SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 1/10/-/481 થી 484 221 રરર સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શબ્દાદિ વિષયોમાં આસક્તિ ન કરીને, પહેલા વિચારીને પછી બોલે તે જ દશવિ છે. - પ્રાણિ હિંસાયુક્ત કથા ન કરે. પોતાને, પરને કે ઉભયને બાધક થાય તેવા વયના ન બોલે જેમકે - ખાઓ, પીઓ, આનંદ કરો, હણો, છેદો, પ્રહાર કરો, રાંધો એવી પાપના ઉપાદાનરૂપ કથા ન કરે - વળી - [48] સાધુને આશ્રીને બનાવેલ આધાકર્મી - શિક આહાર નિશાયથી ન ઇચ્છે, તેવા આહારની નિશ્ચયથી અભિલાષા કરનાર પાર્થસ્થાદિ સાથે સંપર્ક, દાન, લેવું, સંવાસ, સંભાષણ આદિ ન કરે. તેમનો પરિચય ન કરે, પણ દારિક શરીરને વિકૃષ્ટ તપથી કર્મનિર્જરા હેતુથી કૃશ બનાવે. અથવા ઘણાં જન્મોના સંચિત કમને મોઢાના હેતુથી દૂર કરે. એ રીતે તપથી કૃશ થતા શરીર માટે શોક ન કરે, પણ માગી, લાવેલા ઉપકરણવ શરીરૂં જોતો કર્મને ધોઈ નાંખે. [484] શું અપેક્ષા કરે, તે કહે છે - એકત્વને પ્રાર્થે, બીજાની સહાય ન વાંછે, એકવ અધ્યવસાયી થાય. જન્મ, જરા, મરણ, રોગ, શોકાકુલ સંસારમાં સ્વકૃત કમથી દુ:ખી જીવોને કોઈ શરણ આપવા સમર્થ નથી, તેથી કહ્યું છે - એકલો મારો આત્મા શાશ્વત છે, જ્ઞાન-દર્શન સંયુક્ત છે, બાકી બધાં કર્મસંયોગ લક્ષણવાળા બાહ્ય ભાવો છે. ઇત્યાદિ એકત્વ ભાવના ભાવે, આ એકવભાવનાથી પ્રકમાં મોક્ષ-રાગરહિતતા થશે, તેમાં કંઈ મૃષા નથી, એમ જો. એ જ મોક્ષનો ઉપાય અને સત્ય છે. તથા પ્રધાન એવી આ ભાવસમાધિ છે. અથવા તપોનિષ્ઠ દેહવાળો, ક્રોધ ન કરે, ઉપલક્ષણથી માન-માયા-લોભ ન કરે, તે જ સત્ય, પ્રધાન પ્રમોક્ષ કહેવાય છે. - વળી - * સૂત્ર-૪૮૫ થી 488 : સ્ત્રી સાથેના મૈથુનથી વિરત, પરિગ્રહને ન કરતો, ઉચ્ચ-નીચ વિષયોમાં મધ્યસ્થ, કામી, ભિક્ષુ નિઃસંદેહ સમાધિ પામે છે... ભિક્ષુ રતિ-અરતિ છોડીને વૃણાશ, શીતસ્પર્શ, ઉણ, દંશને સહન કરે. સુગંધ અને દુધને સહે...વરનગુપ્ત અને સમાધિ પ્રાપ્ત સાધુ શુદ્ધ લેગ્યા ગ્રહણ કરી સંચમાનુષ્ઠાન કરે, ગૃહચ્છાદન ન કરે - ન કરાવે, સ્ત્રી સાથે સંપર્ક ન રાખે...લોકમાં જે કોઈ અક્રિયાવાદી છે, તેમને કોઈ પૂછે ત્યારે મોક્ષનો ઉપદેશ આપે છે, આભાસક્ત, વિષયમૃદ્ધ તેઓ મોાના હેતુભૂત ધર્મને જાણતા નથી. * વિવેચન-૪૮૫ થી 488 : [485] દેવ, મનુષ્ય, તિર્યંચરૂપ ત્રણે સ્ત્રીઓના વિષયરૂપ જે બ્રહ-મૈથુન તેનાથી સંપૂર્ણ નિવૃત થાય તે પ્રમાણે પ્રાણાતિપાત આદિથી પણ નિવૃત્ત થાય. ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિનો સંગ્રહ તે પરિગ્રહ ન કરે. તતા પોતાને પોતાની મેળે આગેવાન ન કરતો વિવિધ વિષયોમાં અથવા ઉત્કૃષ્ટ કે જઘન્ય વિષયોમાં રાગદ્વેષ ન કરે. બીજા જીવોના રક્ષક થવાનો વિશિષ્ટ ઉપદેશ આપીને નિશ્ચયથી સાધુ આ રીતે મૂલગુણ-ઉત્તરગુણ યુકત બની ભાવસમાધિને પ્રાપ્ત થાય, બીજી કોઈ રીતે ન થાય. ભાવસમાધિ પ્રાપ્ત સાધુ ઉચ્ચ-નીચ વિષયોમાં રાગી ન થાય કે વિવિધ વિષયોનો [486] વિષયોનો આશ્રય ન કરતો કઈ રીતે ભાવ સમાધિ પામે તે કહે છે - તે ભાવભિક્ષ, પરમાર્ગદર્શી, શરીરાદિમાં નિસ્પૃહ, મોક્ષગમન માટે તત્પર, સંયમમાં અરતિ અને અસંયમમાં રતિને ત્યાગીને સહન કરે, તે આ પ્રમાણે - નિકિંચનતાથી તૃણાદિ સ્પેશ, ઉંચી-નીચી જમીનના સ્પર્શીને સખ્ય રીતે સહે તથા શીત, ઉષ્ણ, દંશ, મશક, ભૂખ, તરસાદિ પરીષહોથી ક્ષોભ પામ્યા વિના નિર્જરાર્થે સહન કરે. સુગંધ કે દુર્ગંધને સમ્યક્રતયા સહે. આક્રોશ કે વધાદિ પરીષહોને મુમુક્ષુ સહે. [48] વળી - વાણીમાં કે વાણી વડે ગુપ્ત-મૌનવ્રતી ખૂબ વિચારીને કે ધર્મસંબંધે બોલનાર ભાવસમાધિને પામે છે તથા તેજોલેશ્યાદિ મેળવી, કૃણાદિ અશુદ્ધ લેશ્યા છોડીને સંયમાનુષ્ઠાનમાં રહે. વળી ઘરને ન પોતે આચ્છાદિત કરે ને બીજા પાસે કરાવે, જેમ સાંપ બીજાના ખોદેલા દરમાં રહે તેમ પોતે બીજાના નિવાસમાં રહે, પણ કંઈ સમારકામ ન કરાવે. બીજા પણ ગૃહસ્થ કાર્ય તજવાનું કહે છે - જન્મે તે પ્રજા, તેની સાથે મિશ્રભાવ થાય તેનો ત્યાગ કરે. અર્થાત્ દીક્ષા લઈને રાંધવારંધાવવાની ક્રિયાથી ગૃહસ્થ સાથે મિશ્ર ભાવ થાય છે અથવા પ્રજા એટલે સ્ત્રીઓ સાથે થતો મિશ્રભાવ, સંચમાર્થી તેનો સંપૂર્ણ ત્યાગ કરે. [488] વળી આ લોકમાં કેટલાંક આત્માને અક્રિય માનનારા સાંખ્ય વગેરે છે. તેઓના મતે આત્મા સર્વવ્યાપી હોવાથી નિષ્ક્રિય છે. તેઓ કહે છે - આત્મા અકત છે, નિર્ગુણ છે, ભોકતા છે તેમ કપિલ દર્શન કહે છે. તેઓના મતે - આત્મા અમૂર્ત અને વ્યાપિ છે માટે અક્રિય જ જણાય છે. આત્માને અક્રિય માનતા બંધ અને મોક્ષ ન ઘટે. મોક્ષ કેમ ઘટે ? એવું પૂછતાં અક્રિયાવાદ દર્શનમાં પણ મોક્ષ અને તેનો અભાવ પ્રતિપાદિત કરે છે. તેઓ પચન, પાચન, સ્નાનાર્થે જલ-અવગાહનરૂપ સાવધકર્મમાં આસક્ત, ગૃદ્ધ થઈ મોક્ષના એક હેતુભૂત શ્રુત-ચાસ્ત્રિ ધર્મને કુમાર્ગમાગી સારી રીતે જાણતા નથી. * સૂગ-૪૮૯ થી 492 : તે મનુષ્યોના વિવિધ અભિપ્રાય હોય છે. જે રીતે જનમેલા બાળકનું શરીર વધે તેમ અસંયતોનું ઔર વધે છે...આવુ ક્ષયને ન જાણતાં, મમત્વશીલ, સાહસકારી, મંદ, આd, મૂઢ પોતાને જરામર માનતા રાત-દિવસ સંતપ્ત રહે છે. તું ધન અને પશુનો ત્યાગ કર જે બધુ, માતા, પિતાદિ માટે તું રડે છે, મોહ રે છે, પણ તારા મૃત્યુ બાદ તેઓ ધન હરી લેશે... જેમ વિચરતા જ્ઞદ્ર મૃગ સિંહથી ડરીને દૂર વિચરે છે, રીતે મેધાવી ધમને વિચારી દૂરથી પાપને તજે. * વિવેચન-૪૮૯ થી 492 : - | [489] આ લોકમાં મનુષ્યો જુદા જુદા અભિપ્રાયવાળા છે જ. તે વિવિધ અભિપ્રાયોને બતાવે છે - ક્રિયા, અક્રિયાને આશ્રીને કિયાવાદ, અક્રિયાવાદ માને છે, તે આ પ્રમાણે - કિયાવાદી ક્રિયાને જ ફલદાયી માની કહે છે કે " મનુષ્યને ક્રિયા
SR No.008994
Book TitleAgam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy