SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્દ્રમાં રાખે તો આપવાની મા કાયમ માટે 'સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧૫ ગુરુવાર, તા. ૨૨-૮-૦૨ આપણી ઇચ્છા તો (૧) કાયમ ટકનારા (૨) મોટા દુઃખને નહિ લાવનારા (૩) દુઃખની ભેળસેળ વિનાના અને (૪) સ્વાધીન સુખને મેળવવાની છે. આવું સુખ પેંડા કે કેરી વગેરે ભોજનસામગ્રી, સ્ત્રી-પુત્ર-પરિવાર-પૈસા વગેરે પદાર્થોમાં શોધવાનો આપણે આજ સુધી પ્રયત્ન કર્યો પણ કયાંયથી તેવું સુખ આપણને મળ્યું ખરું? બહુ ભાવતાં પેંડા પણ અમુક ખાધા પછી વોમીટ કરાવવા લાગ્યા. કેરીનો રસ અમુક પીવાયા પછી અકળામણ કરવા લાગ્યો. સ્ત્રી બેવફા નીકળી કે પુત્ર સામે પડ્યો. પૈસાના કારણે દીકરાનું અપહરણ થયું. ભાઇ-ભાઇના સંબંધો બગડ્યા. સુખ તો કયાંય ન મળ્યું પણ નવા નવા દુઃખો પેદા થયા. હવે શી રીતે કહી શકાય કે દુનિયાના પદાર્થોમાં સુખ આપવાની તાકાત છે? વિજ્ઞાન પદાર્થને કેન્દ્રમાં રાખે છે, માટે તે કોઇ એક વ્યક્તિના એક દુઃખને પણ કાયમ માટે દૂર કરી શકતું નથી. જયારે ધર્મ આત્માને કેન્દ્રમાં રાખે છે, માટે તેણે આજ સુધીમાં અનેક આત્માઓને તમામે તમામ દુઃખોમાંથી કાયમ માટે મુક્તિ અપાવી છે. પેલી ડોસી અજવાળામાં સોય શોધતી હતી તેમ લોકો ટી.વી., વીડીયો, ફ્રીઝ, મારુતી, ફલેટ, ફર્નીચર વગેરે પદાર્થોની ઝાકઝમાળમાં સુખ શોધવા દોટ લગાવે છે, પણ ડોસી જેવા તેમને કોણ સમજાવે કે સોય અજવાળામાં નહિ, જ્યાં પડી હોય ત્યાં શોધો તો મળે. સુખ સામગ્રીઓમાં નહિ પણ આત્મામાં પડ્યું છે, માટે ત્યાં શોધશો તો મળશે. નાભીમાં પડેલી કસ્તુરીને શોધવા હરણિયું જેમ જંગલમાં દોડધામ કરે તેમ આત્મામાં રહેલા સુખને મેળવવા લોકો દુનિયાના પદાર્થો પાછળ દોડધામ કરે છે. પછી તેને શી રીતે સુખ મળે? છ મહીના ધંધો કરવા છતાંય નફો ન થાય તો તપાસ કરીએ કે ભૂલ ફક્યાં થઇ છે? સ્વીચ ઓન કરવા છતાંય પ્રકાશ ન થાય તો તપાસ કરીએ કે ગરબડ કયાં હશે? તેમ અનેક પેઢીઓથી આપણા વડિલો અને આપણે પણ સાધનોમાં સુખને મેળવવાનો પ્રયત્ન કરતાં હોવા છતાંય આજ સુધી તેમાંથી સુખ મળ્યું નથી તો તપાસ ન કરીએ કે ભૂલ ક્યાં થાય છે ? ચાલો, તે ભૂલને શોધીને હવે સુધારીએ. આત્મામાં સુખ હોવા છતાં સાધનોમાં સુખ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તે આપણી ભૂલ છે. હવે તે સુધારવાની છે. જુનું ખોટું ભૂલાય નહિ ત્યાં સુધી નવું સાચું સમજાય નહિ. સાધન-સામગ્રીઓના ઢગલા વચ્ચે શ્રીમંતોને સુખ નથી. શાંતિ નથી. પ્રસન્નતા નથી. ડનલોપની ગાદી છે તત્વઝરણું ૭૨
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy