SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણઠાણાનું નામ સૂમસંહરાય ગુણસ્થાનક છે. તે લોભ પણ ખતમ થતાં મોહનીયકર્મનો સંપૂર્ણ નાશ થઇ જાય. આત્મા તરત જ બારમા ગુણઠાણે જાય. ક્ષપકશ્રેણીમાં દશમા પછી સીધું બારમું ગુણઠાણું આવે પણ અગિયારમું ન આવે. તે તો ઉપશમશ્રેણીમાં જ આવે. બારમા ગુણઠાણે પહોંચેલો આત્મા અંતર્મુહૂર્તમાં બાકી રહેલા ત્રણ ઘાતી કર્મોને ખતમ કરે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય, આ ત્રણ અને પૂર્વે મોહનીય કર્મ, એમ ચાર ઘાતકર્મો ખતમ થયા હોવાથી આત્મા કેવળજ્ઞાન-કેવલદર્શન પામે. વીતરાગતા પ્રગટ થાય. અનંતલબ્ધિનો સ્વામી બને. ૧૩ મે ગુણઠાણે પહોંચે. કને ખતમ કરવા આત્મા શુકલધ્યાનમાં આગળ વધે. શ્રેણીના ધ્યાનાગ્નિથી નિકાચિત કર્મો પણ ખતમ થઇ શકે છે. ધ્યાન જૈનશાસનનો વિશિષ્ટ યોગ છે. બાર પ્રકારના તપમાં છેલ્લા બે તપમાં ધ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે. ઊંચી સાધનાનું પ્રથમ પગથીયું કાયોત્સર્ગ છે. આગળ વધતાં વધતાં છેલે નિરાલંબન ધ્યાને પહોંચાય, પણ પહેલાં તો સાલંબન ધ્યાન હોય. હાલ ૧ થી ૮ ગુણઠાણા જ હોય. તેમાં સાલંબન ધ્યાન જ હોય. નિરાલંબન ધ્યાન ન હોય. જેમાં કોઇ આલંબન લેવાનું ન હોય તે નિરાલંબન. અત્યારની આપણી કક્ષામાં આ ધ્યાન ન હોય. આપણે તો પંચપરમેષ્ઠીના આલંબનવાળું ધ્યાન ધરવાનું હોય. | ‘ચિત્તવૃત્તિનિરોધ ધ્યાનમ' મનની વૃત્તિને અટકાવવી તે ધ્યાન. ધ્યાનની આ સંકુચિત વ્યાખ્યા છે. આપણે ત્યાં તો ધ્યાનની વિશિષ્ટ સમજણ છે. મનની વૃત્તિને રોકવી તે ઊંચી કક્ષાનું ધ્યાન છે, ઉપરના ગુણઠાણે તે ધ્યાન આવે. આપણે તો મનને અશુભ વિચારોથી અટકાવીને શુભમાં જોડવું, મૌન રહેવું છતાં બોલવું પડે તો હિત-મિત-સત્ય નિરવધ બોલવું, કાયાની પ્રવૃત્તિ જયણાપૂર્વક આચરવી તે ધ્યાન છે. ખાલી મનનું એકલાનું નહિ, પણ મન-વચન-કાયા, ત્રણેનું ધ્યાન ધરવાનું છે. કાયોત્સર્ગ કરવા બોલાતા અન્નત્ય સૂત્રમાં છેલ્લે ઠાણેણં, મોણેણં, ઝાણેણં વડે આ વાત જણાવી છે. કાયાને એક સ્થાને રાખવી, વચનનું મૌન રાખવું, મનમાં લોગસ્સ વગેરે સૂત્ર-અર્થનું ચિંતન કરવું. આ સાલંબન ધ્યાન છે. તેમાં સૂત્રનું અને અર્થનું આલંબન છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું ૨૦૦
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy