SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 1/10/-/433 થી 480 219 220 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દીક્ષિત થઈ ફરી દીન અને પતિત બને છે, કોઈ પૂજ-પ્રશંસા કામી બને છે...નિકામ-અતિ આધાકર્મી આહારની ઇચ્છાથી વિચરે તે પતિત થાય છે. તે અજ્ઞાની સ્ત્રીમાં આસકત બની પરિગ્રહ કરતો પાપની વૃદ્ધિ કરે છે. * વિવેચન-૪૩૩ થી 480 : [4ag] પૂર્વોક્ત પ્રત્યેક-સાધારણમાં ઉપતાપ પામતા જીવોને અજ્ઞાની કે અજ્ઞાની નહીં તેવાઓ સંઘન, પરિતાપન, અપદ્રાવણાદિ કૃત્યોથી પ્રકર્ષથી પાપકમાં કરતો તે જ પૃથ્વીકાયાદિમાં જન્મી અનંતવાર સંઘન, પરિતાપનાદિથી પીડાઈદુ:ખી થાય છે. પાઠાંતર મુજબ-દષ્ટાંત આપે છે - જેમ ચોર કે પરસ્ત્રી લંપટ પોતાના અસ કાર્યો થકી હાથ-પગનું છેદાવું કે વધ-બંધનના દુ:ખ અહીં જ ભોગવે છે. તેમ અનુમાનથી બીજા પાપકર્મકારી આ કે પરલોકમાં દુઃખી થાય છે. ક્યાંક મત પાઠ છે. તે મુજબ અશુભકર્મ વિપાકોને જોઈ-સાંભળી-જાણીને તે સત્ અનુષ્ઠાનથી મુક્ત થાય. કેવા પાપસ્થાનોથી છૂટે? જીવહિંસા, જીવહત્યાના હેતુથી છૂટે. કેમકે તેનાથી અશુભ-જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે છે તથા બીજા નોકર આદિને જીવહિંસામાં રોકીને પાપકર્મ કરે છે. તું શબ્દથી મૃષાવાદ આદિ કરતોકરાવતો પાપકર્મ બાંધે છે. [48] મરીન - બધી રીતે કરણાવાળી, વૃત્તિ - અનુષ્ઠાન, ધંધો. જેમકે * કૃપણ, વનપક આદિને આદીનવૃત્તિ છે, તો પણ પાપકર્મ કરે છે. પાઠાંતરથી ‘આદીનભોજી' પણ પાપ કરે છે. કહ્યું છે કે - ટુકડા માટે પણ ભટકતો દુરાચારી નરકથી છુટતો નથી. તેને કોઈ વખતે સારો આહાર ન મળે તો અજ્ઞાનતાથી આd-રૌદ્ર ધ્યાનથી સાતમી નરકે પણ જાય. જેમકે - રાજગૃહીમાં ઉત્સવ માટે નીકળેલ લોકોને કોઈ ભીખારી વૈભારગિરિની શિલા મારવા તૈયાર થયો, પણ તે પડી જતા મર્યો, આ રીતે આદીનભોજી પણ પાપકર્મ કરે એમ વિચારી તીર્થકર, ગણધર આદિએ અત્યંત એકાંત ભાવરૂપ જ્ઞાનાદિ સમાધિ સંસાર પાર ઉતરવા કહી છે. દ્રવ્ય સમાધિ સ્પશિિદ સુખ આપે તે અલકાલીન અને અંતે અવશ્ય અસમાધિ આપનારી છે. તથા કહ્યું છે . જો કે સેવાતા વિષયો મનને સંતોષ આપે છે પણ પછી કિપાક ફળની માફક દુ:ખ દેનારા થાય છે. આ પ્રમાણે તવ જાણતો તે જ્ઞાનાદિ ચારે પ્રકારની સમાધિમાં રહીને અથવા આહાર-ઉપકરણ-કપાય પરિત્યાગરૂપ દ્રવ્ય તથા ભાવમાં રત રહી કેવો થાય છે, તે બતાવે છે - દશ પ્રકારના પ્રાણોના વિનાશથી વિરત રહી, જેનો આત્મા સમ્યક્ માર્ગમાં રહેલો છે અથવા પાઠાંતી જેની લેણ્યા શુદ્ધ આભ વડે નિર્મળ છે તે. (એવો થાય છે.]. [49] ચાચર પ્રાણિસમૂહને સમપણે જોવાના આચારવાળો સમતાનુપક્ષી કે સમતાપશ્યક છે. કોઈનો પ્રિય કે અપ્રિય નથી. કહ્યું છે કે - બધા જીવોમાં તેનો કોઈ હેપી કે પ્રિય નથી. તથા જેમ મને દુઃખ પ્રિય નથી ઇત્યાદિ. સમતાઘારી કોઈનું પ્રિય કે અપ્રિય ન કરે. પણ નિઃસંગપણે વિચરે એ પ્રમાણે સંપૂર્ણ ભાવ સમાધિયુક્ત થાય. કોઈ ભાવસમાધિથી સમ્યગ્રતયા દીક્ષા લઈ પરીષહ-ઉપસર્ગથી પીડાઈ દીનભાવ પામીને ફરી ખેદ કરે છે કે વિષયાર્થી બને. કોઈ ગૃહસ્થ થાય. સ-સાતા ગારવ વૃદ્ધ કે પૂજા સકારનો અભિલાષી થઈ, તેના અભાવે પાસFો બની ખેદ પામે. કોઈ વસ્ત્રપાનાદિથી પૂજન ઇછે. કોઈ પ્રશંસા ઈચ્છુક બની વ્યાકરણ, જ્યોતિષ, નિમિત્તે શાસ્ત્રો ભણે. [48] વળી સાધને ઉદ્દેશીને બનાવેલ-આધાકર્મી એવો આહાર, ઉપકરણાદિની જે અતિ પ્રાર્થના કરે તે નિવેTHfT કહેવાય. તથા અતિ ઇચ્છાથી આધાકમદિ કે તેના નિમિતે નિમંત્રણાદિથી જે જાય તે પાસત્યો, અવસણ, કુશીલોના સંયમ જેવા પતિત ભાવને ઇચ્છે છે અને સઅનુષ્ઠાનમાં સીદાઈને સંસાર-કાદવમાં ખૂંચે છે. સ્ત્રીમાં આસક્ત બની તેણીની વાણી, હાસ્ય, મુખ આદિ શરીર-અવ્યયોમાં રાગી બની વિવેક હિત અજ્ઞ માફક તેણીનું મન મનાવવા દ્રવ્ય વિના તેની કાર્યસિદ્ધિ ન થાય માટે જેવા તેવા કોઈપણ વ્યાપાર વડે દ્રવ્ય સંગ્રહાયેં પરિગ્રહ કરતો પાપકર્મોને બાંધે છે - તથા - * સૂત્ર-૪૮૧ થી 484 - વૈરાનુદ્ધ પુરા કર્મનો સંચય કરે છે, અહીંથી મરીને દુ:ખરૂપ દુગન પામે છે, તેથી મેધાવી ધમની સમીક્ષા કરી સર્વતઃ વિપમુકત થઈ વિચરે.. લોકમાં જીવિતાથ ધન સંચય ન કરે, અનાસક્ત થઈ ઉધત થઈ વિચરે, નિશગૃભાષી અને વિનીત પૃદ્ધ થઈ હિંસાયુક્ત કથા ન કરે... આધાકમની ઇચ્છા ન કરે, ઇચ્છા કરનારનો સંતવ ન કરે, અનપેક્ષા પૂર્વક સ્થૂળ શરીરની પરવા કર્યા વિના તેને કુશ રે... એકત્તની પ્રાર્થના કરે જ મોક્ષ છે, તે મિસ્યા નથી, આ મોક્ષ જ સત્ય અને શ્રેષ્ઠ છે, તે જુઓ. તેનાથી યુક્ત અકોલી, સત્યરત, તપસ્વી બને છે. * વિવેચન-૪૮૧ થી 484 - [481] જેવા તેવા બીજાને ઉપતાપરૂપ કર્મ વડે વૈર બંધે છે, તે સેંકડો જન્મ સુધી સાથે જાય છે. તે વૈરમાં વૃદ્ધ પાઠાંતરથી આરંભમાં આસક્ત-દયા વગરનો દ્રવ્યસંચય કરી તે નિમિતે કર્મો બાંધે છે. આ રીતે વૈર બાંધી, કર્મનો સંચય કરીને, અહીંથી મરી બીજા ભવમાં જઈને નકાદિ યાતના સ્થાનરૂપ વિષમ સ્થાનોમાં જાય છે. તેથી વિવેકી કે મર્યાદાવાળો સાધુ સમાધિગુણને જાણતો શ્રુત અને ચાસ્ત્રિ નામક ધર્મની સમીક્ષા કરી-સ્વીકારી સાધુ બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુકત થઈ સર્વ સંયમાનુષ્ઠાનોને મોક્ષગમનના એક હેતુરૂપ માનીને આરાધે. સ્ત્રી તથા આરંભોથી મુક્ત બનીને અનિશ્રિત ભાવથી વિચરે. - વળી - [48] આવક એટલે દ્રવ્યાદિનો લાભ અથવા દ્રવ્ય નિમિતે થતો આઠ પ્રકારના કર્મનો લાભ. આ લોકમાં ભોગપ્રધાન જીવનનો અર્થી ન થાય અથવા આજીવિકાભયથી દ્રવ્યસંચય ન કરે. પાઠાંતચી-x• ઇન્દ્રિયોનો સ્વવિષય અભિલાષા ન ઇચ્છે, તથા ગૃહ, પગ, સ્ત્રી આદિનો મોહ ન કરતો ઉંધુકતવિહારી બને. તથા
SR No.008994
Book TitleAgam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy