SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આંખમાં ઉંઘ નથી. ગુલાબજાંબુના ભોજન છે પણ પેટમાં ભૂખ નથી. આ બધું જણાવે છે કે સાધનોમાં સુખ છે જ નહિ, નહિ તો સાધનસંપન્ન લોકો દુઃખી ન હોત ! જે પદાર્થોમાં તમે સુખ માનો છો તે પદાર્થો મર્યાદા કરતાં વધારે વાપરો તો દુઃખ કેમ આપે છે ? જો તેનામાં ખરેખર સુખ આપવાની તાકાત હોત તો જેમ વધારે વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા જાઓ તેમ તેમ વધારે ને વધારે સુખ મળવું જોઇએ ને ? પદાર્થોમાં સુખ આપવાની શક્તિ ન હોવા છતાંય તેનો મર્યાદિત ઉપયોગ કરતાં સુખનો અનુભવ થાય છે તેનું કારણ આત્મામાં રહેલું સુખ છે. મડદાને ટી.વી., ફ્રીઝ, કેરી, પેંડા વગેરે પદાર્થો કયારેય સુખ આપી શકતા નથી કારણકે મડદામાં આત્મા ન હોવાથી તેમાં સુખ છે જ નહિ. આત્મામાં સુખ છે માટે પદાર્થો ટેમ્પરરી મર્યાદિત સુખ પણ આપી શકે છે. દૂધમાં ઘી છે માટે પ્રક્રિયા કરતાં તેમાંથી ઘી મળે છે. પાણીમાં ઘી છે જ નહિ તો ગમે તેટલી પ્રક્રિયા કરવા છતાં ય તેમાંથી ઘી મળી શકશે નહિ. જે ચીજ જ્યાં હોય ત્યાં પુરુષાર્થ કરો તો મળે. સુખ આત્મામાં છે, માટે તેને મેળવવા આત્મામાં પ્રયત્ન કરાય. બાહ્ય સાધનોમાં છે જ નહિ તો ત્યાં ગમે તેટલો પ્રયત્ન કરવાથી શું મળે? આત્મામાં સુખ છે માટે જેમ જેમ આત્માની નજીક જઇએ તેમ તેમ સુખી થઇએ છીએ. જેમ જેમ આત્માથી દૂર દૂર જઇએ છીએ તેમ તેમ આપણે દુઃખી થઇએ છીએ. તૃપ્તિ,ક્ષમા, નિર્વિકારિતા, નિરભિમાનિતા વગેરે આત્માના ગુણ છે. ભૂખ, તરસ, વગેરે શરીર કે કર્મો થકી પેદા થાય છે, માટે તે આત્માના ગુણ નથી. સુધાવેદનીય કર્મના ઉદયથી ભૂખ લાગી. અતૃપ્ત થયા. દુઃખી થયા. પછી જેમ જેમ ભોજન કર્યું તેમ તેમ આત્મામાં રહેલો તૃપ્તિ નામનો ગુણ પ્રગટ્યો. આત્માની નજીક આવ્યા. સુખી થયાનો અનુભવ થયો. ક્રોધ કર્યો. આત્માથી દૂર ગયા. દુઃખી થયા. જેમ જેમ ક્ષમા ધારણ કરી, તેમ તેમ આત્માની નજીક આવ્યા. સુખનો-પ્રસન્નતાનો અનુભવ થવા લાગ્યો. “મોક્ષમાં કોઇપણ પદાર્થોનો સંયોગ નથી, છતાં ત્યાં ભરપૂર સુખ છે. મગજમાં નથી બેસતું ને? સ્ત્રી, પૈસા, ટી.વી., ભોજન વગેરે પદાર્થો મોક્ષમાં છે જ નહિ તો સુખ કેવી રીતે? એવો સવાલ થાય છે ને ! મોક્ષમાં આપણે આપણા આત્માની પાસે સંપૂર્ણપણે છીએ, જરાય દૂર નથી માટે ત્યાં સંપૂર્ણ સુખી થવાય છે. પદાર્થોના સંયોગમાં જ સુખ મળે, તે આપણી મોટી ભ્રમણા છે. રાત્રે ઘસઘસાટ ઊંઘતા હોઇએ ત્યારે કોઇપણ પદાર્થનો સંયોગ અનુભવાતો નથી તત્વઝરણું
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy