SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તેની નીચેના ભાગને અધોલોક કહેવાય છે. આ અધોલોકમાં સાત નારકપૃથ્વીઓ આવેલી છે. તેમાં નરકના જીવો વસે છે. તે નરકગતિ કહેવાય છે. ત્યાં લઇ જનારું કર્મ નરકગતિ નામકર્મ કહેવાય. જેમ જેમ નીચેની નરકોમાં જઇએ તેમ તેમ દુઃખો વધતાં જાય. વધુને વધુ પાપી જીવો નીચે-નીચેની નરકમાં જાય. આ નરકપૃથ્વી ક્રમશઃ (૧)રત્નપ્રભા (૨)શર્કરા પ્રભા (૩)વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫)ધૂમપ્રભા (૬)તમ પ્રભા અને (6)તમસ્તમઃપ્રભા (મહાતમઃ પ્રભા)નામે ઓળખાય છે. - અત્યારે વધુમાં વધુ બીજી નરક અને ચોથા દેવલોક સુધી અહીંથી જઇ શકાય છે. શરીર અને મન નબળું હોવાથી વધારે ભયાનક પાપ કે વધુ પુણ્ય થઇ શકતું નથી, પણ જ્યારે અહીંથી મોક્ષના દરવાજા ખુલ્લા હતા ત્યારે પાંચ અનુત્તર દેવો સુધી અને નીચે ૭મી નરક સુધી જઇ શકાતું હતું, કારણકે તે વખતે શારીરિક બળ અને માનસિકધૃતિ વધારે હતી. - મમા કંપની. એટલે કે મનુષ્ય અને માછલા (કે મત્સ્ય અને માણસ) ૦મી નરકે જઇ શકે. મનુષ્યમાં પણ પુરુષ જ ૭મી નરકમાં જઇ શકે. સ્ત્રી તો વધુમાં વધુ છકી નરકમાં જઇ શકે. મમ્મણશેઠ, કાલસૌરિક કસાઇ, કંડરિક મુનિ, ત્રિપૃષ્ઠ વાસુદેવ વગેરે મરીને ૦મી નરકે ગયા. | તંદુલીયા મલ્ચનું આયુષ્ય ૪૮ મિનિટથી ઓછું હોય છે. મોટું ફાડીને બેઠેલા મગરમચ્છની પાંપણમાં રહેલો ચોખાના દાણા જેટલો નાનો તંદલીયો મચ મનના પાપે 0મી નરકે પહોંચી જાય છે. મગરમચ્છના મોઢામાં જળચર પ્રાણીઓવાળા પાણીના પ્રવાહો પ્રવેશે છે ને પાછા બહાર નીકળે છે. તે જોઇને તંદુલીયો વિચારે છે કે, “આ તો મૂરખનો જામ છે. જે આની જગ્યાએ હું હોઉં તો એકેને ન છોડું. બધાને ખાઇ જાઉં.” ન ખાવા છતાં ખાવાની વેશ્યાના કારણે તંદલીયો મત્સ્ય છમી નરકે જવું પડે તેવા કર્મો બાંધે. હવે જાતને વિચારીએ કે આપણી વેશ્યા કેવી છે? પેટ ના પાડે છે માટે ખાતાં અટકીએ છીએ, પણ જો પેટ ના ન પાડતું હોય તો જરા ય છોડીએ? માત્ર ભોજન માટે જ આ વાત નથી, બીજી પણ ઘણી ઘણી બાબતોમાં શરીર, પૈસા કે પરિસ્થિતિ ના પાડે છે માટે અટકીએ છીએ બાકી, આપણી વેશ્યા કેવી છે? તે તપાસવા જેવી છે. હવે વેશ્યાને સંયમિત બનાવીએ. પ્રતિજ્ઞાઓ લઇને અટકીએ, બાકી આ મન તો કોઇને છોડે એમ નથી. ભોજન-કામવાસના વગેરેમાં શરીર-સંયોગો વગેરે અટકાવે છે, પણ પૈસાની લેગ્યા એવી છે કે તેને અટકાવનાર કોઇ નથી. માટે તે ઘણી ખરાબ છે.કામની વેશ્યા કરતાં અર્થ તત્વઝરણું | ૨૩૮
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy