SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/૨/૨૧૯ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ રહી સાથે ગૌચરી કરતો હોય તેવાને અશનાદિ આહાર, વસ્ત્રાદિ દ્રવ્ય આપે, તે માટે નિમંત્રણા કરે કે અંગમર્દનાદિ વૈયાવચ્ચ કરે. પણ તેથી વિપરીત ગૃહસ્થો, કુતીર્થિકો, પાસત્યાદિ, અસંવિગ્ન અસમનોજ્ઞ સાધુને ન આપે. - પરંતુ સમનોજ્ઞને જ આપે. તથા અતિ આદરપૂર્વક તથા તે વસ્તુ માટે સીદાતો હોય કે ઉત્તપ્ત હોય તો તેની યોગ્ય વૈયાવચ્ચ કરે. આ પ્રમાણે ગૃહસ્થાદિ અને કુશીલાદિનો ત્યાગ કરવાનું કહ્યું. વિશેષ એ કે ગૃહસ્થ પાસે જે કnય હોય તે લે, માત્ર અકલયનો નિષેધ કરે. અસમનોજ્ઞ પાસે દાન લેવાનો સર્વથા નિષેધ છે.- ૪ - અધ્યયન-૮ “વિમોક્ષઉદ્દેશો-૨ “અકલ્પનીય વિમોક્ષ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-૮ ઉદ્દેશો-૩ “અંગચેષ્ટાભાષિત” કા o બીજો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૨ માં અકલ્પનીય આહારદિનો નિષેધ કહ્યો. તે નિષેધથી ક્રોધિત થયેલ દાતાને યથાવસ્થિત પિંડદાનની પ્રરૂપણા કરે. તેમ આ ઉદ્દેશામાં આહારદાન નિમિતે ઘરમાં પ્રવેશેલ સાધુનું અંગ શીતાદિથી કંપતું જોઈને ગૃહસ્થ ઉલટું સમજે તો તેવા ગૃહસ્થને યથાવસ્થિત સ્વરૂપ બતાવીને ગીતાર્થ સાધુએ તેમની શંકા દૂર કરવી. આ પ્રમાણેના સંબંધથી આવેલા ઉદ્દેશાનું સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે • સૂત્ર-૨૨૦ - કોઈ મધ્યમ વયમાં પ્રતિબોધ પામી ચાસ્ત્રિ ધર્મ માટે ઉસ્થિત બને છે. મેધાવી સાધક પંડિતોના વચન સાંભળી તથા સમજીને સમભાવ ધરે. તીર્થકરોએ સમતામાં ધર્મ કહ્યો છે. સમભાવી સાધુ કામભોગોની ઇચ્છાથી નિવૃત્ત થઈ પાણીની હિંwા ન કરે, પરિગ્રહ ન રાખે, તેથી સમગ્ર લોકમાં અપરિગ્રહી કહેવાય છે. જે પ્રાણીના દંડનો ત્યાગ કરે છે તેથી પાપકર્મ નથી કરતા. તેથી તે મહાન નિષ્ણ કહેવાય છે. એવા સાધુ યુતિમાન, ક્ષેત્રજ્ઞ બને છે. ઉપપાત અને ચ્યવનને જાણીને [પાપકર્મ વજી બને છે.] • વિવેચન : ત્રણ અવસ્થા છે - યુવા, મધ્યમવય અને વૃદ્ધાવ. તેમાં મધ્યમ વયવાળા પસ્પિષ બુદ્ધિવગી ધમને યોગ્ય છે, તે પ્રથમ બતાવે છે. કેટલાંક મધ્યમ વયમાં બોધ પામેલા, ચરણધર્મ માટે તૈયાર થયેલા તે સમુસ્થિત જાણવા. જો કે પ્રથમ-ગરમ વયમાં દીક્ષા લેનારા હોય છે. છતાં બહુલતાએ પ્રાયઃ મધ્યમ વયમાં ભોગ તથા કુતૂહલ દૂર થયા હોવાથી અવિદનપણે ધર્મના અધિકારી થાય છે. કઈ રીતે બોધ પામેલા તૈયાર થયા છે ? તે કહે છે. ત્રણ પ્રકારના બોધ પામનારા છે. તે આ રીતે સ્વયંભુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત. તેમાં અહીં બુદ્ધબોધિતનો અધિકાર છે, તે કહે છે, મેધાવી-મર્યાદામાં રહેલ, પંડિત-તીર્થકર આદિનું ‘વયન’-હિત પ્રાપ્તિ અહિત ત્યાગને સાંભળીને, વિચારીને સમતા ધારણ કરે. શા માટે ? સમતા-મધ્યસ્થતા વડે તીર્થકર આદિએ પ્રકર્ષથી શ્રત ચારિરૂપ ધર્મ કહ્યો છે. મધ્યમ વયમાં ધર્મ સાંભળી બોધ પામી ચારિત્ર લેવા તૈયાર થયેલા શું કરે ? તે કહે છે તેઓ દીક્ષા લઈને મોક્ષ પ્રતિ પ્રયાણ કરી કામભોગો ન ઇચ્છીને તથા પ્રાણીને દુ:ખ ન આપીને પરિગ્રહને ધારણ ન કરતા વિચરે. આધ-તના ગ્રહણથી મધ્યના ત્રણ મૃષાવાદત્યાણ આદિનું પણ ગ્રહણ થશે. એવા બનીને પોતાના દેહમાં પણ મમત્વ ન કરે. સર્વલોકમાં પણ કોઈ પરિગ્રહ ન રાખે. • x • વળી પ્રાણીને દંડે તે દંડ - પરિતાપકારી. તે દંડને પ્રાણી તરફ કે પ્રાણી વિશે નાંખવાથી અઢાર પ્રકારના પાપરૂપ કર્મ બંધાય. તેને ઉત્તમ સાધુ ન આચરે. બાહ્ય અત્યંતર ગ્રંથને ત્યાગવાથી તેવા સાધુને તીર્થકર, ગણધરાદિએ નિર્ગુન્હ કહ્યા છે. તે અદ્વિતીય એટલે રાગદ્વેષરહિત છે. સંયમ કે મોક્ષનો ખેદજ્ઞ-નિપુણ દેવલોકમાં પણ ઉપપાત, ચ્યવન છે, તેમ જાણીને વિચારે કે, સર્વ સ્થાન અનિત્ય છે. એવી બુદ્ધિથી પાપકર્મવર્જી થાય. કેટલાંક તો મધ્યમ વયમાં પણ ચારિ લઈ પરિષહઇન્દ્રિયોથી ગ્લાની પામે છે • સૂત્ર-૨૨૧ : શરીર આહારથી વૃદ્ધિ પામે છે અને પરીષહોથી ક્ષીણ થાય છે. છતાં જુઓ કાયર મનુષ્ય શરીર જ્ઞાન થતા સર્વ ઇન્દ્રિયોથી પ્લાન થાય છે. • વિવેચન : આહારથી ઉપચય [વૃદ્ધિ પામનાર દેહો [શરીરો છે. આહારના અભાવે તે પ્લાન બને છે કે નાશ પામે છે. પરીષહો વડે પણ શરીર મંગાય છે. તેથી આહારથી પુષ્ટ થતા શરીર પણ પરીષહો આવતા કે વાયુના ક્ષોભથી તમે જુઓ કે કેટલાક કાયરો સર્વ ઇન્દ્રિયોથી ગ્લાન થતાં કાયર બની જાય છે. જેમકે ભૂખથી પીડાયેલો દેખતો નથી, સાંભળતો નથી, સુંઘતો નથી આદિ. કેવલી પણ આહાર વિના શરીરે ગ્લાની પામે છે તો બીજા સ્વભાવથી જ ભંગુરશરીરનું શું કહેવું ? પ્રશ્ન : અકેવલી અકૃતાર્થત્વથી અને ક્ષુધા વેદનીયના સંભાવથી આહાર કરે છે અને દયાદી વ્રતો પાળે છે, પણ કેવલી તો નિયમથી મોક્ષે જનાર છે, તે શા માટે શરીર ધારણ કરે છે કે તે માટે ખાય છે ? ઉત્તર - કેવલીને પણ ચાર કર્મોનો સભાવ છે, તેથી એકાંતથી કૃતાર્થ નથી. તે માટે શરીર ધારે છે. આહાર વિના તેનું ધારણ ન થાય. ક્ષુધા વેદનીયનો પણ તેને સદ્ભાવ છે. કેવલીને પણ ૧૧-પરીષહો સંભવે છે. તેથી કેવલી આહાર કરે તે સિદ્ધ છે. આહાર વિના ઇન્દ્રિયો ગ્લાની પામે છે તે કહ્યું. તત્વજ્ઞાતા પરીષહથી પીડાય તો શું કરે ?• સૂત્ર-૨૨૨ - તેજસ્વી પુરુષો પરીષહો આવવા છતાં દયા પાળે. જે ભિક્ષુ સંનિધાન
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy