SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (પૈસા)ની વેશ્યા ભયાનક છે. તે જીવને ૭મી નરક સુધી પહોંચાડી શકે છે. નીતિથી કમાનાર મમ્મણ આ ધનની તીવ્ર વેશ્યાના પાપે મરીને સાતમી નરકે ગયો. મનુષ્ય પુરુષ અને માછલા સાતમી નરક સુધી, સ્ત્રી છકી નરક સુધી, અજગર-સાપ વગેરે ઉરપરિસર્પો પાંચમી સુધી, વાઘ-સિંહ વગેરે ચતુષ્પદો ચોથી સુધી, વાંદરા-નોળીયા-ઉંદર વગેરે ભુજપરિસર્પો ત્રીજી સુધી, પક્ષીઓ બીજી સુધી અને અસંજ્ઞી જીવો પહેલી નરક સુધી જઇ શકે. તેથી વધારે નીચે ન જાય. 0 પહેલા સંઘયણવાળા નીચે ૦મી નરક અને ઉપર પાંચ અનુત્તર તથા મોક્ષ સુધી જઇ શકે. બીજા સંઘયણવાળા છઠ્ઠી નારક-૯ રૈવેયક સુધી, ત્રીજા સંઘયણવાળા પાંચમી નારક-બારમા દેવલોક સુધી, ચોથા સંઘયણવાળા ચોથી નારક-આઠમા દેવલોક સુધી, પાંચમા સંઘયણવાળા ત્રીજી નરક-છઠ્ઠા દેવલોક સુધી અને છઠ્ઠા સંઘયણવાળા બીજી નરક-ચોથા દેવલોક સુધી જઇ શકે. તીવ્ર કષાયો, આરંભ-સમારંભ, રૌદ્રધ્યાન વગેરે કરનારા નરકમાં જાય. (૧)હિંસાનુબંધી (૨)મૃષાનુબંધી (૩)સ્તેયાનુબંધી અને (૪) સંરક્ષણાનુ-બંધી; એમ ચાર પ્રકારના રૌદ્રધ્યાન છે. કોઇને મારવા માટેના તીવ્ર કક્ષાના વિચારો, જૂઠ અંગેની સતત વિચારણા, કોઇ ચીજ ચોરવા-પડાવી લેવા માટેની ક્રૂરતાભરી સતત વિચારણા તથા બધું ભેગું કરવાની, જરાય ઓછું ન થઇ જાય તે માટેની વિચારણા રોદ્રધ્યાન રુપે બની શકે છે. તેનાથી નરકમાં જવું પડે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી બ્રાહ્મણોની આંખો ફોડી નાંખવાના તીવ્ર રૌદ્રધ્યાનમાં ૯મી નરકમાં ચાલ્યો ગયો. તેની પત્ની મુમતી છકી નરકમાં છે. બંને એક બીજાના વિરહમાં તરફડે છે. ચીસાચીસ કરે છે. કોણ તેમને બચાવે? લક્ષ્મણ, રાવણ, પણ નરકમાં ઝઘડી રહ્યા છે. અય્યતેન્દ્ર બનેલા સીતાની ઇચ્છા તેમને ત્યાંથી બહાર કાઢીને સુખી કરવાની છે, છતાં કરી શકતા નથી. રામ અને ભરત તો શત્રુજ્ય ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. 0 રાત્રીભોજન, કંદમૂળભક્ષણ, વિદળ સેવન, માંસાહાર વગેરે નરકમાં લઇ જનારા પાપો છે, તેનાથી પાછા હટવું. જો નરકનું આયુષ્ય બંધાઇ ગયું તો નરકગતિ નામકર્મ આપણને નરકગતિમાં લઇ જશે. ત્યાં મમ્મી-પપ્પા કે પ્રસુતિગૃહ ન હોય. કેરોસીનની ગરણી જેવી કુંભી હોય. અહીં હજી તો જીવે છે કે મર્યો છે? તેના ટેસ્ટ ચાલતા હોય, અને આત્મા આંખના પલકારા કરતાંય ઓછા કાળમાં નરકની કુંભીમાં પહોંચી ગયો હોય. ફાડી ખાધેલા કબૂતરના જેવું અત્યંત ગંદુ,બિભત્સ, ચીતરી ચડે તેવું શરીર મળે. પરમાધામી દેવો ભાલા - તત્વઝરણું ૨૩૯
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy