SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮/૨/૨૧૬ આહારાદિ દોષિત છે તેમ જાણી લે તો ન લે. તે સાધુ કેવી રીતે જાણે ? પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી, બીજાના કહેવાથી, તીર્થંકરે બતાવેલા ઉપાયોથી, બીજા પાસેથી કે તેના સ્વજનો પાસેથી સાંભળીને જાણી લે કે આ ગૃહસ્થે મારે માટે આરંભ કરીને અશનાદિ કે મકાન બનાવેલ છે - x - ત્યારે તે વાતની ખાત્રી કરીને તે સાધુ કહે કે, આ મને કલ્પતું નથી આ અમારા માટે બનાવેલું છે, માટે હું નહીં લઉં. જો આવું કરનાર શ્રાવક હોય તો તેને “પિંડ નિયુક્તિ'' બતાવે. જો તે ભદ્રક પ્રકૃતિ હોય તો તેને નિર્દોષ દાનનું ફળ બતાવે તથા તેને યથાશક્તિ ધર્મકથા કહે. તે આ પ્રમાણે – યોગ્ય કાળ દેશમાં શ્રદ્ધાયુક્ત અને શુદ્ધ મને ઉધમવાળા થઈને કલ્પ્ય એવું પ્રાસુક દાન ઉત્તમ સાધુને આપે. ગુણાધિક સત્પુરુષોને વિનયપૂર્વક આપેલ અલ્પ દાન પણ મોટું ફળ આપે છે. જેમ નાની વડ કણિકા છતાં વડનું ઝાડ સારાં ફળ આપે છે. પ્રાજ્ઞજન સુપાત્ર દાનથી દુઃખ સમુદ્રને તરે છે. જેમ મગરના નિલયરૂપ મોટા સમુદ્રને વેપારીઓ નાના વહાણ વડે તરી જાય છે. ૬૧ • સૂત્ર-૨૧૭ : કોઈ ગૃહસ્થ સાધુને પૂછીને કે પૂછ્યા વિના ઘણું દ્રવ્ય ખર્ચી આહારાદિ બનાવે. [જ્યારે મુનિ એ ન લે ત્યારે] કદાચ તે ગૃહસ્થ ક્રોધાવેશથી સાધુને મારે અથવા કહે કે, આને મારો, પીટો, હાથ-પગ છંદો, બાળો, પકાવો, લૂંટી લો, બધું છીનવી લો, પાણરહિત કરી દો. અનેક પ્રકારે પીડા પહોંચાડો. આવા કષ્ટોને તે ધીર સાધુ સહે. અથવા તેને આચારગોચર સમજાવે અથવા મૌન રહે. પોતાના આચાર-ગોચરનું સમ્યક્ પ્રકારે પાલન કરે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. • વિવેચન : તે ભિક્ષણશીલ સાધુને કોઈ કહે, હે સાધુ ! હું તમારા માટે ભોજનાદિ કે ઉપાશ્રયાદિ તૈયાર કરાવીશ કે સુધરાવીશ. સાધુએ તેને અનુમતિ ન આપી હોય, તો પણ તે કરાવે અને મીઠા વચનથી કે બળાત્કારે હું સાધુ પાસે ગ્રહણ કરાવીશ એવું માને; બીજા કોઈ સાધુના થોડા આચારને પણ જાણતો હોય, તેને પૂછયા વિના છૂપું કાર્ય કરે અને વિચારે કે હું તેમને ભોજનાદિ આપીશ. હવે તે ન ભોગવવાથી, શ્રદ્ધા ભંગથી, સેંકડો મધુર વચનના આગ્રહથી કે રોષના આવેશથી સુખ-દુઃખપણે આલોકને જાણનાર આ સાધુ છે, તેમ જાણીને - રાજાજ્ઞા લઈ ન્યકાર ભાવનાથી દ્વેષને પામેલો તે ગૃહસ્થ ‘હનન' આદિ પ્રવૃત્તિ પણ કરે તે બતાવે છે– - ૪ - જેઓ પૂછીને કે પૂછયા વિના ઘણું દ્રવ્ય ખર્ચીને આહારાદિ લાવી સાધુને આપે અને સાધુ ન લે તો ગૃહસ્થ ક્રોધી બનીને પીડા કરે છે. તે પોતે સાધુને મારે છે, બીજાને પણ મારવા માટે પ્રેરે છે. બોલે છે કે, આ સાધુને દંડા વડે મારો, હાથ-પગ છેદી નાંખો, અગ્નિથી બાળો, તેમના સાથળનું માંસ પકાવો, વસ્ત્રો લૂંટી લો, બધું છીનવી લો, સહસા પ્રહાર વડે કરાવો, જલ્દી મારી ૬૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ નાંખો, વિવિધ રીતે પીડા કરો. આ રીતે તે સાધુને ઘણું દુઃખ આપે, તો પણ ધીર એવો તે સ્પર્શોને શાંતિથી સહે. તથા બીજા ભૂખ-તરસ આદિ પરીષહો તે પણ સહે. પણ ઉપસર્ગ-પરીષહ વડે પીડાઈને, વિકળ બનીને દોષિત આહારાદિને ન ઈચ્છે. અથવા મીઠા વચનરૂપ ઉપસર્ગોથી ન લલચાય. જો સામર્થ્ય હોય તો જિનકલ્પી આચાર પાળે અથવા સ્થવીર કલ્પમાં વિવિધ ઉપસર્ગજનિત દુઃખ સહન કરે. અથવા સાધુઓના આચાર અનુષ્ઠાન જે મૂળગુણ-ઉત્તરગુણ ભેદ સંબંધી છે તે સમજાવે. - x - તેમાં પણ મૂલગુણોના સ્વૈર્થિ ઉત્તરગુણોને સમજાવે. પિંડૈષણા શુદ્ધિ સમજાવે. - x - વળી - જેથી પોતે દુઃખી ન થાય. તેમ બીજાના દુઃખમાં નિમિત્તભૂત પણ ન થાય. ફક્ત ધર્મકાર્યમાં સહાયક નિર્દોષ ભોજન જ આપે. શું બધાં પુરુષોને આ બધું કહેવું ? ના. આવનાર પુરુષની પર્યાલોચના કરવી. જેમકે, આ પુરુષ કોણ છે? કોને નમે છે? આગ્રહવાળો કે આગ્રહરહિત છે? મધ્યસ્થ છે ? ભદ્રિક છે? એમ બધું વિચારીને યથાયોગ્ય, યથાશક્તિ કહે. - x - ૪ - સ્વપક્ષ સ્થાપના, પરપક્ષનું નિરસન કરે, અનન્ય સશ વચન કહે. પણ સાધુ સામર્થ્યરહિત હોય તો સામેનો માણસ કદાચ રોષ પામે. અથવા કહેવાથી અનુકૂળ પ્રત્યેનીક બને, તેથી મૌન રાખવું. એટલે સાધુ સમર્થ હોય તો સાંભળનાર કે દાતાને આચાસ્ગોચર કહે. ન હોય તો મૌન રાખી આત્મહિત વિચારી પિંડવિશુદ્ધિ આદિ આચાર વિષયને ઉદ્ગમાદિ પ્રશ્નો પૂછી સમ્યક્ શુદ્ધિ કરે. કેવો બનીને ? આત્મગુપ્ત થઈને, સતત ઉપયોગવંત બનીને વિચરે, “આ મેં નથી કહ્યું'' તેમ સુધર્મા સ્વામી કહે છે. તે કલ્યાકલ્પની વિધિ જાણનાર તીર્થંકરે બતાવેલ છે તથા હવે પછી કહે છે– • સૂત્ર-૨૧૮ : તે સમનોજ્ઞ મુનિ આદરપૂર્વક અસમનોજ્ઞને - આહાર આદિ ન આપે, ન નિમંત્રણા કરે, વૈયાવચ્ચ ન કરે. તેમ હું કહું છું. • વિવેચન : ગૃહસ્થ કે કુશીલ પાસેથી અકલ્પ્સ જાણીને આહારાદિ ન લે. તે સમનોજ્ઞ સાધુ અસમનોજ્ઞને તે પૂર્વોક્ત અશનાદિ ન આપે. તેમને અતિ આદરથી અશનાદિ માટે નિમંત્રણ ન કરે. બીજી રીતે લલચાવે તો પણ તેમની વૈયાવચ્ચ ન કરે. ત્યારે પોતે કેવો બને ? તે કહે છે– - સૂત્ર-૨૧૯ : મતિમાન ભગવંતે જે ધર્મ કહ્યો છે, તે બરાબર સમજો. સમનોજ્ઞ સાધુ સમનોજ્ઞ સાધુને અતિ આદરપૂર્વક અશનાદિ આપે યાવત્ વૈયાવચ્ચ કરે. તેમ હું કહું છું. • વિવેચન : તમે કેવલી વર્ધમાનસ્વામીએ કહેલા દાનધર્મને જાણો. જેમ સમનોજ્ઞ સાધુ ઉધુક્તવિહારી હોય, તે બીજા સમનોજ્ઞ ચાસ્ત્રિધારી સંવિગ્ન હોય, સમાન સામાચારીમાં
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy