SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩,૮ e સંખ્યા શબ્દની આગળ વીસા વચનથી ઉભય બાહાના મળવાથી ભૌમની ૧૮ સંખ્યા સંભવે છે. તવ સાતિશયી લોકો જાણે. - x - તે ભૌમના બહુમધ્યદેશ ભાગમાં જે પાંચમું ભૌમ છે, તેના બહુમધ્યદેશ ભાગમાં વિજય દ્વારના અધિપતિ વિજયદેવ ચોગ્ય સીંહાસન કહેલ છે. તે સીંહાસન વર્ણન વિજયદૂષ્ય કુંભાગ્ય મુક્તાદામ વર્ણન પૂર્વવતું. ઉત્તરપૂર્વમાં આ વિજયદેવના ૪ooo સામાનિકોના ૪૦૦૦ ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની પૂર્વે વિજયદેવની સપરિવાર ચાર અગ્રમહિષીના ૪૦oo ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની દક્ષિણ પશ્ચિમે વિજયદેવની અત્યંતર પપૈદાની દooo દેવના ૮૦૦૦ ભદ્રાસનો કહેલા છે. તે સીંહાસનની દક્ષિણે આ વિજયદેવની મધ્યમ પર્ષદાના ૧૦,ooo દેવોના ૧૦,ooo ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની દક્ષિણપશ્ચિમે આ વિજયદેવની બાહ્ય પર્ષદાના ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની પશ્ચિમે આ વિજયદેવના સાત સૈન્યાધિપતિના સાત ભદ્રાસનો કહેલાં છે, તે સીંહાસનની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તરથી અહીં વિજયદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો કહેલાં છે. તે આ પ્રમાણે - પૂર્વમાં ૪૦eo, એ પ્રમાણે ચારે દિશામાં ચાવતુ ઉત્તરમાં ૪૦૦૦. બાકીના ભૌમમાં પ્રત્યેકના સીંહાસન સપરિવાર કહેલ છે – સૂગ વ્યાખ્યા - તે સીંહાસનની પશ્ચિમ-ઉત્તરમાં અથ િવાયવ્ય ખૂણામાં છે. ઉત્તર દિશામાં અને ઉત્તરપૂર્વ-ઈશાન ખૂણામાં સર્વ સંકલનાથી ત્રણે દિશામાં અહીં વિજય દેવના ચાર સમાનમાં - વિજય દેવ સદેશ આયુ, ધતિ, વૈભવાદિમાં હોય તે સામાનિકો - x - તેના ૪ooo ભદ્રાસનો કહેલા છે. તે સિંહાસનની પૂર્વમાં અહીં વિજયદેવની ચાર અગ્રમહિપીના - અહીં અભિષેક કરાયેલ દેવી મહિષી કહેવાય છે. તે પરિવારની બધી દેવીઓમાં અગ્ર-પ્રધાન હોય છે માટે અગમહિષી કહેવાય. તે પ્રત્યેકના હજાર દેવી પરિવાર સહિતના ૪ooo ભદ્રાસનો કહેલાં છે. તે સિંહાસનની દક્ષિણ પૂર્વે અર્થાત અગ્નિ કોણમાં વિજયદેવની અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવોને યોગ્ય ૮૦૦૦ ભદ્રાસનો કહેલાં છે, તે સિંહાસનની દક્ષિણ દિશામાં વિજયદેવની મધ્યમા પાર્ષદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,ooo ભદ્રાસનો ઈત્યાદિ - X - છે. અત્યંતર, મધ્ય, બાહ્ય પર્ષદાના દેવો કોણ છે? જેના વડે અત્યંતર પર્ષદાદિ વ્યવહાર થાય છે? અત્યંતર પર્ષદાના દેવો બોલાવે તો જ સ્વામી પાસે આવે છે, વણ બોલાવ્યા નહીં, કેમકે તેઓ પરમ ગૌસ્વપામવ છે, મધ્યમપર્મદાના દેવો બોલાવ્યા કે વણ બોલાવ્યા પણ સ્વામી પાસે આવે છે. કેમકે મધ્યમ પ્રતિપત્તિ વિષયવાળા છે. બાહ્ય પર્ષદાવાળા વણ બોલાવ્યા સ્વામી પાસે આવે છે, કેમકે તેમને અકારણ લક્ષણ ગૌરવનું યોગ્યપણું છે અથવા જેની ઉત્તમ મતિવથી વિચારીને વિજયદેવ કાર્ય કરે છે, તે ગૌરવ પર્યાલોચનામાં અત્યંત અત્યંતર છે તે આત્યંતરિકા, જેની આગળ અત્યંતર પર્વદા સહ પલાયન કરીને દેઢીકૃત પદ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ગુણદોષના કથનથી પ્રપંચે છે, તે ગૌરવ પર્યાલોચનામાં મધ્યમ ભાવે હોય તે માધ્યમિકા, જેની આગળ પહેલી પર્ષદા સહ પર્યાલોચિત હોય, બીજી પર્ષદા સાથે પ્રાંચિત પદ આજ્ઞાપ્રધાન થઈ આ કરવું કે ન કરવું તેમ પ્રરૂપે છે, તે ગૌરવ અને પર્યાલોચનથી બહારના ભાવે છે, તે બાહ્યા. તે સિંહાસનની પશ્ચિમ દિશામાં અહીં વિજયદેવના સાત અનીકાધિપતિના સાત ભદ્રાસનો કહેલાં છે, હવે પરિક્ષેપાંતર કહે છે – તે સીંહાસનની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર એ ચારે દિશામાં અહીં વિજયદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોને યોગ્ય ૧૬,૦૦૦ ભદ્રાસનો કહેલાં છે. તે આ રીતે – પૂર્વમાં ૪ooo ઈત્યાદિ • * * સૂગ વ્યાખ્યા - વૃત્તિમાં તો તે સિંહાસનની બધી દિશામાં સામાન્યથી ઈત્યાદિ વ્યાખ્યાન છે. તે પાઠાંતર અપેક્ષાથી સંભવે છે. બાકીના ભૌમોમાં પૂર્વ-પર મળીને આઠ સંખ્યકમાં પ્રત્યેક-પ્રત્યેક સિંહાસન સપરિવાર સામાનિકાદિ દેવ યોગ્ય ભદ્રાસનરૂપ પરિવાર સહિત કહેલ છે. | વિજયદ્વારના ઉપરના આકારમાં ૧૬ ભેદે રનો ઉપશોભિત છે. તે આ પ્રમાણે - રત્ન, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, જત, જાત્યરૂપ, અંજન પુલક, સ્ફટિક અને ટિ. તેની વ્યાખ્યા વિજયદ્વારનો ઉપરનો આકાર - ઉતરંગાદિરૂ૫, સોળ ભેદે રનો વડે શોભે છે. રન આદિ. તેમાં રન-કર્કીતનાદિ, વજાદિ રત્ન વિશેષ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે – સનત - ૫, જાત્યરૂપ-સોનું, આ બંને પણ રન જ છે. | વિજયદ્વારની ઉપર આઠ અષ્ટમંગલ કહેલા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સા ચાવતું દર્પણ, સર્વે રનમય ચાવતુ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - X - સુગમ છે. વિજયદ્વારની ઉપર ઘણાં કાળાસામરધ્વજ છે યાવતુ તે બધાં રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. વિજયદ્વારની ઉપર ઘણાં છત્રાતિછત્ર છે તે પૂર્વવતું. વ્યાખ્યા પૂર્વવતુ - X - X - ભગવદ્ ! તે વિજયદ્વારને “વિજયદ્વાર" કેમ કહે છે ? ગૌતમ ! વિજયદ્વારે વિજય નામે મહદ્ધિક, મહાધુતિક, મહાબલ, મહાયશા, મહાસખ્યા, પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, વિજયદ્વાર અને વિજયા રાજધાનીના બીજા ઘણાં વિજયરાજધાની વાસ્તભા દેવો અને દેવીનું આધિપત્ય, પરોપત્ય, સ્વામીત્વ, ભતૃવ, મહતરકાવ, આજ્ઞા-શર્ય સેનાપત્ય કરતો, પાલન કરતો, મહા આહત-નૃત્ય-ગીત આદિના સ્વ વડે દિવ્ય ભોગોપભોગને ભોગવતો રહે છે. તેથી તે વિજયદ્વારને વિજયદ્વાર કહે છે. સૂગ વ્યાખ્યા - ભગવંત! કયા હેતુથી વિજયદ્વારને વિજયદ્વાર કહે છે. ભગવંતે કહ્યું – વિજયદ્વારમાં વિજય નામે અનાદિકાળના પ્રવાહથી વિજય એ નામનો મહાકદ્ધિ-ભવન, પરિવારાદિ જેને છે તેવો, મહાધુતિક-જેને શરીરગત અને આભરણગત મોટી યુતિ છે તે. મહાબલ-શારીરના પ્રાણ, મહાયશ-વ્યાતિ
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy