SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/૪૭૪ ૧૪૩ જેમ હંસ પ્રતિકુળ ગમન કરવામાં અશક્ત છે, તે પ્રમાણે તમે પણ દુરનુચર સંયમ ભારને વહન કરવામાં અસમર્થ થઈ રહી સહોદરોનું કે ભોગોનું સ્મરણ કરશો. તેના કરતાં મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચર્યા અને ગ્રામાદિમાં અપ્રતિબદ્ધ વિહાર. ઉપલક્ષણથી દીક્ષા દુઃખહેતુક જ છે. પછી પુરોહિતે કહ્યું - ૭ સૂત્ર - ૪૭૫, ૪૭૬ હે ભવતિા જેમ સાંપ પોતાના શરીરની કાંચળીને છોડીને મુક્તમનથી ચાલે છે, તેમ જ બંને પુત્રો ભોગોને છોડીને જઈ રહ્યા છે. તો હું એકલો રહીને શું કરું? તેમનું અનુગમન શા માટે ન કરું? રોહિત મત્સ્ય જેમ નબળી જાળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ ધારણ કરેલા ગુરુતર સંયમ ભારને વહન કરનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડીને ભિક્ષાચર્યાનો સ્વીકાર કરે છે. ♦ વિવેચન - ૪૭૫, ૪૭૬ - હે ભવતિ! હે ભોગિની ! શરીરમાં થયેલ તે તનુજ -સર્પ, કાંચળી ઉતારીને, નિરપેક્ષ કે અનાસક્ત થઈને નીકળી જાય છે. તે પ્રમાણે આ તારા બંને પુત્રો પ્રકર્ષથી ભોગોનો ત્યાગ કરીને જાય છે, તો હું શા માટે પ્રવ્રજ્યા ગ્રહણ વડે તેને ન અનુસરું? શા માટે એકલો રહું? જો આ બંને કુમારોને આટલો વિવેક છે, જે કાચળી સમાન અત્યંત સહચરિત એવા ભોગોને સર્પની જેમ ત્યજી દે છે, તો પછી ભુક્તભોગી એવો હું તેને કેમ ન ત્યજું? મારે અસહાયને ગૃહવાસથી શું લાભ? · તીક્ષ્ણપુચ્છ વડે બે ભાગ કરીને જાળને જીર્ણત્વાદિથી નિઃસારની જેમ છેદીને રોહિત જાતીનો મત્સ્ય નીકળી જાય છે. તે પ્રમાણે જાળ જેવો કામ ગુણોનો પરિત્યાગ કરીને ભારને વહેતા બળદની જેમ ગુરુતર ભાર વહન કરવાના સ્વભાવથી, અનશનાદિ તપ વડે પ્રધાન સત્વવંતો જે રીતે ભિક્ષાચર્યાને સેવે છે ઉપલક્ષણથી વ્રતગ્રહણ કરે છે, તે પ્રમાણે હું આ જ વ્રતને ગ્રહણ કરીશ. આ પ્રમાણે પ્રતિબોધિત કરાયેલ બ્રાહ્મણી કહે છે - • સૂત્ર ૪૭૭ - જેમ ક્રૌંચ પક્ષી અને હંસો પારધી દ્વારા ફેલાવાયેલ જાળને કાપીને આકાશમાં સ્વતંત્ર ઉડી જાય છે, તે પ્રમાણે જ મારા પુત્ર અને પતિ પણ છોડીને જઈ રહ્યા છે, એકલી રહેવા કરતા હું પણ કેમ તેને ન અનુસરું? • વિવેચન - ૪99 - . આકાશની જેમ, પક્ષિ વિશેષો તે-તે દેશોને ન ઉલ્લંઘીને, તે વિસ્તીર્ણ જાલ બંધન વિશેષ રૂપને પોતાને માટે અનર્થ હેતુક જાણીને, તેને છેદીને ચોતરફથી ઉડી જાય છે. તેમ મારા બંને પુત્રો અને રો પતિ જાળની ઉપમા જેવી વિષય આસક્તિને ભેદીને નિરૂપલેપપણે સંયમ માર્ગમાં તે તે સંયમ સ્થાનોને અતિક્રામે છે, તો હું પણ કેમ તેનું અનુગમન ન કરું? અનુગમન કરીશ જ. મારે પણ પુત્ર કે પતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy