SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૨૦૫૮ આસો વદ ૮ મંગળવાર. તા. ૨૯-૧૦-૦૨ - આપણે મોહનીયકર્મનો નાશ કરવાની સાધના કરવાની છે. ક્ષપકશ્રેણીમાં કર્મો નાશ પામે છે. કષાય-વેદ વગેરે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. તેનો ઉદય વારાફરતી બદલાયા કરે છે. ત્રણે વેદનો ઉદય વારાફરતી બદલાતો હોય છે. તે જ રીતે ચારે કષાયોનો ઉદય પણ પલટાતો જાય છે. કર્મોના ઉદયે આ બધા દોષો આત્માને સતાવ્યા કરે છે, આપણે તેનાથી સાવધ રહેવાનું છે. તે માટે ક્ષમા,નમ્રતા,સરળતા,નિર્લોભિતા,નિર્વિકારતા પેદા થાય તેવા વાતાવરણમાં રહેવું. કષાયો કે વિકારો પેદા થાય તેવા નિમિત્તોથી દૂર રહેવું. સામાયિકપ્રતિક્રમણાદિ આરાધનાઓ,દેરાસર,ઉપાશ્રય વગેરે આરાધનાના સ્થાનો અને ઓઘો-ચરવળો-મુહપત્તિ વગેરે . આરાધનાની સામગ્રીઓ જરાય નકામી નથી. આ બધા બાહ્ય સંયોગો આંતરિક પરિણતિને પ્રગટાવવા સમર્થ બની શકે છે. માટે નિશ્ચયને શુદ્ધ કરવા વ્યવહારધર્મનું-ક્રિયામાર્ગનું પણ વારંવાર સેવન કરવું. અધ્યાત્મસાર ગ્રંથમાં યશોવિજયજી મહારાજે કહ્યું છે કે વ્યવહારધર્મમાં સ્થિર બનીને નિશ્ચયધર્મનું સેવન કરવું; પણ વ્યવહારધર્મની ઉપેક્ષા કરીને નહિ. એકલી નિશ્ચયની વાતો તો બધાને સાંભળવી ગમે કેમકે તેમાં તેણે છોડવાનું કાંઈ નથી. શરીરથી ઘસાવાનું નથી. તપ-ત્યાગ કરવાના નથી. સામાયિક-પ્રતિક્રમણાદિ કરવાના નથી. માત્ર સાંભળવાનું, આત્માનું ચિંતન કરવાનું, બધાના આત્માને જોવાની વાત કરવાની, પણ જીવનમાં કરવાનું શું? છોડવાનું શું? તો કાંઈ નહિ. આવું કોને ન ગમે? તેથી નિશ્ચયના મતો ઘણા ચાલે; પણ આવી વાતોથી આપણે લલચાવાનું નથી. આપણે નિશ્ચય અને વ્યવહાર, બંનેનો સમન્વય કરવાનો. કોઈ એક નયને એકાંતે નહિ સ્વીકારવાનો, પણ બંનેને યથાયોગ્ય અપનાવવા. પરમાત્માના વચન વિરૂદ્ધ જે કોઇ વાત રજૂ કરાય, તે ગમે તેટલી સારી જણાતી હોય તો ય ન સ્વીકારાય. વફાદારી તો જોઈએ જ. દુનિયામાં પતિની વફાદારી ન હોય તે પત્નીની કિંમત કેટલી? તેમ પરમાત્માની વફાદારી ન હોય તો ન ચાલે. જૈનશાસનમાં પ્રવેશ સમકિતથી છે. સમકિત એટલે પરમાત્માની વફાદારી. પરમાત્માને માથે રાખવાના. તેમની બધી વાતો સ્વીકારવાની. તેમને માથે રાખ્યા વિના ન ચાલે. તે જ રીતે જૈનશાસનમાં ગુરુને પણ માથે રાખવાના. નગુરા ન રહેવાય. સ્વયંસંબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધના માથે ગુરુ ન હોય. બાકીના તમામના માથે ગુરુ જોઈએ. જે સાધુમાં પોતાના ગુરુ પ્રત્યે વફાદારી ન હોય. જે પોતાના માથે ગુરુને ન રાખતો હોય તેને ગુરુ શી રીતે બનાવાય? તેના - ૨૦૧ તત્વઝરણું
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy