SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૭,૮ જેને છે તે, મહા ઈશ નામે પ્રસિદ્ધિ જેને છે તે મહેશાખ્ય. અથવા ઈશ-ઐશ્વર્યપોતાની ખ્યાતિ, તે ઈશાખ્ય. મહાન એવો તે ઈશાખ્ય, તે મહેશાખ્ય અથવા ક્યાંક મહાસૌખ્ય પાઠ છે - પ્રભૂત સત્ વેધ ઉદયને વશ છે તે. પલ્યોપમ સ્થિતિક વસે છે. 93 તેમાં ૪૦૦૦ સામાનિક, સપરિવાર ચાર અગ્રમહિષી છે, તે પ્રત્યેક એક-એક હજાર સંખ્યક પરિવાર સહિત છે. ત્રણે ૫ર્યાદામાં અનુક્રમે આઠ, દશ, બાર હજાર સંખ્યક દેવો છે. સાત સૈન્ય-આશ્વ, હાથી, ચ, પદાતિ, મહિષ, ગંધર્વ, નાટ્યરૂપ છે. તે સામેના અધિપતિના અને ૧૬,૦૦૦ આત્મરક્ષકો, વિજયદ્વારનું, વિજયા રાજધાનીનું ત્યાં વસતા બીજા અનેક દેવ-દેવીઓનું અધિપતિકર્મ-રક્ષા કરતો, તે રક્ષા સામાન્યથી આત્મરક્ષકો વડે કરાય છે, તેથી કહે છે - પુરનો પતિ તે પુરપતિ, તેનું કર્મ તે પૌરપત્ય અર્થાત્ બધામાં અગ્રેસરત્વ, તે અગ્રેસરત્વ નાયકત્વ સિવાય પણ ચાય, સ્વનાયક નિયુક્ત તાવિધ ગૃહચિંતક સામાન્ય પુરુષની માફક, તેથી નાયકત્વના સ્વીકારને માટે કહે છે – સ્વામી, તેનો ભાવ તે સ્વામીત્વ અર્થાત્ નાયકત્વ. તે નાયકત્વ પોષકત્વ સિવાય પણ થાય છે, જેમ-મૃગ સૂથાધિપતિ મૃગ. તેથી કહે છે – ભર્તૃત્વ-પોષકત્વ, તેથી જ મહત્તરકત્વ, એ મહત્તત્વ કોઈ આજ્ઞારહિતને પણ થાય, જેમ કોઈ વણિકનું સ્વ દાસ-દાસી વર્ગ પ્રતિ હોય. તેથી કહે છે – આજ્ઞા વડે ઈશ્વર તે આજ્ઞેશ્વર, સેનાનો પતિ સેનાપતિ, આજ્ઞેશ્વર એવો આ સેનાપતિ, તેનું કર્મ આજ્ઞેશ્વર સેનાપત્ય સ્વસૈન્ય પ્રતિ અદ્ભૂત આજ્ઞાપાધાન્ય, અન્ય નિયુક્ત પુરુષ વડે પાલન કરાવતા. મોટા અવાજ સાથે, આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત, નિત્ય અનુબંધ, જે નાટ્યગીત-નૃત્યગાન, જે વાદિત તંત્રીતલ-તાલ-ત્રુટિત, તંત્રી-વીણા, તલ-હસ્તતલ, તાલ-કશિકા, ત્રુટિત-બાકીના વાધો તથા જે ઘનમૃદંગ-મેઘ સમાન ધ્વનિ-મુરજ, પટુ પુરુષ વડે પ્રવાદિત. આ બધાંનો જે નાદ, તેના વડે સહકારીભૂત, સ્વર્ગમાં થનાર તે દિવ્ય-અતિપ્રધાન, ભોગાર્ટભોગ-શબ્દાદિ ભોગ ભોગો અથવા ભોગ વડે - ઔદાકિકાય ભાવથી અતિશયી ભોગ તે ભોગ ભોગ, તેને ભોગવતો - અનુભવતા વિચરે છે - રહે છે. આ કારણે ગૌતમ! એમ કહે છે – વિજયદ્વાર એ વિજયદ્વાર છે. વિજય નામે તેનો સ્વામી દેવ છે. - ૪ - ૪ - વિજયદેવની સ્થિતિ પ્રતિપાદક કણ પુસ્તકમાં વિજયને વિજય નામથી બોલાવેલ છે અથવા ગૌતમ ! વિજયદ્વારનું શાશ્વત નામ છે. તે હંમેશા હતું - છે અને રહેશે. અથવા વિજય એ અનાદિપ્રસિદ્ધ નામ છે, બાકી સુગમ છે. - x - x - વિજયદ્વાર વર્ણન કહ્યું. હવે રાજધાની વર્ણન કહે છે. જેમકે – હે ભગવન્ ! વિજય દેવની વિજયા નામે રાજધાની ક્યાં આવેલી છે ? ગૌતમ ! વિજય દ્વારની પૂર્વે તીર્છા અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી બીજા ત્રંબુદ્વીપ દ્વીપમાં ૧૨,૦૦૦ યોજન અવગાહ્ય પછી, આ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિજયદેવની વિજયા નામે રાજધાની કહી છે. અહીંથી આરંભીને વિજય દેવ ત્યાં સુધીના સૂત્રને જાણવું, પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં વિજયદ્વારની પૂર્વ દિશામાં તીર્છા અસંખ્યાત દ્વીપસમુદ્રો અતિક્રમીને આ અંતરમાં જે બીજો જંબુદ્વીપ અધિકૃત્ દ્વીપતુલ્ય નામે. આના દ્વારા જંબૂદ્વીપોનું અસંખ્યયત્વ સૂચવે છે. તેમાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને ત્યાં વિજયદેવની વિજયા નામે રાજધાની મેં તથા અન્ય તીર્થંકર ૭૪ વડે કહેવાયેલ છે. તે નિર્ગમન સૂત્ર સુધી કહેવું. - X - ૪ - ૪ - હવે શેષ દ્વારાદિના સ્વરૂપ કથન માટે અતિદેશ – એ પ્રમાણે વિજયના દ્વારના પ્રકારથી ચારે પણ જંબૂદ્વીપના દ્વારો રાજધાની સહિત કહેવા. [શંકા] વિજય દ્વારના વણિતપણાથી સૂત્રમાં કઈ રીતે ચતુદ્વાર વિષયક અતિદેશ સમસૂત્રિ છે ? અતિદેશથી અતિદેશ પ્રતિયોગીના અત્યંત તુલ્ય વર્ણકત્વના પ્રતિપાદનાર્થે છે. તેથી જે રીતે વિજયદ્વારનું વર્ણક છે, તે રીતે વૈજયંત, જયંત, અપરાજિત દ્વારોનું પણ છે. જે રીતે આ ત્રણે દ્વારો છે, તે રીતે વિજયદ્વાર પણ છે. જેમ વિજયરાજધાનીનું વર્ણક છે, તે રીતે વૈજયંતા, જયંતા, અપરાજિતા રાજધાનીનું પણ છે. જે રીતે તે ત્રણેનું છે, તે રીતે વિજયા રાજધાનીનું પણ છે. આ દ્વારો પૂર્વ દિશાથી પાદક્ષિણા વડે નામથી જાણવા. તે આ રીતે – પૂર્વમાં વિજય, દક્ષિણમાં વૈજયંત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત છે. અહીં વૈજયંતાદિ દ્વારો પણ જીવાભિગમથી જ પ્રશ્ન અને ઉત્તરરૂપે આલાપકો જાણવા. તે આ રીતે – ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપનું વૈજયંત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪૫,૦૦૦ અબાધાથી જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાંતથી લવણ સમુદ્ર દક્ષિણાદ્ધના ઉત્તરથી અહીં જંબૂદ્વીપ દ્વીપનું વૈજયંત નામે દ્વાર કહેલ છે. આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી આદિ બધી વક્તવ્યતા યાવત્ નિત્ય છે. રાજધાની, તે દક્ષિણથી યાવત્ વૈજયંત દેવ. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપનું જયંત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પશ્ચિમે ૪૫,૦૦૦ અબાધાથી જંબૂદ્વીપના પશ્ચિમાંતથી લવણ સમુદ્રના પશ્ચિમાર્છના પૂર્વથી સીતોદા મહાનદીની ઉપર આ જંબુદ્વીપનું જયંત નામે દ્વાર કહેલ છે, પ્રમાણ પૂર્વવત્, જયંતદેવ, પશ્ચિમથી તે રાજધાની યાવત્ જયંતદેવ છે. ભગવન્ ! જંબુદ્વીપનું અપરાજિત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ ! મેરુની ઉત્તરમાં ૪૫,૦૦૦ યોજન અબાધાથી જંબૂદ્વીપ દ્વીપના ઉત્તરાંતથી લવણસમુદ્રમાં ઉત્તરની દક્ષિણથી અહીં જંબૂદ્વીપ દ્વીપનું અપરાજિત નામે દ્વાર કહેલ છે, પ્રમાણ પૂર્વવત્ રાજધાની, ઉત્તથી યાવત્ અપરાજિત દેવ છે. ચારે અન્ય જંબૂદ્વીપમાં છે. હવે વ્યાખ્યા – ભગવન્ ! જંબુદ્વીપનું વૈજયંત નામે દ્વાર ક્યાં આવેલ છે ? ગૌતમ ! મેરુની દક્ષિણ દિશામાં ૪૫,૦૦૦ યોજન અબાધાથી, બાધા-આક્રમણ, ન
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy