SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ચેનલોના તરંગો ઘરમાં ટી.વી. પાસે સ્વતંત્ર રીતે, એક બીજાને ડિસ્ટર્બ કર્યાં વિના સાથે રહી શકે છે કે નહિ ? અનેક લાઇટોનો પ્રકાશ પણ સાથે રહી શકે છે કે નહિ ? નાની જગ્યામાં બધું સાથે સમાય છે ને ? તે રીતે અહીં પણ સમજવું. యో હાિ Sad (fap wallp सिद्धशीला અક્ષતપૂજા કરતાં સિદ્ધશીલા બીજના ચંદ્ર જેવી નહિ પણ આઠમના ચંદ્ર જેવી કરવાની. વચ્ચે ટપકું નહિ કરવાનું પણ સિદ્ધશીલાની ઉપર બિરાજમાન સિદ્ધોને બતાડવા સીધી લીટી કરવાની. ૪૫ લાખ યોજન લાંબી – પહોળી ગોળાકાર નગારા જેવી સ્ફટીકની સિદ્ધશીલા છે. વચ્ચે આઠ યોજન જાડી છે. ચારે બાજૂ ઘટતી ઘટતી છેડે માખીની પાંખ જેટલી પાતળી થતી જાય છે. આ સિદ્ધશીલાથી ઉપર કાયમ રહેનારા સિદ્ધ ભગવંતો કેવળજ્ઞાનથી ત્રણે કાળના, ત્રણે લોકના તમામે તમામ પદાર્થોને એકી સાથે (ક્રમ વિના-અક્રમથી) જાણે છે. તે માટે તેમણે ઉપયોગ મૂકવાની જરુર નહિ. બાકીના મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાનથી જાણવા ઉપયોગ મૂકવો પડે, કેવળજ્ઞાનમાં નહિ. આ બધું જાણ્યા પછી આપણને મોક્ષે જવાની તાલાવેલી લાગવી જોઇએ. મોક્ષનું લક્ષ બંધાવું જોઇએ. તેની તાકાત ઘણી છે. મોક્ષના લક્ષ વિનાના તામલી તાપસના ૬૦,૦૦૦ વર્ષના તપ કરતાં મોક્ષના લક્ષવાળી કુરગડુમુનિની નવકારશી ચડી ગઇ. તેણે કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરાવી. 3/9/ vishalle dalbes) મોક્ષના લક્ષ સહિતની સંસારની ક્રિયા દુર્ગતિ ન અપાવી શકે અને મોક્ષના લક્ષ વિનાની ધર્મક્રિયા સદ્ગતિની ગેરંટી ન આપી શકે. હવે મોક્ષનું લક્ષ પેદા કરીએ, તેને તીવ્ર કક્ષાનું બનાવીએ. તે લક્ષ સમકિતની નિશાની છે. સમકિતની હાજરીમાં પરભવનું આયુષ્ય બંધાય તો વૈમાનિક દેવલોકનું જ બંધાય. આ સંસારમાં કાંઇ મજા નથી. જન્મ-રોગ-ઘડપણ-મોત વગેરે દુઃખો અને ઢગલાબંધ પાપોની રફતાર ચાલ્યા કરે છે. મોક્ષમાં તેમાંનું કાંઇ નથી. મોક્ષમાં તત્વઝરણું Co
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy