાય છે. - x• તેથી રસ સ્વાદના નિમિત્તને તજવાનું બતાવે છે તે સાધુ આહાર કરતા ભોજનને ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ સ્વાદ માટે લઈ ન જાય. કેમકે તે પ્રમાણે કરી સ્વાદથી રસની પ્રાપ્તિમાં સગઢેપનું નિમિત છે અને તેથી જ અંગાર તથા ધૂમ દોષ લાગે છે. તેથી જે કંઈ સ્વાદિષ્ટ હોય તેનો સ્વાદ ન કરવો. પાઠાંતરસ્ત્રી - “આહારમાં આદરવાળો, મૂછવાળો, ગૃદ્ધ બનીને આહારને આમ તેમ ન ફેરવે" – તેમ કહેલ છે. જડબામાં આમતેમ ન ફેરવવું માફક બીજે પણ સ્વાદ લેવો નહીં તે બતાવે છે. તે સાધુ ચારે પ્રકારે આહારને વાપરતો રાગદ્વેષ છોડીને ખાય, તે જ પ્રમાણે કોઈ નિમિતથી ડાબી જમણી બાજુ આહાર ફેરવવો પડે તે પણ સ્વાદ કર્યા વિના ફેસ્થે. જેથી આહારની લાઘવતાને પામી આસ્વાદ ન કરે. આ રીતે આસ્વાદના નિષેઘથી અંત-પ્રાંત આહારનો સ્વીકાર પણ કહેલો છે. આ પ્રમાણે તે ભિાને તપની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ અર્થ પૂર્વવતુ જાણવો - યાવતુ - સમ્યક્ત્વ પામે. તેમને અંત પ્રાંત આહાર ખાવાથી માંસ-લોહી ઓછા થવાથી હાડકાં ર્જરિત થવાથી ક્રિયામાં ખેદ થતાં કાયમેટાવાળા શરીરના પરિત્યાગની બુદ્ધિ થાય, તે બતાવે છે– • સૂત્ર-૨૩૪ - જે ભિક્ષને એમ થાય કે, હવે આ શરીરને ટકાવવા હું અસમર્થ થઈ રહ્યો છું. તો તે અનુક્રમે હારને ઓછો કરે, આહાર ઓછો કરી કષાયોને પાતળા કરે, તેમ કરીને શરીર વ્યાપાર નિયમિત કરી લાકડાંના પાટિયા સમાન નિષેe થઈ, શારીરિક સંતાપરહિત થઈ પંડિતમરણને માટે ઉસ્થિત થાય. • વિવેચન : એકવ ભાવના ભાવનાર સાધુને આહાર ઉપકરણમાં લાઘવપણું પ્રાપ્ત થયું હોય, તેને આવો અભિપ્રાય થાય છે. - x •x - કે હું સંયમ અવસરમાં લુખા આહાર કે રોગથી પીડાઈને ગ્લાનિ પામી અશક્ત થયો છું. લુખો આહાર કે તપથી શરીર અશકત થવાથી યોગ્ય રીતે આવશ્યક ક્રિયાદિ કરવામાં અશક્ત બની ગયો છું. આ અવસરે શરીર દરેક ક્ષણે નબળું પડતું હોવાથી તે ભિક્ષુ એક કે બે ઉપવાસ અથવા આયંબીલ તપ વડે આહારનો સંક્ષેપ કરે. પણ બાર વર્ષીય સંલેખના ગ્રહણ ન કરે. કેમકે ગ્લાનને તેટલો કાળ સ્થિતિ ન રહે. તેથી ટૂંકા કાળની અનુપૂર્વીવાળી દ્રવ્ય સંલેખનાર્થે આહારને રોકે. આવી દ્રવ્ય સંલેખના કરીને શું કરે ? તે કહે છે બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ આદિનો અનુક્રમે તપ કરીને આહારનો સંક્ષેપ કરે, કષાયોને ઓછા કરીને - સર્વકાલ કષાયો ઓછા કરવા પણ સંલેખના અવસરે વિશેષથી ઓછા કરે - તેમ કરીને, સમ્યક્ પ્રકારે અને-શરીરને સ્થાપન કરેલ મુનિ નિયમિત કાય વ્યાપાવાળો બને છે અથવા અન્ય એટલે વેશ્યા. તે વેશ્યાને સમ્યક રીતે સ્થાપે એટલે કે અતિ વિશુદ્ધ અધ્યવસાયી બને. અથવા અર્યા એટલે ક્રોધાદિ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy