SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નંદીષણ પ્રેમપાશથી બંધાયેલો હોવા છતાં શાસ્ત્રમાં હેલ એવું શ્રાવક્વણું પાળતો અને દરરોજ દશ કે તેથી અધિન્ને પ્રતિબોધ ક્રીને સંવિજ્ઞ ગુરુ પાસે દીક્ષા લેવાને મોક્લતો હતો. [૮૭૭ થી ૮૧] હવે નંદિષેણ પોતે દુર્મુખ સોનીથી પ્રતિબોધ પામ્યો. તે કેવી રીતે ? તેણે નંદિપેણને કહ્યું કે લોકોને ધર્મોપદેશ સંભળાવો છો અને આત્માર્યમાં તમે જાતે મુંઝાવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું ક્રીયાણું છે ? કેમ કે તમે તો તેમ વર્તતા નથી. દુર્મુખનું આવું સુભાષિત વચન સાંભળીને થરથર કંપતો પોતાના આત્માને લાંબાકાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ! શીલ ભ્રષ્ટ એવામાં આ શું ક્યું ? અજ્ઞાન નીદ્રામાં, કર્મના કાદવપૂર્ણ ખાબોચીયામાં, અશુચિ વિષ્ઠામાં જેમ કૃમિઓ ખરડાય તેમ ખરડાયો. અધન્ય એવા મને ધિકાર થાઓ. મારી અનુચિત ચેષ્ટા જુઓ. જાત્ય કંચન સમાન મારા ઉત્તમ આત્માને મેં અશુચિ સમાન બનાવ્યો. [૮૮૨ થી ૮૮૪] જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થક્ત ભગવંતના ચરણ મળમાં જઈને હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કરૂં. હે ગોતમ ! આમ પશ્ચાતાપ ક્રતો તે અહીં આવશે અને ઘોર પ્રાયશ્ચિતનું સેવન પામશે. ઘોર અને વીર તપનું સેવન ક્રીને અશુભકર્મ ખપાવીને શુક્લ ધ્યાનની શ્રેણીએ આરોહી ક્વલી થઈ મોક્ષે જશે. [૮૮૫] હે ગૌતમ ! આ દષ્ટાંતથી સંયમ ટાવવા માટે શાસ્ત્રાનુસારી ઘણાં ઉપાયો વિચાર્યા. નંદિષણે ગુરુને જે રીતે વેશ અર્પણ ક્ય, વગેરે ઉપાયો વિચારવા. [૮૮૬ થી ૮૮૯] સિદ્ધાંતમાં જે પ્રમાણે ઉત્સગ કહેલા છે, તે બરાબર સમજો. ગૌતમ ! તપ ક્રવા છતાં પણ ભોગાવલી કર્મનો તેને મહા ઉદય હતો, તો પણ વિષયની ઉદીરણ થતાં તેણે આઠગણું ઘોર તપ ક્યું. તો પણ તેના વિષયોનો ઉદય અટક્તો નથી, ત્યારે વિભક્ષણ ક્ય, પર્વત ઉપરથી ભગપાત ક્ય. અનશન ક્રવાની અભિલાષા કરી, તેમ જતાં ચારણમુનિએ રોક્યા ત્યારે ગુરુને હરણ અર્પણ ક્રી અજાણ્યાં દેશમાં ગયો. હે ગૌતમ ! શ્રુતમાં હેલા આ ઉપાયો જાણવા જોઈએ. [૮૦ થી ૮૯૪] જ્યાં સુધી ગુરુને રજોહરણ અને પ્રવજ્યા પાછા અર્પણ ન ક્રાય ત્યાં સુધી ચાસ્ત્રિ વિરુદ્ધ કોઈ અપકાર્ય આચરવું ન જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેશ-રજોહરણ ગુરુને છોડીને બીજા સ્થાને તજવું ન જોઈએ. અંજલિપૂર્વક ગુરુને જોહરણ અર્પણ ક્રવું જોઈએ. જો ગુરુ સમર્થ હોય અને તેને સમજાવી શકે તો સમજાવીને માર્ગે લાવે. જો બીજા કોઈ તેને સમજાવી શકે તેમ હોય તો તેને સમજાવવા માટે કહે. ગુરુ પણ કદાચ બીજાની વાણીથી ઉપશાંત થતો હોય તો વાંધો ન લેવો. જે ભવ્ય છે, પરમાર્થ જાણેલો છે. જગતની સ્થિતિનો જાણકાર છે, હે ગૌતમ ! જે આ પદનો તિરસ્કાર ક્રે છે, તે જેમ આસડે માયા, પ્રપંચ અને દંભથી ચાર ગતિમાં ભ્રમણ ર્ક્સ, તેમ તે પણ ચારે ગતિમાં ભ્રમણ ક્રશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy