SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઘટી કે અર્ધઘટી જેટલો સમય પણ ન રહેવું. - આંખની નજર ક્યાં વિના અર્થાત પરઠવવાના સ્થાને દષ્ટિ પ્રતિલેખના ક્ય વિના મળ, મૂત્ર, બળખા, નાસિક, મેલ, લેખ, શરીરનો મેલ પરઠવે, બેસતાં સંડાસા-સાંધા સહિત ના પ્રમાર્જે, તો તેને અનુક્રમે નીતિ અને આયંબિલનું પ્રાયશ્ચિત્ત. પાત્રા, માનક કે કોઈ ઉપક્રણે દાંડો વગેરે સ્થાપન ક્રતા, મૂક્તા, લેતા, ગ્રહણ ક્રતા, આપતા અવિધિથી સ્થાપે, મૂકે, લે, ગ્રહણ કરે કે આપે, આ બધું જો અભાવિત ક્ષેત્રમાં કરે તો ચાર આયંબિલ, ભાવિત ક્ષેત્રમાં ઉપસ્થાપના. દાંડો, રજોહરણ, પાદપ્રીંછનક, સુતરાઉ ક્યડો, ચોલપટ્ટો, વલ્પ-ામળી યાવત મુહપત્તિ કે બીજા કોઈ પણ સંયમોપયોગી એવા દરેક ઉપક્રણો પ્રતિલેખન ક્ય વિના કે પ્રતિલેખિત રેલ હોય, શાસ્ત્રોક્ત પ્રમાણથી ઓછા કે અધિક વાપરે તો દરેક સ્થાનમાં ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. ઉપરના ભાગે પહેરવાનો ૫ડો. હરણ, દાંડો અવિધિથી વાપરે તો ઉપવાસ, જોહરણ કુહાડી માફક ખભે સ્થાપે તો ઉપસ્થાપન, શરીરના અંગો કે ઉપાંગો મર્દન ક્રાવે તો ઉપવાસ, જોહરણ અનાદરથી પક્કે તો ઉપવાસ, પ્રમત્ત ભિક્ષની બેકાળજીથી અણધારી મુહપત્તિ આદિ કોઈ પણ સંયના ઉપક્રણ ખોવાઈ જાય, નાશ પામે તો તેને ઉપવાસથી માંડીને ઉપસ્થાપન, યથાયોગ્ય ગવેષણા કરી શોધે, મિચ્છામિ દુક્કડં આપે, ન મળે તો વોસિરાવે, મળે તો ફરી ગ્રહણ રે. ભિક્ષુઓને અગ્નિકાય, અપકાયનાં સંઘટ્ટનાદિ એકાંતે નિષેધેલ છે. જે કોઈને જ્યોતિ કે આકાશમાંથી પડતાં વરસાદ બિંદુઓ વડે ઉપયોગ રહિત કે ઉપયોગ રહિતપણે અણધાર્યા સ્પર્શ થઈ જાય તો તે માટે આયંબિલ કહેલું છે. - સ્ત્રીઓનાં અંગના અવયવોને લગીર પણ હાથ, પગ કે દંડ વડે, હાથમાં પઝેલા તણખલાના અગ્રભાગથી કે ખભાથી સંઘટ્ટો રે તો પારંચિત પ્રાયશ્ચિત્ત સાધુનો હોય. બાકીના ફરી પણ પોતાના સ્થાને વિસ્તારથી હેવાશે. [૧૩૮૨ થી ૧૩૮૪] એમ જતાં ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડેષણા શાસ્ત્રમાં કહેલ વિધિથી અદીન મનવાળો ભિક્ષ બીજ અને વનસ્પતિમય, પાણી, કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતાં વિષમ ઉપદ્રવો, કદાગ્રહને છોડતો, શંકસ્થાનનો ત્યાગ ક્રતો, પાંચ સમિતિ, ત્રણ ગુણિમાં ઉપયોગવાલો, ગોચર ચર્ચામાં પ્રાકૃતિક નામક દોષવાળી ભિક્ષા ન વર્ષે તો ઉપવાસ પ્રાયશ્ચિત્ત જણાવવું. જે તે ઉપવાસી ન હોય અને સ્થાપના કુળોમાં પ્રવેશ રૈ તો ઉપવાસ, ઉતાવળમાં પ્રતિકૂળ વસ્તુ ગ્રહણ કર્યા પછી તુરંતજ નિરુપદ્રવ સ્થાનમાં ન પરઠવે તો ઉપવાસ, અલ્પ વસ્તુ ભિક્ષામાં ગ્રહણ રે તો યથાયોગ્ય ઉપવાસાદિ, ધ્યનો પ્રતિષેધ કરે તો ઉપસ્થાપન. ગોચરી માટે નીકળેલો ભિક્ષ વાતો વિઠ્યાદિની પ્રસ્તાવના રે, ઉદીરણા રે, Èવા લાગે, સાંભળે તો છઠ્ઠ પ્રાયશ્ચિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy