SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૮/૪/૨૨૮ સિદ્ધાંત પ્રાપ્ત જ્ઞાનથી આવૃત છે. તેવા ઉપસર્ગમાં કે વાતાદિ વેદના ન સહન કરી શકવાથી તે શું કરે ? તે કહે છે જેથી ઘણો કાળ વાતાદિ વેદના ન રહી શકવાથી કે સ્ત્રીના ઉપસર્ગથી તે વિપભક્ષણ કે ફાંસો ખાવા છતાં મુકત ન થાય તો તે તપસ્વીએ -x - મરવું એ જ શ્રેય છે. જેમ કોઈ સાઘને સગાંએ સ્ત્રીવાળા ઓરડામાં પ્રવેશ કરાવ્યો, પ્રીતિવાળી પત્નીએ પ્રાર્થવા છતાં સાધુએ શૈર્ય રાખ્યું, પણ ઉપાય ન મળવાથી તેણે ફાંસો ખાધો તેમ ફાંસો ખાવો, વિષ ભક્ષણ કરવું - x - આદિ યોગ્ય જ છે. શંકા-ફાંસો ખાવો આદિ બાળમરણ છે, તે અનર્થને માટે છે. તો તેનો ઉપદેશ કેમ કર્યો ? - કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે - બાલ મરણે મરતો જીવ અનંત નૈરયિક ભવગ્રહણથી આત્માને સંયોજે છે - X - X • વારંવાર સંસાર ભ્રમણ કરે છે. ઉત્તર - આરંતુ ધર્મમાં આ દોષ નથી. મૈથુન સિવાય એકાંતે કોઈ દોષ નથી. બીજામાં દ્રવ્ય, ગ, કાળ, ભાવને આશ્રીને જે પહેલા નિષેધ કર્યો હતો તે જ સ્વીકારાય છે. ઉર્ગ પણ ગુણ માટે અને અપવાદ પણ ગુણ માટે થાય. દીર્ધકાળા સંયમપાળીને સંલેખના વિધિ વડે ભક્તપરિજ્ઞા મરણ ગુણને માટે છે પણ સ્ત્રી આદિ ઉપસર્ગમાં વેહાનાસાદિ મરણ - x - પણ ગુણવાળું છે • x • ઘણાં કાળ પશ્ચિ પાવાતું કર્મ સાધુ આવા અવસરે થોડાં કાળમાં ખપાવે છે– વેહાનસ આદિ મરણે મરનાર પણ • x • વિશેષ પ્રકારે અંતક્રિયા કરનાર છે. તેને તે અવસરે વેહાસનાદિ મરણ જ ઉત્સર્ગ માર્ગ છે. કેમકે આવા અપવાદિક મરણ વડે અનંતા સિદ્ધો પૂર્વે થયા અને થશે. ઉપસંહાર કરવા કહે છે, આ પૂર્વોક્ત વેહાસનાદિ મરણ મોહ હિતને કર્તવ્યતાથી આશ્રયરૂપ છે, અપાય પરિવાથી હિતરૂપ છે. તથા જન્માંતરમાં સુખ આપનાર હોવાથી સુખરૂપ છે. કાળ પ્રાપ્ત થયો હોવાથી યુક્ત છે, કર્મક્ષય હેતુથી નિઃશ્રેયસ છે. પુણ્ય અર્જિત થવાથી આનુગામિક છે. તેમાં સુધમસ્વિામી કહે છે. અધ્યયન-૮ વિમોક્ષ' ઉદ્દેશો-૪ “હાસનાદિમરણ''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ વઅ યાચે - યાવત : તે એ સાધુની સામગ્રી છે. જ્યારે એ ભિક્ષુ જાણે કે હેમંતઋતુ ગઈ, ઝીખ આવી તો જીવોને પરઠવી દે અથવા જરૂર હોય તો વસ્ત્ર ધારણ કરે કે એકનો ત્યાગ કરે કે વારહિત પણ થઈ જાય. એ રીતે લાઘવગુણ સાથે તપની પ્રાપ્તિ થાય છે. જે રીતે આ ભગવંતે કહ્યું છે તે સારી રીતે સમજી સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. જે સાધુને એવું લાગે કે હું રોગથી નિર્બળ થયો છું. ભિક્ષા માટે અનેક ઘરોમાં જવા માટે અસમર્થ છું. એવું કહેતા સાંભળીને કોઈ ગૃહસ્થ સાધુ માટે સામેથી લાવીને આહારાદિ આપે તો સાધુ પહેલાં જ કહી દે કે, હે આયુષ્યમાન ! સામેથી લાવેલ આહિર કે આ પ્રકારનો અન્ય કોઈ પદાર્થ મને ખાવા-પીવો ન કો. • વિવેચન : અહીં ત્રણ ક૫ [વાં સ્થિત વિકલ્પી કે જિનકભી હોય પણ બે વસ્ત્ર ધારણ કરનાર અવશ્ય જિનકભી, પરિહાર વિશુદ્ધિક, યથાલંદિક કે પ્રતિમાધારી હોય. આ ત્રમાં બતાવેલ જિનકલી વગેરે ને વધારી હોય, વા-શબ્દથી એક સુતરાઉ અને બીજુ ઉની વસ્ત્ર ધારી સંયમમાં રહેલ હોય તેમ જાણવું.) કેવા બે કલા [૧] ? ત્રીજું પાત્ર ધારણ કરેલ ઇત્યાદિ પૂર્વસૂત્ર પ્રમાણે - ચાવત્ - તે ઠંડીથી પીડાયા સુધીનું જાણવું. હું વાયુ આદિ રોગથી પીડિત, નિર્બળ હોવાથી ઘેર-ઘેર જવાને અસમર્થ છું. તથા ભિક્ષાચર્થેિ જવા અશક્ત છું. આવા ભિક્ષુ પાસે કોઈ ગૃહસ્થ • x • તેમને અશક્ત જોઈને અનુકંપા તથા ભકિતથી કોમળ હૃદયવાળો બનીને જીવોની હિંસાદિથી બનાવેલ અશનાદિ લાવીને તે સાધુને આપે, ત્યારે ગ્લાન સાધુએ સૂત્રાર્થના અનુસાર જીવિત નહીં વાંછતા, મૃત્યુ સારું છે એમ વિચારીને શું કરવું ? તે જિનકભી આદિ ચારમાંથી કોઈએ પણ પહેલા વિચારવું કે ઉદ્ગમ આદિ કયા દોષથી આ દુષિત છે ? તેમાં અભ્યાહત દોષ જાણીને તેનો નિષેધ કરવો. તે આ રીતે - હે આયુષ્યમાન ગૃહપતિ ! આ મારે સામેથી લાવેલ કે લવાયેલ અશનાદિ ખાવા-પીવાનું કે તેવું બીજું આધાકમદિ દોષથી દુષ્ટ ન કશે. આ પ્રમાણે તે દાન આપતાં ગૃહસ્થને સમજાવે. પાઠાંતર મુજબ કોઈ ગૃહસ્થ તે સાધુ પાસે આવીને કહે કે, હું તમારા માટે અશન આદિ સામેથી લાવીને આપું. જો સાધુ પહેલાથી તે જાણે તો કહે કે, હે ગૃહપતિ ! મને, સામેથી લાવી આપેલ અશનાદિ કે બીજું કંઈ ન કહ્યું. આમ નિષેધ કરવા છતાં સમ્યગૃષ્ટિ, પ્રકૃતિ ભદ્રક કે મિથ્યાર્દષ્ટિ કોઈ પણ એમ વિચારે કે, આ પ્લાન સાધુ ભિક્ષા લેવા જવા અશક્ત છે, બીજાને કહી શકે તેમ પણ નથી માટે તેના નિષેધ છતાં હું કોઈ બહાને લાવીને આપીશ. એમ વિચારી લાવીને આપે તો સાધુ તેને અનેષણીય જાણીને તે ગૃહસ્થને ના પાડે. – વળી - • સૂત્ર-૨૩૦ - જે સાધુની એવી પ્રતિજ્ઞા હોય કે હું બીમાર થાઉં તો બીજા સાધુને સેવા * અધ્યયન-૮ ઉદ્દેશો-મ “ગ્લાનભક્તપરિજ્ઞા” ક 0 ચોરો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો કહે છે. તેનો સંબંધ આ રીતે છે - ઉદ્દેશા૪માં વૃદ્ધષ્ઠાદિ બાળમરણ બતાવ્યું. આ ઉદ્દેશામાં તેથી વિપરીત પ્લાનભાવ પામેલા ભિક્ષુએ ભક્તપરિજ્ઞા મરણ સ્વીકાર્યું તે કહે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહે છે• સૂઝ-૨૨૯ - જે ભિક્ષુએ બે વસ્ત્ર અને ત્રીજું પણ રાખવાની મર્યાદા કરી છે તેને એવું થતું નથી કે હું બીજું વા યાયું. તે પોતાની કલામયદા અનુસાર એષણીય
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy