SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૧/૮/૨/૧૪ છે. તે સંબંધનું પહેલું સૂત્ર સૂત્ર-૨૧૫ - તે ભિક્ષ મશાનમાં, શુન્યગૃહમાં, પર્વત ગુફામાં, વૃક્ષમૂળમાં કે કુંભારના ખાલી ઘરમાં ફરતો હોય, ઉભો હોય, બેઠો હોય, સુતો હોય કે બીજે કયાંય વિચરતો હોય તે સમયે કોઈ ગૃહસ્થ તેની પાસે આવીને કહે કે, હે આયુમાન શ્રમણ ! હું આપના માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પત્ર, કંબલ કે રજોહરણ, પ્રાણ, ભૂત, જીવ અને સત્વોનો સમારંભ કરી આપને ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને, છીનવીને, બીજાની વસ્તુ તેની આજ્ઞા વિના લાવીને, સન્મુખ લાવીને કે ઘેરથી લાવીને આપને આવું છું અથવા આપના માટે આવાસ બનાવી આપું છું કે, સમારકામ કરાવી આપું છું. તમે તેને ભોગવો-ત્યાં રહો. હે આયુષ્યમાન શ્રમણો: તે સાધુ તે સુમન અને સુવયસ ગૃહપતિને પ્રમાણે કહે કે, હે આયુષ્યમાન ગૃહપતિ! હું આપના વચનનો આદર કે સ્વીકાર કરતો નથી. જે તમે મારા માટે અનાદિ અને વસ્ત્રાદિને પ્રાણ આદિની હિંw કરી મને ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને - ચાવ4 - ઘેરથી લાવીને મને આપવા ઇચ્છો છો કે મારા માટે આવાસ બનાવવા ઇચ્છો છો. હે આયુષ્યમા ગૃહપતિ ! હું આવા કાયથી દૂર રહેતા જ વિd-ત્યાગી બન્યો છું. [માટે તે ન સ્વીકારી શકુ - વિવેચન : સામાયિક ઉચ્ચરેલ સાધુ સર્વ સાવધ ન કરીને પ્રતિજ્ઞારૂપ મેરુ પર્વત ચડેલ ભિક્ષણશીલ ભિક્ષ ભિક્ષા કે અન્ય કાર્યોર્ચ વિહાર કરે, ધ્યાન વ્યગ્ર થઈ ઉભો રહે, ભણવા-ભણાવવા, સાંભળવા-સંભળાવવા બેસે કે માર્ગમાં થાકતા આડે પડખે થાય. આ બધું ક્યાં કરે ? મડદાં રહે શ્મશાન-મસાણમાં. જો કે ત્યાં સુવાનું ન સંભવે. તેથી યથાયોગ્ય જયાં જે ઘટે તે લેવું. આ રીતે ગચ્છવાસીઓને ત્યાં સ્થાન આદિ કલાતા નથી. કેમકે ત્યાં પ્રમાદ થતા વ્યંતરાદિ ઉપદ્રવ થાય. તથા જિનકભાર્થે સર્વ ભાવના ભાવનાને પણ મસાણમાં નિવાસ કરવાની અનુજ્ઞા નથી. પણ પ્રતિમધારી મુનિને તો જ્યાં સૂર્ય અસ્ત થાય તે સ્થાને જ રહેવાનું છે. તેને અને જિનકભીને આશ્રીને શ્મશાનસંગ છે. આ પ્રમાણે બીજે પણ યથાસંભવ યોજવું. - શૂન્યગૃહ કે પર્વતની ગુફામાં અથવા અન્યત્ર ગામની બહાર સાધુ કોઈ સ્થાને વિહાર કરે, તેને ગૃહપતિ ત્યાં જઈને જે બોલે તે બતાવે છે - શ્મશાન આદિમાં પરિક્રમણ ક્રિયા કરતા સાધુ પાસે કોઈ ત્યાં પૂર્વે રહેલ સ્વભાવથી ભદ્રક કે સમ્યક વધારી ગૃહસ્થ હોય, સાધુના આચારથી તે અજાણ હોય; તે સાધુને ઉદ્દેશીને કહે, આ આપેલો આહાર ખાનારા છે, આરંભ ત્યાગી છે, અનુકંપા યોગ્ય છે, સત્ય શુચિવાળા છે તેને આપેલું અ-ક્ષય છે, માટે હું તેમને દાન આપીશ. એમ વિચારી સાધુ પાસે આવીને કહે, હે આયુષ્યમાન શ્રમણ ! હું સંસારસમુદ્ર તરવાની ઇચ્છાવાળો તમારે માટે અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ તથા વરા, પબ, કંબલ કે જોહરણ બનાવી લાવું. એમ કહીને તે શું કરે ? શ્વાસોશ્વાસ યુક્ત પંચેન્દ્રિય તે પ્રાણી, ત્રણે કાળમાં થયા છે - થાય છે અને થશે તે ભૂત, જીવતા હતા, જીવે છે અને જીવશે તે જીવો તથા સુખ-દુઃખમાં સકત છે તે સત્વો. આ પ્રાણી, ભૂત, જીવ, સવનો આરંભ કરીને લાવે. તેમાં અશનાદિના આરંભમાં જીવ હિંસા અવશ્ય થાય. તેમાંથી બધું કે થોડું કોઈ સાધુ સ્વીકારી લે, તેથી અવિશુદ્ધિ કોટિ લીધી - આઘાકર્મી - ઓશિક, મિશ્ર, બાદર, પ્રાકૃતિક, પૂતિ, ધ્યવપૂરક આ છે ભેદો અવિશુદ્ધિ કોટિ છે. હવે વિશુદ્ધિ કોટિ બતાવે છે • મૂલ્યથી ખરીદેલું, ઉધાર લીધેલું, છીનવી લીધેલું, * * * બીજા સાથે બદલીને લાવેલ આવું દાન કોઈ સાધુને આપવા માટે કરે તથા પોતાની ઘેરી સામેથી લાવીને આપે તે વિશુદ્ધ કોટી છે. આ પ્રમાણે સાધુને અશનાદિ આપવા માટે કોઈ બોલે તથા હું તમારા માટે ઉપાશ્રય બનાવીશ કે સમરાવીશ. આ પ્રમાણે ગૃહસ્થ હાથ જોડી કે અંજલિ કરીને આહાર આદિ માટે નિમંત્રણા કરે કે આ ભોજન વાપરો, મેં સધરાવેલ વસતિમાં રહો ત્યારે સૂસાથે વિશારદ સાધુ દીનતા લાવ્યા વિના તેને ના પાડે. [શિષ્યને ગુર કહે છે] હે આયુષ્યમાનું શ્રમણ ભિક્ષુ ! તે ગૃહસ્થ ભદ્રહદય કે મિત્ર કે અન્ય કોઈપણ હોય; તેને સાધુએ કહેવું કે, હે આયુષ્યમાન ગૃહપતિ ! તમારા એ વચનને હું સ્વીકારતો નથી. • x - તમારા એ વચનને હું આસેવન પરિજ્ઞાનથી અવધારી શકું નહીં. કેમકે તું મારા માટે જીવહિંસા વડે બનાવેલ ભોજન આપે કે ઉપાશ્રય બનાવે; તે મને ન કો. હે આયુષ્યમાનું ગૃહપતિ ! તેવા આરંભ કરાવવા રૂપ અનુષ્ઠાનથી હું મુક્ત થયેલો છે. - x - માટે હું સ્વીકારતો નથી. આ પ્રમાણે ભોજનાદિ સંસ્કારનો સાધુ નિષેધ કરે, પણ જો કોઈ ગૃહસ્થ છાનું જ તેવું ભોજનાદિ કરી સાધુને આપે, તો સાધુ કઈ રીતે તેનો નિષેધ કરે તે કહે છે • સૂત્ર-૨૧૬ - તે મુનિ મશાનાદિમાં ફરતા હોય અથવા અન્ય ક્યાંય વિચરતા હોય, તેની પાસે આવીને કોઈ ગૃહસ્થ પોતાના આત્મગત ભાવોને પ્રગટ કર્યા વિના મુનિના માટે આરંભ કરી અણન આદિ, વસ્ત્રાદિ આપે કે મકાન “નાવે; એ વાત મુનિ સ્વ બુદ્ધિએ, બીજાના કહેવાથી કે કોઈ પાસે સાંભળીને જાણી લે કે આ ગ્રહણે મારા માટે આહાર, વા યાવતું મકાન બનાવેલ છે; તો એવું જાણી તે મુનિ ગૃહસ્થને સપષ્ટ સૂચના કરે કે હું મારા નિમિતે તૈયાર કરેલ આ બધું. વાપરી શકતો નથી. તેમ હું કહું છું. • વિવેચન : તે મિક્ષ કોઈ મશાનાદિમાં વિચરતા હોય અને કોઈ ગૃહસ્થ પાસે આવી, હાથ જોડે, વંદન કરે. તે પ્રકૃતિભદ્ર હોય; તે મનમાં વિચારે કે હું આ સાધુને ગુપ્ત રીતે આરંભ કરીને અશનાદિ આપીશ, રહેવા મકાન આપીશ. કેમકે • x • તે સાધુ
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy