SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રધાન મા ચાલીશ.. • વિવેચન - ૪૭૨ - અતિશયપણે સંભૂત - એવા જે કામગુણો, આ સ્વગૃહમાં વર્તી રહ્યા છે. તેનો પ્રત્યક્ષપણે નિર્દેશ કરે છે, તે સારી રીતે એકત્રિત કરાયેલ છે તે મધુરાદિ રસ પ્રધાન પ્રચૂર કામગુણોમાં અંતર્ગત પણે હોવા છતાં સોનું પૃથક ઉપાદાન તેના અતિ ગૃદ્ધિત્વથી છે. અથવા કામગુણ વિશેષણ જે પ્રધાન એવા શૃંગારાદિ રસો જેમાં છે તે માટે છે. અથવા સુખોમાં પ્રધાન તે કામગુણો તે આપણે ભોગવીએ. આ સ્વાધીન ભોગોને ભોગવી મુક્ત ભોગી થઈ, પછી વૃદ્ધાવસ્થામાં મહાપુરુષ સેવિત એવા પ્રવજ્યા રૂપ મુક્તિપથે જઈશું. પછી - પુરોહિતે કહ્યું - • સૂત્ર - ૪૭૩ - હે ભવતિ આપણે વિષયરસને ભોગવી ચૂક્યા છીએ. યુવા-અવસ્થા આપણને છોડી રહી છે. હું કોઈ જ જીવનના પ્રલોભનમાં ભોગોને છોડી નથી રહ્યો. લાભ-લાભ, સુખ-દુઃખને સમદષ્ટિથી જતો એવો હું મુનિ ધર્મનું પાલન કરીશ. • વિવેચન - ૪૭૩ - સેવેલા છે મધુરાદિ રસો, ઉપલક્ષણથી કામગુણોને અથવા રસ એટલે સામાન્યથી આસ્વાધમાનપણાથી ભોગો, હે ભવતિા આમંત્રણ વચન છે, આ કાળકૃત શરીરાવસ્થા રૂ૫ વય આપણને છોડી રહી છે. તેમાં અહીં અભિમત ક્રિયા કરવાનું સામર્થ્ય લેવું, તે ભોગવેલા વારંવાર ભોગોને વય ત્યજી રહી છે, ઉપલક્ષણથી જીવિત ને ત્યજી રહી છે. એટલામાં તે તજીને જાય, તે પૂર્વે દીક્ષા લઈ લઈએ. વય અને ધ્યેયદિ જણાવતો દીક્ષાનો કોઈ કાળ નથી. તેથી અસંયમ જીવિત ન જીવવા, તેને માટેના ભોગોનો પ્રકર્ષથી ત્યાગ કરીએ. પરંતુ અભિમત વસ્તુની પ્રાપ્તિ રૂપ લાભ કે તેના અભાવ રૂપ અલાભને કારણે હું આવો ત્યાગ કરવાનું કહેતો નથી. પરંતુ લાભ કે અલાભ, સુખ કે દુખ, જીવિત કે મરણાદિમાં સમતાને ભાવિત કરતો હું મુનિભાવને આચરીશ, તેથી મક્તિને માટેજ મારે દીક્ષા સ્વીકારવી છે. ત્યારે વાશિષ્ટી બોલી કે - • સૂત્ર - ૪૭૪ - પ્રતિસોતમાં તરનારા વૃદ્ધ હંસની માફક ક્યાંક તમારે ફરી તમારા ભાઈઓને યાદ ન કરવા પડે? તેથી મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચય અને વિહાર તો ઘણાં દુઃખરૂપ છે. • વિવેચન - ૪૭૪ - એક ઉદરમાં તમારી સાથે રહેલા તે સોદર્ય અર્થાત સમાન કુક્ષિમાં થયેલા ભાઈઓ, તેમને ઉપલક્ષણથી શેષ સ્વજન અને ભોગોને યાદ કરસો. કોની જેમ? જી - વયની હાનિને પામેલા હંસની જેમ કેવો? પ્રતિકુળ સ્રોતમાં ગમન કરનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy