SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આપણી ઉપર બાર દેવલોક છે, તેની ઉપર ૯ ત્રૈવેયક છે, તેની ઉપર પાંચ અનુત્તર વિમાનો છે. વચ્ચેના સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર સિદ્ધશીલા છે, તેની ઉપર એક ગાઉ જઇએ એટલે અલોક શરુ થાય. તે એક ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં ઉપર અલોકને અડીને સિદ્ધ ભગવાન રહે છે, તેને જ મોક્ષ કહેવાય છે. તેમણે રહેવા માટે નીચે કોઇ આધારની જરુર નથી. આત્મા તો અરુપી છે, નિરાકાર છે. પાણીને જેવા પાત્રમાં ભરાય તેવો આકાર જેમ તે ધારણ કરે છે, તેમ આત્મા પણ જે શરીરને ધારણ કરે તેવો આકાર પામે છે. મોક્ષમાં જાય ત્યારે છેલ્લા ભવની છેલ્લી ક્ષણે શરીરમાં આત્મા જે આકારે હોય તે આકારે મોક્ષમાં રહે છે. dissy 20 શરીર હોય તો બધા પાપો કરવા પડે. શરીર હોય તો બધા દુઃખો આવે. શરીર હોય તો કર્મો બંધાય. મોક્ષમાં હવે કોઇ શરીર નથી. એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે આત્મા સાથે જે તૈજસ અને કાર્મણ શરીર હોય છે, તે પણ છૂટી ગયા હોવાથી હવે નથી. માટે મોક્ષમાં ગયેલા આત્માને કોઇ દુઃખો, પાપો કે કર્મો નથી. ત્યાં તો છે સતત સુખ-સુખ ને સુખ. આત્મગુણોમાં રમણતા, શરીર નથી માટે ભૂખ, તરસ અસલામતી, વાસના, કંટાળો વગેરે નથી. તેથી તે બધાના દુઃખને દૂર કરવા ભોજન, પાણી, મકાન, પત્ની, પરિવાર વગેરે કોઇ સાધન-સામગ્રીની જરુર નથી. આપણે આપણા શરીર વડે શરીર વિનાના બનવાની સાધના કરવાની છે. દેવ કરતાં માનવના જન્મ, શરીર અને મરણ અનુક્રમે દુઃખમય, અશુચીમય અને રીબામણમય હોવા છતાં ય માનવજીવનના શાસ્ત્રકારોએ ઠેર ઠેર વખાણ કર્યાં છે કારણકે, માનવના જન્મ વડે જ અજન્મા બનવાની, શરીર વડે જ અશરીરી બનવાની અને મોત વડે જ તમામ મોતનું પણ મોત કરવાની સાધના થઇ શકે છે. આપણે તે સાધના કરીને મોક્ષે પહોંચવાનું છે. DIVIS લોકાકાશના સૌથી ઉપરના ૧/૬ ગાઉની ઊંચાઇવાળા ૪૫ લાખ યોજનના લાંબા પહોળા ગોળાકાર વિસ્તારમાં અનંતાનંત સિદ્ધ ભગવંતો સદા રહે છે. હજુ પણ અનંતાનંત આત્માઓ સિદ્ધભગવંત બનીને ત્યાં બિરાજશે. આટલી નાની જગ્યામાં અનંતાનંત આત્માઓ શી રીતે રહી શકે? તેવો સવાલ ન કરવો. આજના કમ્પ્યુટરના જમાનામાં તો નાનકડી ફ્લોપી કે સી.ડી. માં કેટલો બધો ડેટા સ્ટોર થાય છે, તે તમે કયાં નથી જાણતા? Tolic જ્યોતમાં જ્યોત મળી જાય તેમ બધા સિદ્ધ ભગવંતો એકબીજામાં મળી જતા નથી, પણ ત્યાં પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે. અનેક તત્વઝરણું ૮૯
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy